________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
પ્રવચન નં-૨૪ દેવ-ગુરુ-શાસ્ત્રની જો તને શ્રદ્ધા હોય તે સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરવા રોજ જાય છે, અને પૂજા કરે છે અષ્ટાર્ટુિકાપર્વમાં-પૂજા કરી રહ્યો છો, એ ફરમાવે છે કે ભગવાન આત્માબધાના આત્મા અકર્તા છે. કોનો અકર્તા છે? પોતાનાં પરિણામનો અને બીજા જડચેતનપદાર્થોના પરિણામનો આત્મા (સ્વભાવથી જ) અકર્તા છે કર્તા ત્રણકાળમાં નથી. આત્મા તો જ્ઞાતા છે કેવળ ? કેમ કે આત્મા જ્ઞાનગુણથી ભરેલો છે.
આત્મા જ્ઞાનગુણથી ભરેલો છે તો એમાંથી જે પ્રવાહ આવે છે એ જાણવાનો આવે છે, પણ કરવાનો પ્રવાહ એમાંથી આવી શકતો નથી. એમ સર્વજ્ઞ ભગવાનના કહેવાથી પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ તને મળ્યા એના કહેવાથી, એની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કર! એ સર્વજ્ઞ પરમાત્મા અન્યથાવાદી નથી, એ સર્વજ્ઞપરમાત્મા વીતરાગ છે. એ જેમ કહે છે એમ જ તારું સ્વરૂપ છે. એનાં ઉપર લક્ષ રાખીને તો શ્રદ્ધા કર! આહાહા! અને એના ઉપર લક્ષ રાખીને શ્રદ્ધા કરીશ...તને આવશે શ્રદ્ધા તો મારો આત્મા અકર્તા છે-એમ વિકલ્પાત્મક નિર્ણયમાં પણ એને અકર્તાપણું બેસશે એને વ્યવહારશ્રદ્ધા કહેવામાં આવે છે અને જો દઢ થઈ જાય કે હું અકર્તા છું એ વ્યવહારશ્રદ્ધાના વિકલ્પનો પણ અભાવ થઈને, પ્રત્યક્ષ અનુભવ થઈને સાક્ષાત્ અકર્તા....રૂપે આત્મા પરિણમી જશે.
અરે! તું દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કર! એ આત્મામાં અનુમાન લઈને તો શ્રદ્ધા કર! ભલે પછી, અનુભવ કરીને (અકર્તા-આત્માની) શ્રદ્ધા કર તો તારું કામ થઈ...જશે. મૂળ વાત છે, પાંચ રત્ન ! (શ્રીનિયમસારમાં ) શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો, પણ ક્યાંય એને (કોઈ ગાથાને) રત્ન વિશેષણ આપવાનું મન ન થયું. પણ જ્યાં અકર્તા ( આત્માની) વાત આવી આહા..હા! ભાવિ તીર્થકરનું મન થઈ ગયું (કહેવાનું આ પાંચ ગાથાને કેઃ) પાંચ રત્ન, આ તીર્થકર થવાના છે ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવ ! પોતે લખી ગયા છે અને (પૂ.) ગુરુદેવે આપણને જાહેર વ્યાખ્યાનમાં કહ્યું છે ખાનગીમાં નહીં,
અરે! પદ્મપ્રભમલધારિદેવ ભાવિ તીર્થકર અને ભાવિ તીર્થંકર..સૂર્યકીર્તિ મહારાજ તને કહે છે આહાહા! એ ખરેખર તો દ્રવ્યનિક્ષેપે તો એ તીર્થકર જ હતા. નેગમનયે તો એ તીર્થકરનો જ આપણને ભેટો થયો તો...
અરે! તીર્થકર ઉપર શ્રદ્ધા રાખીને તો શ્રદ્ધા કર કે હું અકર્તા (છું). આહા! મિથ્યાદર્શન હો કે સમ્યકદર્શનના પરિણામ, થાવ કે હો કે જાવ, એનો હું કર્તા નથી હું અકર્તાજ્ઞાયક-નિષ્ક્રિય-પરમાત્મા છું! આહા...હા! અપરિણામી છું એનું ધ્યાન તો ધર એક વખત ! તો તને તારું કામ થશે! (તને તારા દર્શન થશે!) (૮) વર્તમાન સ્ટેજમાં તો આવી જા, પહેલું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com