________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૧
ચૈતન્ય વિલાસ રાજકોટ ઓડિયો કેસેટ શ્લોક ૧૦૯ ઉપરનું પ્રવચન નં-૨૫
તા. ૧૭-૭-૮૧ પરમાર્થ પ્રતિક્રમણ (અધિકાર) છે આ. ગાથા-૭૭ થી ૮૧ પાંચ ગાથા છે. પાંચ રત્નની ગાથા છે. રત્નની ઉપમા (આ ગાથાઓને) આચાર્ય ભગવાને આપી છે. આ શાસ્ત્ર ( શ્રીનિયમસાર) કુંદકુંદભગવાને, નિજભાવનાને અર્થે આની રચના કરી છે. એટલે અપ્રતિબુદ્ધ (જીવોને) સમજાવવાનું આંહીયાં મુખ્ય ઉદ્દેશ નથી. ગૌણપણે હો ! પણ મુખ્ય એ આંહીયાં વ્યવસાય નથી, શ્રીસમયસારમાં અપ્રતિબુદ્ધને સમજાવવા માટે (વ્યવસાય છે). અહીંયાં તો નિજભાવના અર્થે આ શાસ્ત્રની રચના થઈ છે.
ઉત્તર અવસ્થામાં હંમેશા જ્ઞાનીઓને નિજ ભાવના વધી જાય છે, જેમ ગુરુદેવનેય છેલ્લા પાંચ વરસથી દેખાતું હતું, પછી પોતે પોતાના જ ભાવ ઘૂટે! ને કોઈ ગામડામાં જાય ગુરુદેવ તો હવે દાખલા-દષ્ટાંતો (આપવાના) બધા બંધ થઈ ગયા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત કરતા હતા, કોઈ પણ જગ્યાએ હોય, વડોદરા હોય કે ગમે ત્યાં (હોય) સૂક્ષ્મ વાત નીકળતી 'તી. એમ આ (શ્રીનિયમસારમાં) નિજભાવનાને અર્થે (લખાયું છે.) બ્ર. શીતલપ્રસાદજી તો એમ કહે છે કે સમયસાર કરતાં પણ કોઈ અપેક્ષાએ, કોઈ વાત આમાં વિશેષ પ્રકારની આવી ગઈ છે. બ્ર. શીતલપ્રસાદજીએ પોણોસો વર્ષ પહેલાં આનો (હિન્દીમાં) અનુવાદ કર્યો એમાં એણે લખ્યું છે શ્રીનિયમસારની (ટકામાં), આ શાસ્ત્ર એટલું પ્રસિદ્ધ પામ્યું નહતું દિગમ્બરો પણ જાણતા નહોતા. પણ શ્રીસદ્દગુરુદેવના નિમિત્તે આ તત્ત્વ પ્રસિદ્ધ પામ્યું. બીજી વાત... આ શાસ્ત્રના ટીકાકાર ભાવિ તીર્થકર છે એટલે એમની ટીકાની જે દષ્ટિના વિષયની (–ધ્યેયની) વિશેષતા-પ્રધાનતા.રજુઆત કરવાની એમની શક્તિ, કોઈ અલૌકિકપણે આમાં દેખાય છે.
હવે એ આચાર્ય ભગવાને જ્યારે દષ્ટિના વિષયની વાત પૂરી કરી, આ પાંચ રત્નની ગાથાઓમાં (ગાથા ૭૭ થી ૮૧) એકલો દષ્ટિનો વિષય છે. મૂળ પાંચ ગાથા કુંદકુંદભગવાનની અને એની કરી ટીકા એ ટીકામાં ને મૂળ (પાઠમાં) એકલો દષ્ટિનો વિષય અકર્તા આત્મસ્વભાવ “શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે ” એ મથાળું હતું.
એટલે કોઈપણ-પરના પરિણામ કે સ્વના પરિણામનો પણ ભગવાન આત્મા કર્તા નથી, અકર્તા છે. એવો એક આત્મા-શુદ્ધ આત્મા ઉપાદેય છે, એમ દષ્ટિનો વિષય આપ્યો. હવે એ એને જ્યારે દષ્ટિ પ્રાપ્ત થાય છે, ખરેખર...એ દષ્ટિનો વિષય, દૃષ્ટિમાં આવે છે ત્યારે તે આત્માને સ્વસંવેદન-આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ જ્ઞાન પણ થાય છે-એકલું સમ્યકદર્શન થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com