________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
પ્રવચન નં-૮ પડ્યો ને હું કર્તા છું એમ માન્યું તો સંસાર ઉભો થશે. અને હું જાણનાર દેખનાર છું સિદ્ધની જેમ તો વર્તમાનમાં અનુભવ થશે અને અલ્પકાળમાં સિદ્ધ થઈ જઈશ.
પહેલા સિદ્ધ સામે જોયું પછી અહીંયા જોયું. પહેલા સિદ્ધની સામે જોવું, કે: સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે; તેમ હું પણ જાણનાર દેખનાર છું તો અહીં આવ્યો અને “હું પણ,” આવ્યું ને? “પણ” કેમ જડયું? કેઃ તમે જાણનાર-દેખનાર અને હું પણ જાણનાર દેખનાર. હું તમારાથી જરાય જુદો નથી. તમારામાં શું ક્રિયા થાય છે? કેઃ જાણવા-દેખવાની મારામાં શું થાય છે? કેઃ જાણવા-દેખવાની. મારામાં મિથ્યાત્વની ક્રિયા થાય છે ને? કેઃ “ના.' એ પુદગલ કરે છે તું એને નથી કરતો. હું!? આ રાગ-દ્વેષ ને કોણ કરે છે? પુદગલ કરે છે. આમાં નિયમસારમાં ચોખ્ખો પાઠ છે. કાંઈ ઘરની વાત નથી.
હું નારક પર્યાય નથી, કેમકે પૂર્વે આરંભ અને પરિગ્રહ મેં કર્યા જ નથી. કેમકે મારામાં પૂર્વે કરવાપણાનો જ અભાવ હતો. નરકમાં જીવ જાય છે અને નારકની પર્યાય જે મળે છે એ ખૂબ, હિંસા-જુદું-ચોરી-વ્યભિચાર-પરસ્ત્રીગમન-ઈત્યાદિ એ જે પરિણામ છે, એ આરંભ અને પરિગ્રહના પરિણામથી જીવ નરકમાં જાય છે. પણ એ આરંભ-પરિગ્રહને તે કરતો નથી. એટલે જીવને નરકની પર્યાય પૂર્વે એને થઈ જ નથી. શ્રેણિક મહારાજા નારકની પર્યાયથી રહિત ભગવાન આત્મામાં બેઠા છે. અત્યારે એ નરકની પર્યાયમાં નથી. અને શ્રેણિક મહારાજાનાં જીવે આરંભ અને પરિગ્રહ પૂર્વે કર્યો નથી. કેમકે કાર્યનું કારણ તો આરંભ અને પરિગ્રહ છે તેનાથી મારો આત્મારહિત છે. હું આરંભ પરિગ્રહ કરું તો નરકમાં જાઉં ને!?
આહાહા ! આવો જીવ એણે જોયો નથી. આવા શુદ્ધાત્માના દર્શન એક સમયે માત્ર એણે કર્યા જ નથી. એક સમય જે દર્શન થઈ જાય તો વર્તમાનમાં આલોચના, ભૂતકાળનું પ્રતિક્રમણ અને ભવિષ્યકાળનું પ્રત્યાખ્યાન-પચખાણ થાય. હું પચખાણ લઉં છું ભવિષ્યમાં હું પ્રતિજ્ઞા કરું છું કે રાગને કરીશ એવો અભિપ્રાય મને હવે આવવાનો નથી. મોક્ષમાં જતાં પહેલા દેવ પર્યાય અને મનુષ્ય પર્યાય આવશે, પણ તે-તે પર્યાયને હું કરું અને દેવ-મનુષ્ય પર્યાય મે કરી એવો ભાવ આવશે નહીં. કેમકે દેવ પર્યાયને યોગ્ય શુભભાવ અને મનુષ્ય પર્યાયને યોગ્ય મિશ્રભાવ, એ ભાવ મારામાં છે જ નહીં ને!? તો પછી તેને હું કરું ક્યાંથી? હું કરું તો દેવ-મનુષ્ય થાઉં ને?! બહુ ઊંચા પ્રકારની ગાથા છે.
રત્નની ગાથા કોને કહે? પાંચ રત્ન. આ શંખલાની ગાથા નથી. શંખલાની કાંઈ કિંમત નહીં.
અરે! તું તારા સ્વરૂપને જોઈ લેને એકવાર! અમે કહીએ છીએ કે આ તારું સ્વરૂપ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com