________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૬૩ પણ દષ્ટિપૂર્વક એક સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે (સાધકને) એ સાધક પોતાના આત્માને દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ જેમ છે તેમ, અભેદપણે એ જ્ઞાનમાં શેયપણે એમને જાણવામાં આવી જાય છે. ધ્રુવ પણ જણાય છે ને “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્” પણ જણાય છે. સામાન્ય ઉપાદેયપણે જણાય છે અને સામાન્ય ઉપાદેય થતાં (ઉપાદેય કરનાર વિશેષ)સામાન્ય-વિશેષ આખો પદાર્થ, તે જ્ઞાનમાં જ્ઞય થાય છે એટલે જણાય છે.
ધ્યેયપૂર્વક જ્ઞય હોય છે. એ સિદ્ધાંત ચૂકવા જેવો નથી. જેને ધ્રુવપરમાત્મા ધ્યેય થતો નથી ધ્યાનમાં, એને દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આત્મા જ્ઞાનમાં ય થઈ શકતો નથી.
કહે છે કે “સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.” જે ઇન્દ્રિયજ્ઞાન દ્વારા, છે દ્રવ્યોને જાણનારું જે ઇન્દ્રિયજ્ઞાન, એમાં જે ચિંતા હતી (અર્થાત ) ચિતમાં જે વિકલ્પ ઉત્પન્ન થતો હતો ઇન્દ્રિયજ્ઞાનમાં, એ ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી, આત્મા પાછો વળી જાય છે-ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે અને... અતીન્દ્રિયજ્ઞાનમાં, પરિણતિ તો છકે (ગુણસ્થાને) હતી, હવે શુદ્ધઉપયોગ પ્રગટ થાય છે. ત્યારે એની શું સ્થિતિ હોય છે એનું પોતે વર્ણન કરે છે. “કે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડીને પર, જાણવાના વિકલ્પ અને પરને જાણનારું જે ઇન્દ્રિયજ્ઞાન (માં) ચિંતા એટલે આકુળતા હતી, (એમને) સંજ્વલનના કષાયની આકુળતા ભલે હોઃ પોત-પોતાના ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણે, એ ચિંતાને જેણે છોડી છે, ને આકુળતા છૂટે છે ઈન્દ્રિયજ્ઞાનને ઇન્દ્રિયજ્ઞાનના વિષયો, એનો વ્યાપાર અટકી ગયો છે.
ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય તો તો કેવળજ્ઞાન થાય, પણ ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ અટકી ગયો છે. ભલે ઇન્દ્રિયજ્ઞાન લબ્ધરૂપે હજી સ્થિતિ રહે પણ એનો જે વ્યાપાર ઉપયોગરૂપનો-શાસ્ત્રનુખનો, શાસ્ત્ર લખવાનો કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ, છ દ્રવ્યના વિચારો, જે ચાલતા 'તા એ બધા વિચાર-માનસિક વિચાર એમને નિર્વિકલ્પ ધ્યાન વખતે-શુદ્ધઉપયોગ વખતે સહજ છૂટી જાય છે.
(કહે છે?) “ચિંતાને જેણે છોડી છે” એટલે? સહજ છૂટી ગઈ છે પરંતુ ઉપદેશમાં બીજું શું કહેવાય ? એ ચિંતાના ભાવ ઉત્પન્ન થતા નથી એટલે એને છોડયા છે એમ કહેવામાં આવે છે. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે” આત્માનું જ્ઞાન થયું ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ, એને રાગને છોડયો એમ નામમાત્રથી કહેવામાં આવે છે. ( આત્મા રાગને) ઉત્પન્ન કરે તો છોડ ને! ઉત્પાદક નથી તો એ છોડનારો પણ નથી. પણ એમ કહેવાય, એની (રાગની) ઉત્પત્તિ ન થઈ, ઇન્દ્રિય તરફના જ્ઞાનનો ને ઇન્દ્રિયવિષય તરફના જ્ઞાનનો વેપાર (ચિંતાના વિકલ્પો) એ બધા અંતરમુખ થતાં એ વ્યાપાર અટકી ગયો, ત્યારે ચિંતાને છોડી છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com