________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ પણ.....આત્મા શુદ્ધપણ હોય અને અશુદ્ધ પણ હોય, કથંચિત્ શુદ્ધ કથંચિત્ અશુદ્ધ એમ છે નહીં. સર્વથા શુદ્ધ છે સર્વથા. આ મિથ્યાત્વના પ્રતિક્રમણની વાત ચાલે છે.
આહાહા ! એણે આત્મા જોયો નથી આવા શુદ્ધાત્માના દર્શન એક પળમાત્ર પણ કર્યા નથી, તેણે અનેક પ્રકારના ક્રિયાકાંડ કર્યા. દ્રવ્યલિંગી મુનિ પણ થયો; આ જેટલા બેઠા છે એ બધા દ્રવ્યલિંગી મુનિ થયા છે. આહાહા ! અગિયાર અંગનું ભણતર ભણ્યો, બાર પ્રકારના તપ તપ્યો પણ....એણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ ન કર્યું. મિથ્યાત્વનું અપ્રતિક્રમણ હોય અને કષાયનું પ્રતિક્રમણ થઈ જાય એમ કોઈ કાળે બને નહીં. એવો ક્રમ છે.
પહેલાં મિથ્યાત્વ જાય, પછી અવ્રત જાય, પછી કષાય જાય, પછી યોગ જાય એમ અનાદિનો એનો ક્રમ છે. આસ્રવના નિરોધ પૂર્વક જ સંવર થાય. અને આસવના નિરોધ પૂર્વક જ વિશેષ ચારિત્ર-સ્થિરતા થાય.
અહીંયાં કહે છે કે શુદ્ધાત્મા ત્રણે કાળ શુદ્ધ એટલા માટે છે કે અકર્તા છે એટલા માટે શુદ્ધ છે. કર્તા માને છે એ આત્માને શુદ્ધ માનતો જ નથી. જે આત્મા, આત્માને કર્તા માને છે; એટલે ઉપાદાનપણે કર્તા કે નિમિત્તપણે કર્તા માને છે એ આત્માને અશુદ્ધ માને છે. અને એની દષ્ટિમાં અશુદ્ધતા આવે છે. એટલે તેને અશુદ્ધની પ્રાપ્તિ થયા કરે છે. અશુદ્ધતા એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ ચાલુ જ રહે છે.
આત્મા અકર્તા છે માટે શુદ્ધ છે એમ અહીંયાં કહે છે. આત્મા શુદ્ધ શા માટે છે? કે: કર્તા નથી માટે શુદ્ધ છે. આ ટીકાની પહેલી લીટીમાં જ લખ્યું છે.
પહેલી લીટી ફરીથી, “અહીં શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ છે. કર્તા નથી માટે આત્મા શુદ્ધ છે. કે આ પરિણામ થાય છે ને? એને કોણ કરે છે? કે તારે સાંભળવું છે? કેઃ “હા”, મારે સાંભળવું છે. એક તો પર્યાય સત્ છે માટે પર્યાય પર્યાયને કરે છે.
હવે તને બીજો એક પ્રશ્ન થશે કે પર્યાય દ્રવ્ય વિના ન હોય તો એ પર્યાયનો કર્તા કોઈ દ્રવ્ય બતાવો?! તો આ ગાથામાં બતાવે છે કે પુગલ કર્મ એ વિભાવભાવનો કર્તા છે. માટે હું કર્તાય નથી, કારયિતા” ય નથી, અને બીજો કરે છે એને ટેકો આપતો નથી. એટલે અનુમોદક નથી.
આહાહા! આત્મા અકર્તા છે માટે શુદ્ધ છે. એ સમયસાર ૭૩ ગાથામાં કહ્યું છે કે સમસ્ત પ્રક્રિયાથી પાર ઉતરેલી (નિર્મળ અનુભૂતિ) પકારકની ક્રિયાથી પાર ઉતરેલી નિર્મળ અનુભૂતિ માત્ર હોવાથી શુદ્ધ છે. પરિણામનો કર્તા નથી માટે શુદ્ધ છે. અહીંયા પરિણામનો કર્તા નથી માટે શુદ્ધ છે. પરનો તો કર્તા નથી-નથી ને નથી જ. નિશ્ચયથી નથી ને વ્યવહારથી નથી. પણ ક્યાંય કદાચ પરિણામનો કર્તા વ્યવહારથી લખ્યું હોય તો એનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com