________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦
પ્રવચન નં-૨૪ શો ઉપાય?
અહીંયાં કહે છે કે, એવા કષાયોનો (હું) કર્તા નથી, કારયિતા નથી ને (કર્તાનો) અનુમોદક નથી, હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું પણ કરતો નથી, હું પોતાની (આત્માની) ભાવનામાં પડ્યો છું. આહાહા ! એ થાય છે કે નથી થતા? આહા..હા! ખરેખર તો એનું લક્ષ પણ છૂટી જાય છે. આહા...હા ! સવિકલ્પદશામાં તે કાળે જાણેલો પ્રયોજનવાન થાય, પણ એ ડૂબકી મારી દ્રવ્યસ્વભાવમાં ત્યારે પરિણામ કેવાં થાય છે ને કેવાં થતાં નથી, એનું પણ એને લક્ષ હોતું નથી. લક્ષ તો ત્રિકાળીદ્રવ્યમાં જાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે.
અહીં ટીકામાં જેમ કર્તા વિશે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતા-વિષે પણ સમજી લેવું. ત્રણે બોલ બધામાં લાગુ પાડવા એમ કહ્યું. આ રીતે પાંચ રત્નોના શોભિત કથન-વિસ્તાર દ્વારા સકળ વિભાવપર્યાયોના સંન્યાસનું એટલે ત્યાગનું વિધાન કહ્યું છે. આહાહા! કર્તાપણાની બુદ્ધિ છોડાવવાનું વિધાન અહીંયા કર્યું.
હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે - જુઓ હવે દષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિની વાત આવે છે. દષ્ટિપૂર્વક-જેને સાચી દષ્ટિ થાય એનું જ્ઞાન શું કામ કરે? દષ્ટિનો વિષય, દષ્ટિમાં શ્રદ્ધામાં જ્યારે આવે, અને શુદ્ધનયથી, શુદ્ધઆત્મા જ્યારે શુદ્ધનયથી શુદ્ધનય આત્માને શુદ્ધ જે રીતે છે તે રીતે જાણે અને શ્રદ્ધા શ્રદ્ધા (-પ્રતીતમાં ભે) ત્યારે એનું જ્ઞાન શું કામ કરે છે? દષ્ટિપૂર્વક થયેલું-એ વખતે જ્ઞાન શું કામ કરે છે? આહા..હા ! કઢેલા દૂધમાં મેળવણની વાત આવે છે હવે!
પાણીમાં મેળવણ નાખે તો પાણી જામતું હશે? એમાંથી માખણ નીકળે? એમાંથી તો માખણ નીકળે નહીં. દૂધ જોઈએ અને તે દૂધમાં મેળવણ જોઈએ, એમ આ શ્લોકમાં દષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિની વાત આમાં (શ્રીપદ્મપ્રભમલધારિદેવ) કરે છે. જ્યાં એકલી દૃષ્ટિની વાત (પર્યાયરહિતદ્રવ્યની) વાત આવી ત્યાં એવા જ્ઞાનનો દ્રોહ જીવો કરી બેસે છે. જ્ઞાનનો દ્રોહ (જીવ) કરે તો દષ્ટિ ખોટી છે અને જ્ઞાનનો પક્ષ કરે જ્ઞાનના વિષયો જાણવાનાં એનો પક્ષ કરે તો દષ્ટિ ખોટી છે. આહા..હા! અપૂર્વ વાત અહીંયાં સંધિની કરે છે. કે “આ પ્રમાણે પંચરત્નો દ્વારા ” દષ્ટિપૂર્વક જ્ઞાનની મૈત્રી, સંધિ કેમ થાય છે ને કેવી રીતે એને (સાધકને ). નિર્વિકલ્પ ધ્યાનમાં દષ્ટિ અને જ્ઞાન પ્રગટ થઈને, એ જ્ઞાન શું, કેમ જાણે છે અને એ શેયના ભેદના વિકલ્પને છોડીને, એ શેયને પણ અભેદપણે જાણે છે ને ધ્યેયને પણ અભેદપણે શ્રદ્ધ છે, શ્રદ્ધાશ્રદ્ધે છે ને જ્ઞાન, અભેદપણે જાણે છે! ભેદભેદને કેમ જાણે છે એની વાત હવે કાલે આવશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com