________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૩
ચૈતન્ય વિલાસ છે. આત્મા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, સુખમાં રહેલો છે પણ તે રાગમાં એક સમયની પર્યાયમાં રહેલો નથી. એક સમયની નિર્મળ પર્યાયમાં પણ એ આવી જાય તો પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થઈ જાય પણ એમ ત્રણકાળમાં બનતું નથી.
સોનું સોની પાસે તો નથી પરંતુ સોનું એની મલિન પર્યાયમાં પણ નથી. સોટસના શુદ્ધ નિર્મળઘાટ-પરિણામમાં પણ સોનું નથી. સોનું તો એના અનંતગુણોમાં રહેલું છે. સોનું ગુણમય છે.
એમ આ ભગવાન આત્મા કોઈ પરિણામમાં નથી. પરિણામ આત્માથી ભિન્ન છે તેથી પરિણામનો આત્મા કર્તા, કારયિતા, અનુમોદક અને એનું કારણ નથી. કર્તા તો નથી પણ એ પરિણામનો ખરેખર જ્ઞાતા પણ નથી. એ તો જ્ઞાયકનો જ જ્ઞાતા છે, એ પણ એટલા ભેદથી કહેવું પડે છે, બાકી જ્ઞાયક તો જ્ઞાયક છે.
કબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ બે દોષ છે. એ અનંતદુ:ખનું કારણ છે. એ કર્તાબુદ્ધિ છૂટે તો કર્તાનો ઉપચાર આવે; જ્ઞાતાબુદ્ધિ છૂટે તો જ્ઞાતાનો ઉપચાર આવે. સૂક્ષ્મ વાત છે. આ પાંચ ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે.
ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે છઠ્ઠાગુણસ્થાને મુનિરાજ લખે છે તો તેમને ચોથા ગુણસ્થાને તો કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે; તો ફરીથી કેમ લખે છે કે: આ પરિણામનો હું કર્તા નથી, કારયિતા નથી, કરાવનાર નથી, અને બીજો કોઈ કરે છે એ મારા ખ્યાલમાં છે, પણ બીજો કરે તો ઠીક પરિણામને એવું અનુમોદન પણ હું આપતો નથી.
કહે છે કર્તબુદ્ધિ તો ચોથે ગઈ અને આ બધાં નિર્મળ પરિણામો, શુદ્ધઉપયોગ વર્તે છે તેનો કર્તા હું નથી. હવે કર્તબુદ્ધિ જાય ત્યારે તો સમ્યકદર્શન થાય છે. કર્તબુદ્ધિ તો ગઈ છે છતાં કર્તા નથી...કર્તા નથી....કર્તા નથી....એમ શા માટે કહેવામાં આવે છે!? તો એમાં એક રહસ્ય છે.
કર્તા બુદ્ધિ તો ચોથે ગુણસ્થાને જાય છે જ્યારે નિર્મળ પર્યાયરૂપે પરિણમે છે આત્મા; ત્યારે નિર્મળ પરિણામનો આત્મા ઉપચારથી કર્તા છે. જેને કબુદ્ધિ ગઈ તેને કર્તાનો ઉપચાર આવે છે. હવે એ કર્તાનો ઉપચાર આવતો હતો એમાં સવિકલ્પ દશા આવી જતી હતી, છછું આવતું હતું.
આત્મા કર્તા અને શાસ્ત્રનું જ્ઞાન કર્મ એ તો દૂર રહો ! પણ છ સાતમે ગુણસ્થાને ઝૂલનારા મુનિરાજ, જે નિરંતર આનંદનું ભોજન કરનારા છે તે સંતો ફરમાવે છે કે શુદ્ધઉપયોગની પર્યાય પ્રગટ થાય છે અમને. શુદ્ધ પરિણતિ પણ છે અને અંદરમાં સાતમામાં જાઉં તો શુદ્ધોપયોગ થાય છે. હવે એ પરિણામે હું પરિણમું છું માટે એ પરિણામનો હું કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com