________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
પ્રવચન નં-૮ સમ્યક્રદર્શન-શાન નહોતું થાતું.
હવે જયારે હું અકર્તા છું એવું ભાન થયું તો નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માના દર્શન થયા....તો ભૂતકાળમાં મેં જે કાંઈ માની રાખ્યું 'તું એ દુષ્કૃત્ય મિથ્યા હો ! તે પ્રતિક્રમણ.
અજ્ઞાની જીવોનો સોનગઢ ઉપર એક આપેલ છે. તેની અણસમજણ છે ને!? આક્ષેપ કરે કે સોનગઢમાં સામાયિક નહીં, પ્રતિક્રમણ નહીં, પ્રત્યાખ્યાન નહીં, આલોચના નહીં, કાંઈ નહીં! ભાઈ ! ખરેખર જ્ઞાની થાય ત્યારે જ સામાયિક, પ્રતિક્રમણ, આલોચનાને પ્રત્યાખ્યાન હોય છે. અજ્ઞાનીને સામાયિકેય ન હોય, પ્રતિક્રમણ ન હોય, પ્રત્યાખ્યાન ન હોય પણ કષાયની મંદતા હોય. કષાયની મંદતા જુદી ચીજ છે અને પ્રતિક્રમણ આલોચના-પ્રત્યાખ્યાન જુદી ચીજ છે. પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના સંવર-નિર્જરારૂપ છે, શુદ્ધતારૂપ છે. કષાયની મંદતા તે અશુદ્ધતા છે અને તેનાથી કર્મ બંધ થાય છે. પ્રતિક્રમણથી કર્મનો બંધ ન થાય, કર્મની નિર્જરા થાય.
પહેલાં હંમેશા મિથ્યાત્વનું પ્રતિક્રમણ હોય, પછી અવ્રતનું, પછી કષાયનું અને પછી યોગનું પ્રતિક્રમણ છેલ્લું, તીર્થકર જેવા તીર્થકર પણ દેશનાલબ્ધિ થાય અને ગિરનાર કે સમેદશિખર ઉપર જઈને, સમોસરણ વિખાઈ જાય અને છેલ્લે યોગનો વિરોધ કરે છે. યોગ નામનો આસ્રવ તેને પણ રહી જાય છે. યોગનો નિરોધ કરું એવો એમને વિકલ્પ નથી-વિચાર નથી; કેમકે મન તો મરી જ ગયું છે. પણ એ શુદ્ધોપયોગની-કેવળજ્ઞાનની એવી દશા પ્રગટ થાય છે, કે જેમાં છેલ્લું યોગનું કંપન થાય છે. પ્રદેશનું કંપન થાય છે એમાં કર્મ આવે છે. ચાર પ્રકારના કષાયોનો તો ક્ષય થઈ ગયો છે. એટલે એને અકષાય યોગ કહેવાય. યોગનો નિરોધ થાય છે. ત્યારે કંપન બંધ થઈ જાય છે, ત્યારે સિદ્ધદશાને પામે છે.
ચાર પ્રકારના આગ્નવોનો નિરોધ કરવો એનું નામ પ્રતિક્રમણ. મિથ્યાષ્ટિને મિથ્યાત્વનું પ્રતિક્રમણ હોય. અવિરતીને અવ્રતનું પ્રતિક્રમણ હોય અને મુનિરાજને સંજ્વલનના તીવ્ર અને મંદ બે પ્રકારના કષાય હોય. છઠે તીવ્ર સાતમે મંદ હોય છે. છઠે શુભઉપયોગને શુદ્ધપરિણતિ અને સાતમે એકલો શુદ્ધ ઉપયોગ હોય શુદ્ધ પરિણતિ ન હોય.
અહીંયા તો પરમાર્થ પ્રતિક્રમણમાં તો મુખ્યપણે મુનિરાજની ભૂમિકાની વાત કરે છે. પણ...મુનિ થવા પહેલા મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે. એટલે પહેલા આપણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કેમ થાય અજ્ઞાની જીવને એની મુખ્યતાથી અત્યારે વાત કરીએ છીએ.
ટીકા- “અહીં શુદ્ધ આત્માને.” આત્મા એટલે શુદ્ધ જ હોય. આત્મા શુદ્ધ પણ હોય અને અશુદ્ધ પણ હોય તેવા આત્માના બે પ્રકાર સર્વજ્ઞ ભગવાને જોયા નથી. અશુદ્ધતા આસ્રવની હોય એમ ભગવાને જોયું છે, અને શુદ્ધતા જીવની હોય એમ ભગવાને જોયું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com