________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૯૯ રહ્યો હતો મેં મને કર્તા માન્યો એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ !
આત્મા જાણનાર છે, કરનાર નથી ભાઈ ! આત્મા જ્ઞાતા છે કર્તા નથી. કર્તબુદ્ધિ રાખીને મરી ગયો ધર્મ ન થયો. ધર્મ થાય તો સુખી થાય. ધર્મનો કરનાર નથી ત્યારે ધર્મ થાય છે. ધર્મનો કરનાર નથી ત્યારે ધર્મ થયા વિના રહેશે નહીં. અને જે ધર્મનો કર્તા થાય એ અધર્મનો કર્તા થઈ ગયો, તો આત્મા શુદ્ધ રહેતો નથી. અશુદ્ધ આત્મા જ દષ્ટિમાં આવી ગયો.
થવા યોગ્ય થાય છે અને જાણે છે. આત્મા કરનાર નથી આત્માને કરનાર ન દેખો; આત્માને જાણનાર દેખો. જાણનારને જાણનારપણે દેખો! પણ દેખો જાણનારને. હવે જાણનારને કરનાર પણ ન દેખો. કળશટીકામાં કહ્યું, અરે ! આવી ભેદજ્ઞાનની વાત અમે કહીએ અને ક્યો જીવ એવો હોય કે જેને શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થાય!? ક્યો જીવ એવો હોય કે એને શુદ્ધાત્માની દષ્ટિ ન થાય ?! આવું ચોખ્ખું હથેળીમાં બતાવીએ છીએ કે આ જીવ છે અને આ અજીવ છે.
જીવ અકર્તા છે તેથી અકર્તાને કર્મ ન હોય, કર્તા હોય એનું કર્મ હોય, પણ અકર્તાને કર્મ ન હોય. જો અકર્તાને કર્મ હોય તો અકર્તા રહેતો નથી.
આમ તો અમારે રવિવારે-બુધવારે કળશટીકા ચાલે છે. પણ...એમ વિચાર આવ્યો કે એક ઊંચી વાતનો સ્વાધ્યાય અમે કરીએ છીએ, તો એમ થયું કે એક વાત આજે કહી દેવી. આત્મા અકર્તા છે એ ઊંડા સંસ્કાર રહેશે ને તો કામ થઈ જશે, એની કર્તા બુદ્ધિ છૂટી જશે. કર્તા બુદ્ધિ અભિમાન છે. મરી ગયો અભિમાન કરીને.
આત્મા શુદ્ધ કેમ છે એ ખબર છે? કે અકર્તા રહી ગયો છે માટે શુદ્ધ છે. ટીકાની પહેલી લીટીમાં માલ ભર્યો છે. શુદ્ધ આત્માને “શુદ્ધ' એવું વિશેષણ કેમ મુકયું? કે કર્તા નથી માટે. આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. સકળ કર્તુત્વનો અભાવ કર્યો એમ નથી લખ્યું. આત્મામાં કર્તાપણાનો અભાવ જ છે, માટે અકર્તા છે, અને અકર્તા હોવાથી શુદ્ધ છે એમ. પહેલા કર્તા બનતો હતો અને એ કર્તાપણું છૂટયું માટે અકર્તા થયો એમ નથી.
ત્રણેકાળ આત્મા અકર્તા છે. કેમકે પૂર્વે નારકની પર્યાયનો કર્તા પુદગલ હતો, એને પુદ્ગલ કરતું 'તું; કરનાર નહતો. કરતો નથી કરાવનાર નથી અને કર્તાને અનુમોદન કરતો નથી. હું તો જાણનાર છું.
આત્મધર્મ અંક છે તેમાં ગુરુદેવે બહુ ઊંચી વાત કરી છે. તેમાં ૧૫૪મો બોલ છે તેમાં ચોથાબોલમાં એમ કહ્યું કેઃ જેમ સિદ્ધ ભગવાન જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર છો. સિદ્ધની જેમ? કે “હા.' સિદ્ધની જેમ જાણનાર દેખનાર છો. સિદ્ધથી જુદો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com