________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
પ્રવચન નં-૨૫ છે અને સમ્યકજ્ઞાન થતું નથી, એમ નથી. પણ સમ્યફદર્શનની સાથે-સાથે સમ્યકજ્ઞાનને સમ્મચારિત્ર પણ પ્રગટ થાય છે. અવિનાભાવ સંબંધ છે. ત્રણ રત્નત્રય પ્રગટ થાય છે!
એમાં દષ્ટિના વિષય પૂર્વક જે જ્ઞાન પ્રગટ થાય છે-જ્ઞાનમાં ધ્યેયપૂર્વક સ્વયજ્ઞાનમાં જ્ઞય-પોતાનો આત્મા જ્ઞય થાય છે–પ્રમેય થાય છે. ધ્યેયપૂર્વક.. જ્ઞાનમાં-ભાવશ્રુતજ્ઞાનમાંઅતીન્દ્રિયજ્ઞાનમાં, એ પોતાનો આત્મા કેવો (કેવડો) ય થાય છે.
(કહે છે કે, આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે-આપણે પહેલાં આંહીયાં ચારિત્રની મુખ્યતાએ આનો અર્થ કરવો છે ને દષ્ટિની મુખ્યતાએ અર્થ પણ પછી કરશું. અત્યાર સુધી આપણે શ્રદ્ધાના દોષની નિવૃત્તિ માટે, શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરી હતી. અને આ કળશમાંય વાત તો એ કરવાની છે, પણ પહેલાં એ મુનિરાજ સાક્ષાત્ મોક્ષનું કારણ જે થાય છે, એવી પર્યાયપરિણત એટલે કે શુદ્ધઉપયોગ કેમ પ્રગટ થાય છે, એ જે સ્થિતિ ચારિત્રની, એમાંથી એક સમ્યક્દર્શન થવાના કાળે પણ એ જ
સ્થિતિ હોય છે.
પહેલાં આપણે ચારિત્રની અપેક્ષાએ વાત કરીએ કેમ કે આમાં કહ્યું ને કે એ અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. એ મુનિરાજે પોતે કહ્યું છે. (શું કહે છે?) “આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે, જેણે એટલે જે સાધક થયો છે તે આત્મા, જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.”
પરપદાર્થને જાણવાની, ઈચ્છા અને ઇન્દ્રિયજ્ઞાનને ઈન્દ્રિયજ્ઞાનના વિષયો, અંતરમુખ થતું જ્ઞાન...એ ઇન્દ્રિયજ્ઞાન એમાં અટકી જાય છે-ઇન્દ્રિયજ્ઞાન કે જે પાંચ ઇન્દ્રિયોને છઠ્ઠી મનના જે વિષયો-છદ્રવ્યો બહારના એક (નિજ ) આત્મા સિવાય, એ બધાને જાણવાનું પોતાના જ્ઞાનને મર્યાદામાં લાવે છે-ઇન્દ્રિયજ્ઞાનને મર્યાદામાં લાવે છે ને મનદ્વારા ઉત્પન્ન થતા જે વિકલ્પોને પણ આત્મા છોડે છે, નિર્વિકલ્પધ્યાનની સ્થિતિની આ વાત ચાલે છે.
સાતમા ગુણસ્થાને-નિર્વિકલ્પધ્યાનમાંથી આવી, છઠ્ઠી ગુણસ્થાને (આવીને) સાતમા ગુણસ્થાનમાં અમે ગયા હતા, એની શું સ્થિતિ છે, એનું એમને જ્ઞાન થઈ ગયું છે ને જ્ઞાન રહી ગયું છે-સાતમાની સ્થિતિનું જ્ઞાન થઈ ગયું એ જ્ઞાન એમને રહી ગયું છે એટલે છઠ્ઠીમાં આવીને, (સાતમાગુણસ્થાનમાં ) નિર્વિકલ્પ ધ્યાનની શું સ્થિતિ હોય છે એનું વર્ણન આચાર્યમહારાજ કરે છે. આ દષ્ટિપૂર્વક જ્ઞાનની–સંધિની મૈત્રીની વાત ચાલે છે. કેવળ એકાંતે આત્મા માત્ર ધ્રુવ (જ) છે, અને ઉત્પાદ-વ્યય છે જ નહીં, માત્ર (આત્મ) દ્રવ્ય સામાન્ય છે, અને વિશેષ પર્યાયો સર્વથા નથી. એમ જે કોઈ માનતા હોય, તેથી તેનું જ્ઞાન ખોટું થાય છે ને જ્ઞાન ખોટું તો દષ્ટિ પણ ખોટી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com