________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
પ્રવચન નં-૧૯ આહા ! ધ્યાનની ઉપેક્ષા ! અમને કયારે ધર્મ ધ્યાન આવશે અને અમને કયારે શુક્લધ્યાન આવશે અને અમે કયારે શ્રેણી માંડશું !? આહાહા ! પરિણામની વાંછા કરવા જેવી નથી. અરે ! એને જાણવા પ્રત્યે પણ ઉદાસીન છે. પરિણામને જાણવાની પણ ઉપેક્ષા વર્તે છે, કરવાની વાત તો કયાંય રહી ગઈ. એ તો વારંવાર વારંવાર અંદર ડૂબકી મારે છે. એ તો જાણનારને (અભેદપણે ) જાણે છે. આવી વસ્તુ સ્થિતિ છે.
જ્ઞાતાને કર્તા માન્યો એ અનંત સંસારનું કારણ છે. એ કર્તા તો થઈ શકતો નથી પણ એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
ચૌદભેદવાળા માર્ગણાસ્થાનો-યોગ-વેદ-કષાય એવા ચૌદ પ્રકાર પ્રવેશિકામાં છે. ટાઈમ મળે તો ત્યાંથી જાણી લેવું! એ બધા પર્યાયના ભેદો છે, તે પરભાવ છે, એ પરદ્રવ્યના પ્રકારો છે. સ્વદ્રવ્યમાં પરિણામનો ભેદ નથી. સ્વદ્રવ્ય તો અનંત ગુણાત્મક અભેદ સામાન્ય ઉપાદેય તત્ત્વ છે. એ ચૌદગુણસ્થાનો તથા ચૌદે ભેદવાળા જીવસ્થાનો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત ચૌદજીવસ્થાનો છે.
મિથ્યાદષ્ટિથી માંડીને અયોગી જિન કેવળી સુધી ચૌદ ગુણસ્થાનો છે. એ પરિણામના ભેદો છે. મોહ અને યોગથી ગુણસ્થાનો થાય છે. આત્માથી ગુણસ્થાનની ઉત્પત્તિ થતી નથી. ચૌદ ગુણસ્થાનોની ઉત્પત્તિ મોહ અને યોગથી થાય છે, તે સદ્દભાવ કે અભાવપણે હોય છે.
“શુદ્ધનિશ્ચયનયથી "-સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો અંતર્મુખ થઈએ તો! “પરમભાવ સ્વભાવવાળાને પરમ-પૂજનીક એવા આત્માનો ભાવ અને એવો આત્માનો સ્વભાવ; (પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી. બધાય હોય ત્યાં “મને” એમ લેવું. બધાને શબ્દ હોય ત્યાં “મને અહીં (સ્વમાં) લેવું હો ! “મને આ નથી.' કુંદકુંદ ભગવાનને આ નથી તેમ નહીં. એને તો નથી પણ તને છે એવું નથી કરી નાખને!? “છે” એનું નથી કરી નાખને!? છે ને છે માં રહેવા દે ને?! અહીંયાં (સ્વમાં ) શા માટે લે છે?
અહીંયા નથી (સ્વમાં) તો ત્યાં (પરિણામમાં) એ નથી. રાગને રાગમાં રહેવા દે ને !? અહીંયાં (સ્વભાવમાં) રાગ નથી તો અહીંયા (પરિણામમાં) છે કે નથી, તે જોઈ લે ને!? અહીંયાં રાગ નથી તો પર્યાયમાં પણ વીતરાગભાવ પ્રગટ થશે.
જ્યાં નથી અને જો ને!? જ્યાં છે એને કાં જો !! ક્રોધ ને કાં જો! ક્રોધ જેમાં નથી તેને જો, અને પછી પર્યાયને જો તેમાં ક્રોધ છે કે વીતરાગી ક્ષમા છે. પછી તેને પર્યાયમાં પણ ક્રોધ નહીં દેખાય, પર્યાયમાં પણ વીતરાગી અંશ દેખાશે. આ ભેદજ્ઞાનનો મંત્ર છે.
શુદ્ધનિશ્ચયનયથી એટલે કે જે શુદ્ધને જોનારું જે જ્ઞાન, ત્રિકાળી શુદ્ધાત્માને અંતર્મુખ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com