________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૯૮
પ્રવચન નં-૮
નિષેધ કરજે, નિશ્ચયનય વડે કે નિશ્ચયથી હું કર્તા નથી. ભલે! આપ વ્યવહા૨થી મને કર્તા બતાવો છો-આગમથી પણ હું તો એનો નિષેધ કરીશ. આપે જ મને શીખવાડયું છે કે વ્યવહા૨ સઘળોય અસત્યાર્થ-અભૂતાર્થ છે. આ ટંકોત્કીર્ણ ગાથા જૈનદર્શનનો પ્રાણ છે.
અગિયાર ગાથાના આધાર વડે મેં જાણ્યું કે આત્મા, આત્માના પરિણામનો કર્તા નથી. અકર્તા છે માટે શુદ્ધ છે. આત્મા પરિણામને કરે તો શુદ્ધ રહેતો નથી. આ તો જેને ધર્મ કરવો હોય એની વાત છે. કર્મ કરવું હોય એને કાંઈ આત્મા હાથમાં નહીં આવે.
તે કહે-કાંઈક કરવું તો જોઈએ ને? કેઃ ‘હા ’, આત્મા અકર્તા છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં લે એનું નામ સમ્યક્ પ્રકારે કરવું છે. એ ક્રિયા સ્વભાવભૂત છે. જેવો પોતાનો આત્મા છે એવા સ્વરૂપનો અંતર સન્મુખ થઈ અને એના ઉપર દષ્ટિ દેતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. અને એ અતીન્દ્રિય જ્ઞાનમાં આત્મા અકર્તા છે એવું ભાન થાય છે. ત્યારે કહે છે કે મિથ્યાત્વ જાય છે. તો પૂર્વે કરેલું દુષ્કૃત્ય મારૂં મિથ્યા હો તો મિથ્યા થઈ ગયું.
હવે કેવી રીતે મિથ્યા થાય છે એનું એકે'ક પ્રકારથી વર્ણન કરે છે. આ સમુચ્ચય મેં વાત કરી, હવે એક એક બોલથી વાતમાં ઉતારવું છે જુઓ! “ બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું ના૨ક પર્યાય નથી.” શું કહે છે? મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે કે: હું પૂર્વે નારકી થયો ન હતો. અનંતકાળથી ચારગતિમાં રખડતાં અનંતવા૨ નારકીપણે, મનુષ્યપણે, અનંતવાર સ્વર્ગપણે, અનંતવા૨ે તિર્યંચપણે થયો છે!? કેઃ ‘ના' એક સમયમાત્ર પણ પૂર્વે નારકી થયો ન હતો. હું નારકી થયો એમ મેં માન્યું હતું; આજે મને સ્વરૂપનું ભાન થયું કે: હું પૂર્વે નારકી થયો નહતો. નારકી થયો હતો એમ માન્યું હતું એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
"
જ્યાં અકર્તા એવા આત્માના દર્શન કર્યાં ત્યાં પૂર્વનું જે શલ્ય હતું એ વર્તમાનમાં આલોચના થઈને નીકળી ગયું, અને વર્તમાનમાં હું મનુષ્ય નથી એમ જ્યાં ભાન થયું. ત્યાં પૂર્વે મનુષ્ય ન હતો, પૂર્વે નારકીમાં ગયો નથી. પૂર્વે સ્વર્ગમાં આત્મા ગયો નથી. આત્મા તો પારિણામિક ભાવમાં રહેલો છે. આત્મા પર્યાયમાં ક્યાં જાય છે?! પર્યાયમાં જાય તો પર્યાયને કરે ને !? ‘ તદ્દરૂપો ન ભવિત '. ભગવાન આત્મા અનાદિ અનંત નિષ્ક્રિય છે.
આ વાત એવી ઊંચી છે કે: એક રૂપિયાની લોટરી ભરે અને કરોડ રૂપિયા આવે, અને થોડો પ્રયત્ન કરે ને કામ થઈ જાય. એની શ્રદ્ધા પલટાવી જોઈએ. એની જે મિથ્યા માન્યતા છે “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા ”, આહાહા! આ બધું કામ મારાથી થાય છે!? ભાઈ માનતો ’ તો ભલે, પણ આજે જ્યાં પરમાર્થ પ્રતિક્રમણની વાત સાંભળી, અરે! હું તો અકર્તા છું. અકર્તા છું કેઃ અકર્તા થયો ?! કહે-અકર્તા છું આજે હું અકર્તા છું અને ત્રણેકાળ અકર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com