________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૫ (ઉપયોગમાંથી) છૂટી જાય છે તો તો અમે સમજી શકત! પણ આપ તો અકર્તાની સાક્ષાત મૂર્તિ છો જ્ઞાયક, તમે તો સંત છો. તમે પરિણામના કર્તા ન હો! આપ તો પરિણામના જ્ઞાતા હો! અને એ જ્ઞાતાનો નિષેધ કર્યો હોત તો તો અમે સમજી શકત, પણ આ પરિણામનો હું કર્તા નથી એમ કહેવાનો આપનો આશય શું છે તે કૃપા કરીને સમજાવો!
એક વખત આ વિષય લીધો ત્યારે યુગલજીસાહેબ પણ હતા. આ વાત ઘણી સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે ન સમજાય એમ નહીં. સૂક્ષ્મ છે એટલે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, શ્રવણમાં પણ માનસિક એકાગ્રતા જઈએ. મન ક્યાંય ભમતું હોય આહા ! અત્યારે ઉઘરાણી છે એનું શું થશે !? આ કાપડના પાર્સલ આવ્યા છે કે નહીં? એનું શું થશે !? આવા સ્વાધ્યાય વખતે મન ચંચળ હોય તો આચાર્ય ભગવાનને કહેવાનો જે આશય મર્મ છે એ એના જ્ઞાનમાં ન આવે. કલાક-દોઢ કલાક તો એણે મન ઉપર તાળું મારવું જોઈએ.
કેમકે પહેલા વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું મનમાં ગ્રાહ્ય થાય છે, અને પછી જ્ઞાનમાં ગ્રાહ્ય થઈ જાય છે. પહેલા મન વડે આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે તેથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ સમ્યક્દર્શન પામે છે. એનું કારણ છે કે મન એ વિશેષ તર્કથી-તર્કણાથી વિચાર કરી શકે છે. હિતાહિતનો વિચાર કરી શકે છે. આ ભાવ હિતરૂપ છે આ ભાવ અહિતરૂપ છે; આ સ્વ છે તે મારું છે અને આ પર છે તે મારું નથી એવું ભેદજ્ઞાન સવિકલ્પ ભેદજ્ઞાન મનવાળું પ્રાણી કરી શકે છે અને મન છૂટે તો અભેદનો અનુભવ પણ થઈ શકે છે. “મન પાવે વિશ્રામ અનુભવ યાકો નામ.” .
અહીં આચાર્ય ભગવાન સમજાવે છે હે ભવ્ય પ્રાણીઓ તમે કેવળ જ્ઞાતા છો. તમારામાં ઉત્પન્ન થતા પરિણામ એના પણ તમે કર્તા નથી. આહાહા ! એ કર્તબુદ્ધિ જશે તો તમને સમ્યકદર્શન થશે થશે ને થશે જ. સમ્યકદર્શનરૂપે પરિણમે તો એને સમ્યક્દર્શનનો કર્તા થયો એવા ઉપચાર પણ આવશે. ઉપચારમાત્રથી નિર્મળ પર્યાયનો કર્તા છે. એ કળશટીકામાં લીધું છે.
કળશટીકાકાર અનુભવી થઈ ગયા. એમણે એમ કહ્યું કે આ પરભાવનો ને પરદ્રવ્યનો કર્તા તો ઉપચારથી પણ નથી. પણ જ્યારે આત્મ સન્મુખ થઈ સમ્યકદર્શન -જ્ઞાન-ચારિત્રના નિર્વિકારી શુદ્ધ પરિણામ પ્રગટ થાય ત્યારે તે આત્મા તે ભાવરૂપે પરિણમે છે. પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ એમ ઉપચારથી નિર્મળ પરિણામનો કર્તા કહેવામાં આવે છે. એ ઉપચારમાત્રથી; ઉપચારથી એમ ન લખતાં ઉપચારમાત્રથી કર્તા છે. અમે અમારા નિર્મળ પરિણામનાં ઉપચારમાત્રથી કર્તા છીએ.
ઘણાં વખત પહેલાની આ વાત છે. જયપુરમાં પ્રતિષ્ઠા હતી. ટોડરમલ સ્મારક થયું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com