________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૯ સ્ટેજ તો છે ત્યાં આવી જા. નિમિત્તના લક્ષે તું નિર્ણય કર! પહેલાં અનુમાનથી (યથાર્થ) નિર્ણય કર પછી આત્માના અનુભવથી તને નિર્ણય આવશે, આવશે ને આવશે.
કોઈકને એમ લાગે કે આત્માનો અનુભવ થઈ ગયો નથી કે તમે આટલું બધું જોર ધો છો ! ભાઈ જરા સમજવા જેવું છે-આ જ સમજવા જેવું છે. આહાહા! બધા જીવો (આત્માઓ) ભગવાન થાવ, આમ બે હાથ જોડીને કહેતા હુતા. શક્તિએ તો છો તમે ભગવાન બધા, પણ તમે બધા ભગવાન (પર્યાયમાંય) થાઓ ! આમ દ્રવ્યસંગ્રહમાં લખ્યું છે એમ શાસ્ત્રનો આધાર આપીને, મહાપુરુષ છે ને ! એમ મોટા પુરુષ, શાસ્ત્રનો આધાર આપીને પોતાના ભાવ રજુ કરે છે.
અરે! એક વખત દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કર કે હું અકર્તા છું પરિણામ થાય છે પણ પરિણામનો હું કર્તા નથી. એમ જો શ્રદ્ધા લાવીને પછી, પોતે આગમ-યુક્તિને અનુમાનથી પોતે તર્ક કરીને વિચાર કરીને એ જ કરે પોતે આત્માનો વિચાર તો આત્મા અકર્તા છે એમ તેને સવિકલ્પ ભેદજ્ઞાનમાં આવી જાય, અને કોઈ અપૂર્વ નિર્ણય થાય અને એ અપૂર્વ નિર્ણય પાછળ, અનુભવ કરીને સમ્યકદર્શનપર્યાય પ્રગટ થઈ જાય!
એવી વાત અત્યારે આ કાળમાં આવી ગઈ છે. (આમ નક્કી કરને!) કર્તા હું નથી હોં ભાઈ ! આહાહા! પરિણામ (સ્વય) થાય છે ને! હું જ્ઞાતા છું તે શું કરું? આહા...હા! હું તો પંગુ છું ને? હું તો પાંગળો છું ને! હું પર્યાયને કેમ કરું? પર્યાય (સ્વયં ) થાય એને કેમ કરું? પર્યાય, એનાં સ્વઅવસરે જન્મે છે, સ્વઅહેતુક છે અને સ્વઅવસરે વ્યય થાય છે, એની જન્મક્ષણ છે પર્યાયની, પર્યાયનો ક્રમભાવ પણ ફરતો નથી ને પર્યાયનો કાળ પણ ફરતો નથી. (શ્રીસમયસાર) તેરમી ગાથામાં નવેય તત્ત્વની વાત પર્યાયની કરી, કે થવા યોગ્ય છે. આહા....હા !
ચારે તરફથી આત્માનું અકર્તાપણું એટલે જ્ઞાયકપણું સિદ્ધ થાય છે એટલે જ્ઞાતાપણું અકર્તા તો નાસ્તિથી કહ્યું, કર્તબુદ્ધિ છોડાવવા માટે, આત્માના વિશેષણ અકારકને અવેદક એણે કહ્યું, અસ્તિથી તો એક જ્ઞાયક જ છે.
(શ્રોતા:) પ્રવચનસારમાં છેલ્લે છેલ્લે મોટા અવાજે અમે કહીએ છીએ એમ કહ્યું છે!
(ઉત્તર) હા, મોટા અવાજે આ પ્રતિપાદન કર્યું છે. આહા...હા ! હે ભવ્ય ! આત્માઓ હવે તો તમે સાંભળો, મને સંભળાવવાનો ભાવ થયો છે અને તમને સાંભળવાનો ભાવ થયો છે તો એટલું કહું છું કે તમે (આત્માનો) નિર્ણય કરો ને અનુભવ કરો! સંભળાવવાનો ભાવ થયો મને, તને સાંભળવાનો ભાવ થયો, હવે તું નિર્ણય કર અને અનુભવ કર! એ તો ઉપદેશના વાકયોમાં (કથનમાં તો) એમ જ આવે ને! તું કર, કર એમ જ કહે ને! બીજો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com