________________
૨૨૦
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસારમાં છે.
“ રે ! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે
કા૨ણે છે શાન જુદું, શાસ્ત્ર જુદું-જિન કહે; ” ( (૩૯૦)
પ્રવચન નં-૧૯
આ ગાથા ઉપરનાં ગુરુદેવના વ્યાખ્યાન છપાઈ ગયા છે હોં! એમાં ગુરુદેવે કહ્યું, શાસ્ત્રને લક્ષે થવાવાળુ જ્ઞાન જડ અને અચેતન છે. જડ અને અચેતન! આહાહા! આત્માના લક્ષે થયેલું જ્ઞાન તે જ્ઞાનચેતના છે. ચેતન દ્રવ્ય છે એનું અવલંબન લેતાં ચેતના પ્રગટ થઈ જાય છે. જ્ઞાનચેતના પ્રગટ થાય છે.
એ બધાં પરિણામો મને નથી હોં! મારામાં નથી. મારામાંથી ઉથાપ્યા પરિણામને એને સ્વભાવના ગ્રહણ પૂર્વક એ મારામાં નથી ત્યાં એનો ત્યાગ થઈ ગયો. આ મારામાં નથી. પરિણામને પાર્સલ કરીને અલોકાકાશમાં મોકલવા નથી. પરિણામ પરિણામમાં છે, તેનું લક્ષ છૂટી જાય છે, અને આત્મલક્ષ થાય છે ત્યારે સ્વભાવનું ગ્રહણ થાય છે. સ્વભાવ જ્ઞાયક એનું ગ્રહણ એટલે એનું જાણવું, એની પ્રતીતિ એમાં ઠરવું એ ત્રણેય ભેદ ગ્રહણમાં આવી જાય છે.
નિશ્ચય મોક્ષમાર્ગ અને પરભાવનો ત્યાગ. એ વ્યવહાર રત્નત્રયનાં પરિણામ મારામાં નથી. આહાહા! એનો સ્વામી હું નથી. વ્યવહાર રત્નત્રયનાં પરિણામ હો તો પણ સ્વામીપણું છૂટે; દુકાન હોય પણ સ્વામીપણું છૂટી જાય છે. શરીર પણ હોય, પણ તેનું સ્વામીપણું છૂટે છે. એને સમ્યક્દર્શન કહેવામાં આવે છે.
**
હવે આગળ! “ મનુષ્યને તિર્યંચ પર્યાયની કાયાના. મનુષ્ય અને તિર્યંચ હોય એમાં વયકૃત થોડો ફેરફાર થાય છે. યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા થાય છે. વૈક્રિયિક શરીર-દેવ અને નારકીના જે શરીર હોયને એમાં વૃદ્ધ અને બાળ એવું કાંઈ ન હોય, માટે મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાના-કાયાના હોં! વયકૃત ફેરફાર જેવા કે યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા થાય છે. આ ફેરફાર અવસ્થાવાળા મનુષ્ય અને તિર્યંચ માંદા પડે, ઘરડાં થાય એમ આમાં હોય છે.
99
66
‘વયકૃત વિકારથી (ફે૨ફા૨થી ) ઉત્પન્ન થતા
બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિરૂપ
અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો.” બાળ એટલે એકદમ બાળ અવસ્થા, યુવાન એટલે યુવાન, સ્થવિર એટલે પ્રૌઢ અને વૃદ્ધ એટલે વૃદ્ધાવસ્થા. હજુ વૃદ્ધાવસ્થા ન આવી હોય એને પ્રૌઢ અવસ્થા કહેવાય. અને વૃદ્ધાવસ્થા આ ચામડી લટકતી હોય, આંખે મોતિયો આવતો હોય, કાન જતા રહે અને ચાલી ન શકાય-લાકડી લેવી પડે એને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે.
“ અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો,” આ બધા ભેદો પરિણામના છે, એ મારામાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com