________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૧૯
ચૈતન્ય વિલાસ
થઈને, અંદર વાળીને; જે જ્ઞાન બહાર ભટકે છે એ જ્ઞાન અંદર વળીને એટલે કે એને અંદર વાળીને ઉપદેશ બોધમાં એમ પણ કહેવાય કેઃ તારું જ્ઞાન ૫૨સન્મુખ થાય છે ને એને અંદરમાં વાળ! વાળે કોણ ? સ્વયં વળે છે. વળી જાય છે, તેને વાળ્યું એમ કહેવામાં આવે છે.
જ્યાં હું જ્ઞાયક છું એમ ભાવનામાં પડયો ત્યાં એ પરિણામ પરસન્મુખ હતા એ પરિણામનો વ્યય થાય છે, એ પરિણામ અંદરમાં જતા નથી. શું કહ્યું ? જે પરિણામ પરસન્મુખ હતા એને અંદરમાં વાળો, કહેવામાં એમ આવે! પણ....જે પ૨સન્મુખ છે તે ઇન્દ્રિયજ્ઞાન છે એ અંદર વળતું નથી. તમારા પરિણામને અંદરમાં વાળો એટલે કે નવો શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. તેમાં ઇન્દ્રિયજ્ઞાનનો વ્યય અને અતીન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થઈને શુદ્ધ નિશ્ચયનયે પોતાના આત્માને જ્યાં જોવે છે ત્યાં ‘૫૨મભાવ સ્વભાવવાળા મને' એ ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદો મારામાં નથી.
આહાહા! પરિણામ પરિણામમાં ભલે હો! “પરિણામકો પરિણામમેં રહને દો મેં તો અપરિણામી હું.” આહાહા! પરિણામનું કરવું એ નથી અને પરિણામનું છોડવું ય નથી. પરિણામ મારામાં નથી એટલું કરી લેને! આહા! હું તો જ્ઞાનાનંદ આત્મા છું; હું તો પરિણામ માત્રથી રહિત છું. સ્વભાવનું ગ્રહણ કરને તો પરભાવની-પરિણામની મમતા છૂટી જશે. અને સ્વભાવનું ગ્રહણ અને ૫૨ભાવનો ત્યાગ એ વિધિ વડે સમ્યક્દર્શન અને ચારિત્ર પુરું થાય છે.
પરિણામમાં મમતા છોડ! પરિણામમાં મમતા છોડી જેણે, એણે દુકાન અને વહીવટ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણ ઉપરથી મમતા છૂટી જાય છે અને પુત્ર-પુત્રી-માતા-પિતાભાઈ-ભગિની-ભાર્યા વગેરે ઉ૫૨થી મમતા છૂટી જાય છે. ભાઈ! હું તો જાણનાર છું ને!?
સવારથી સાંજ સુધી, બે-પાંચ વખત વિચાર તો કર! આમાં મારું કોઈ દેખાતું નથી. આમાં મારું શું છે? વિચાર કરો ! તેની ઊંડી મીમાંસા તો કરો કે મારું શું છે? આત્માર્થી જીવને અંદરથી જવાબ આવશે કે મારો તો જ્ઞાનમય આત્મા છે. બાકી આ જગતમાં મારું કાંઈ નથી. અહીંનું અહીં રહેશે, અને આત્માનું જ્ઞાન સાથે આવશે હોં! જ્ઞાન આત્માનું હોય, શાસ્ત્રનું જ્ઞાન જ ન હોય. તેને કથન માત્ર કીધું ને!? શાસ્ત્રનું જ્ઞાન ન હોય. જ્ઞાન, હંમેશા આત્માનું જ હોય. શાસ્ત્રનું જ્ઞાન હોય તો તો જ્ઞાન જડ થઈ જાય. શું કહ્યું ?
શાસ્ત્રનું જ્ઞાન થયું! તો કહે છે....શાસ્ત્રનું જ્ઞાન ન થાય. આત્માનું જ જ્ઞાન થાય. આહા ! શાસ્ત્રને નિમિત્ત દેખી ને શાસ્ત્રનું જ્ઞાન થયું એમ ઉપચારથી કહેવામાં આવે છે. પણ...વ્યવહારનયનું કથન અસત્યાર્થ જાણી એનું શ્રદ્ધાન છોડજે. એવી ગાથાઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com