________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
પ્રવચન નં-૨૦ ત્યારે ગોદિકાજીએ એકલે હાથે સોળલાખ ખર્ચા. આ લગભગ વીસ વર્ષ પહેલાની વાત છે. ત્યારે ગુરુદેવે વ્યાખ્યાનમાં ફરમાવ્યું ત્યારે હું પણ ત્યાં હતો. ત્યારે બહારમાં ગોળીબાર અને અહીંયાં મિથ્યાત્વ ઉપર ગોળીબાર ગુરુદેવની વાણીમાં આવતો. બે જગ્યાએ ગોળીબાર.
એ વખતે ગુરુદેવને વ્યાખ્યાનમાં એવી મસ્તી ચડી ગઈ ! આપણને વ્યાખ્યાનમાં દેખાય હોં! આજની મસ્તી કાંઈક જુદી છે; આ જ કાંઈક સૂક્ષ્મ ન્યાય હવે આવશે. તેમણે વ્યાખ્યાનમાં ફરમાવ્યું કે, “નિર્મળ પર્યાયનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી.” કળશટીકામાં રાજમલજી સાહેબ કહે છે ઉપચારમાત્રથી કર્તા; અને આહા! ભાવિ તિર્થંકર ફરમાવે છે કેઃ નિર્મળપર્યાયનો હું ઉપચારથી પણ કર્તા નથી. વ્યવહારથી પણ કર્તા નથી એવું અકર્તાપણું-જ્ઞાયકપણું મારામાં છે.
એ વાત સાંભળી મને એવો પ્રમોદ આવી ગયો કે: દોડીને જ્યાં ઉતારો હતો ત્યાં ગયો પ્રમોદ જાહેર કરવા માટે, કે આજે આપે ગજબ કોહીનૂરનો હીરો આપી દીધો. કર્તા બુદ્ધિ છૂટી જાય, જ્ઞાતા બની જાય સાક્ષાત. પણ ઘણાં માણસો બેઠા હતા. બીજી વાતો ચાલતી હતી, થોડી વાર બેઠો અત્યારે કહેવાનો મોકો નથી તેથી પાછો ફરી ગયો.
રાજમલજી સાહેબ કહે છે-“નિર્મળ પર્યાયનો ઉપચાર માત્રથી કર્તા છે.” ગુરુદેવ ફરમાવે છે કે: “ઉપચારથી પણ કર્તા નથી.” એ જ વાત કુંદકુંદભગવાન ફરમાવે છે કે નિર્મળ પર્યાયનો ઉપચારથી કર્તા નથી ત્યારે અમને શુદ્ધોપયોગ દશા આવે છે. જ્યાં સુધી હું કર્તા અને નિર્મળ પર્યાય મારું કાર્ય છે એવો ભેદ પડે છે; ભેદ પડે તો કર્તાપણાનો ઉપચાર આવે અને અભેદમાં કર્તાપણાનો ઉપચાર છૂટી જાય છે. અભેદ શુદ્ધોપયોગ થાય ત્યારે હું કર્તા અને નિર્મળ પર્યાય મારું કાર્ય એવો ભેદનો જે ઉપચારરૂપ વિકલ્પ એ છૂટી ને નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે.
આહા! આ ગુરુ તો ગુર! જબરજસ્ત વ્યક્તિ થઈ છે. આહા ! એના તત્ત્વને જાણે અને અપનાવે તો કામ થઈ જાય. બાકી ડોકું “ના” માં ધુણાવે એમાં કામ ન થાય. ગુરુભક્તિમાં શુભભાવ થાય એવું તો અનંતવાર કર્યું.
આહાહા! એવી વ્યવહાર ભક્તિ અનંતવાર કરી કાંઈ નવી વાત નથી. મનુષ્ય કરતાં અસંખ્યભવ દેવના થયા. દેવના ભવ ક્યારે થાય? શુભભાવ ઉત્કૃષ્ટ હોય ત્યારે થાય પણ તેથી શું?! એ તો ગતિ છે. દેવગતિમાં એ દુઃખ છે ચારે ગતિ દુ:ખરૂપ છે. એક પંચમગતિ સુખરૂપ છે સિદ્ધગતિ.
આચાર્ય ભગવાન ફરમાવે છે-હું પરિણામનો કર્તા નથી. કર્તબુદ્ધિ ગઈ અને કર્તાનો ઉપચાર આવે છે એ ખટક્યો. ગુરુદેવની વાત અને કુંદકુંદભગવાનની વાત બેય મળી ગઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com