________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૧
હું તો બાળે 'ય નથી, યુવાને 'ય નથી, સ્થવિર નથી, અને હું વૃદ્ધ પણ નથી. એ શરીરનાં ધર્મ મારા નથી અને એ કર્મ પણ મારા નથી. માટે તે જ્ઞાનનું જ્ઞેય પણ નથી. જ્ઞાનમાં તો જ્ઞાયકને શેય તરીકે સ્થાપી દે ને!? જ્ઞાયક તો છે, સ્વીકાર કરીશ તો કામ થઈ જશે. સમયે-સમયે બાળ–ગોપાળ બધાને જણાય તો છે જ, કઠણ પડે છે.
આ વાત વર્ષોથી ગુરુદેવ કહે છે. જ્યાં જાય ત્યાં ૧૭-૧૮ ગાથા લ્યે. બાળ–ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય રહ્યો છે. ગુરુદેવ ગયા પછી એમાંય વાંધા પડયા. અરે! ભગવાન જ્યાં (ગુરુની) શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય ત્યાં તો.... આહા! વ્યવહાર શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય એને તો શું કહેવું! એ તો ગુરુના શિષ્ય પણ નથી. ગુરુની ભૂલ કાઢે એ શિષ્ય ન કહેવાય.
“ સ્થૂળકૃત વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયે મને નથી.” પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. દ્રવ્યને ગ્રહણ કરનાર એક નય છે, નય એટલે જ્ઞાનનો અંશ. એ જે સામાન્ય સ્વભાવને ગ્રહણ કરે એટલે જાણે ! ગ્રહણ એટલે પકડવું એમ અહીં નથી. ગ્રહણ એટલે સ્વભાવને જાણે. એકલા શુદ્ધાત્માની સન્મુખ થઈને જાણે.
આહાહા! શુદ્ધાત્માને જાણીને બહાર નીકળીને લખ્યું કે મારામાં નથી. જાણીને લખે છે કે આ પરિણામ મારામાં નથી. અંદરમાં ખૂબ જોયું, તપાસ ખૂબ કરી; ચારે બાજુ તપાસ કરી અને દ્રવ્યમાં-ક્ષેત્રમાં કાળમાં-ભાવમાં જોયું; અંદરનું દ્રવ્ય, અંદરનું ક્ષેત્ર, અંદરનો કાળ, અને અંદરનો ભાવ. સ્વચતુષ્ટય અંદર છે. એક ચતુષ્ટ બહાર છે.
અંદરમાં જઈને બહુ તપાસ કરી..બહુ તપાસ કરી ! કેમકે અજ્ઞાની જીવ એમ કહે છે કે આ ગુણસ્થાન આત્મામાં છે, જીવ સમાસ આત્મામાં છે, માર્ગણાસ્થાન આત્મામાં છે, બંધમોક્ષ આત્મામાં છે-તેમ બહુ ઠેકડા મારતા'તા, પછી મુનિરાજે) બહુ વિચાર કર્યો; લાવ અંદર ઊંડાણમાં જઈને જોઊં! બધા અજ્ઞાની કહે છે તે સાચું છે કે ખોટું? અનુભવથી પ્રમાણ કરું. જ્ઞાની અંદરમાં ઘૂસ્યા; ચારેબાજુ અસંખ્ય પ્રદેશમાં નજર કરી ક્યાંય એમાં રાગ દેખાતો નથી.
સાધક કહે છે-તપાસ કરતાં-કરતાં મને ક્યાંય ગુણસ્થાન દેખાતું નથી. છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલે છે અને અંદરમાં ગયા તે કહે-લાવ શાસ્ત્રમાં ગોમટસારમાં છે કે ગુણસ્થાનછઠ્ઠું અને સાતમું મુનિરાજને હોય છે. તપાસતો કરું અંદ૨માં! છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન છે કે નહીં? અને અંદરમાં જઈને જોયું-આહાહા! પરિણામ માત્રનો મારામાં અભાવ છે. અર્થાત્ છઠ્ઠું–સાતમું ગુણસ્થાન મારામાં નથી, માટે નિષેધ કર્યો છે.
શ્રી સમયસાર છઠ્ઠી ગાથામાં હું શાયક છું. પ્રમત્ત અપ્રમત્ત મારામાં નથી. અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com