________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
પ્રવચન નં-૨૦ તપાસીને લખ્યું છે. અંદર તપાસીને જોઈને લખ્યું છે, અદ્ધરથી નથી લખ્યું. તું પણ તપાસને!? તું તપાસ તો તારામાં રાગ બુદ્ધિ છૂટી જશે. અંદરમાં જઈને જોતો ખરો! એક જ્ઞાયકના દર્શન તો કર ! દર્શન કરીને પછી કહે કે રાગ આત્મામાં થાય છે કે અનાત્મામાં? અનાત્મામાં રાગ થાય છે, મારામાં તો જ્ઞાન થાય છે. કોનું જ્ઞાન થાય છે? કે જ્ઞાયકનું જ્ઞાન થાય છે. આ રાગ છે એનું? કે નહીં. આહાહા ! રાગ કર્મ પણ નથી અને રાગ ય પણ નથી.
જ્ઞાયક જ ય છે અને આત્મા એનું જ્ઞાન કરનારો માટે જ્ઞાતા-જ્ઞાનને શેય અભેદ છે. ત્યારે એને નિર્વિકલ્પ અનુભવમાં આત્માના આનંદનો સ્વાદ આવે છે. સમ્યકદર્શન પ્રગટ થાય છે. અલ્પકાળમાં મોક્ષ થઈ જાય છે. હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૧ પ્રવચન નં-૨૦
તા. ૧-૫-૯૦. આ શ્રી નિયમસાર પરમાગમ શાસ્ત્ર છે. તેનો પરમાર્થપ્રતિક્રમણ અધિકાર છે. વ્યવહાર પ્રતિક્રમણમાં શુભભાવનો વિકલ્પ ઊઠે છે, એ બંધનું કારણ છે. પરમાર્થ પ્રતિક્રમણ એટલે અંતર્મુખ થઈને આત્માનો પ્રત્યક્ષ જ્યારે અનુભવ કરે ત્યારે એને શુદ્ધોપયોગ થાય. એ શુદ્ધોપયોગ દશા સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધપરિણતિ પરંપરાએ મોક્ષનું કારણ છે. એવી અપૂર્વ ગાથા છે.
પ્રત્યેક આત્માઓ જ્ઞાનમય હોવાને કારણે જ્ઞાયક છે. અને જ્ઞાયક હોવાના કારણે કેવળ જ્ઞાતા છે. કથંચિત્ કર્તા અને કથંચિત જ્ઞાતા એવું દષ્ટિના વિષયમાં નથી. દષ્ટિના વિષયમાં તો સર્વથા આત્મા જ્ઞાતા જ છે, અને કર્તા નથી. જ્ઞાતા જ છે એવું જ્ઞાતાનું સ્વરૂપ આ ગાથામાં બતાવે છે.
આ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.” આત્મા કોઈપણ ક્રિયાનો કરનારો છે એમ ન જો !
આત્મા જ્ઞાયક છે એવા જ્ઞાયકને અકર્તાપણે જો! હવે કર્તાપણે ન જો ! એવી આ પાંચ ગાથા છે. આ આત્મામાં વર્તમાનમાં મોહ-રાગ-દ્વેષનો અભાવ છે. પર્યાયમાં સદ્દભાવ-દ્રવ્યમાં અભાવ આવું અસ્તિ-નાસ્તિ અનેકાંતનું સ્વરૂપ છે. કથંચિત્ આત્મા શુદ્ધ અને કથંચિત્ અશુદ્ધ એવું સ્વરૂપ નથી. આત્મા “સતા” એટલે જે અતિરૂપે છે, “અવબોધ” એટલે જ્ઞાન, “પરમચૈતન્ય” એટલે દર્શન અથવા વીર્ય અને “સુખની અનુભૂતિમાં લીન” અનુભૂતિ એટલે પર્યાય નહીં. એવા ત્રિકાળ સ્વભાવમાં લીન એટલે એવો આત્મા છે. ગુણી ગુણમાં રહેલો છે. ગુણ-ગુણીમાં રહેલા છે અભેદ છે. આવા ગુણોમાં આત્મા રહેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com