________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ છું કાં પરદ્રવ્યનો કરનાર-નોકર્મનો કરનાર, દ્રવ્યકર્મનો કરનાર એમ માને છે તેને કહે છે કેઃ (ક્યારેય) ભાવકર્મનો પણ કર્તા બની શકતો નથી.
(કેમ કે ?) એ તો અકર્તાપણે ( સદાય) રહેલો છે. તારી બુદ્ધિ બગડી છે પણ સ્વભાવ બગડતો નથી. એનાથી આગળ વધે તો જે સમ્યગ્દર્શનશાનચારિત્રના પરિણામ જે થાય, એનો હું કર્તા છું એમ જ માને, તો એની દૃષ્ટિમાંથી અકર્તાપણાનું લક્ષ છૂટી જાય છે અને સમ્યગ્દર્શનચારિત્રના પરિણામ એનું કર્મ બનતું નથી પણ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર એનું કર્મ બની જાય છે.
કેમ કે સ્વભાવથી (આત્મા) સમ્યકદર્શનનો પણ અકર્તા છે. સ્વભાવથી આત્મા, ક્ષાયિકભાવનો અકર્તા છે. એવું અકર્તાપણું મૂળ આત્માનો સ્વભાવ છે જ્ઞાયક હોવાથી હું અકર્તા છું, અથવા અકર્તા હોવાથી હું જ્ઞાતા છું જ્ઞાયક હોવાથી હું અકર્તા “જ” છું. કથંચિત કર્તાને કથંચિત, અકર્તા, એ (આત્મ) વસ્તુના એકરૂપ સ્વભાવમાં નથી.
આ દ્રવ્યદૃષ્ટિનો વિષય (–ધ્યેય) છે. અને આવા અકર્તા આત્માનું “લક્ષ' એક સમયમાત્ર એણે કર્યું નથી. અને પોતે અકર્તા સ્વભાવે તો પડિકાબંધ રહ્યો છે એવો ને એવો. એ માને પરિણામનો કર્તા કે પરપદાર્થના પરિણામનો કર્તા માને તો માનો; પણ (આત્મ) વસ્તુ પર પરિણામનો કે પરભાવનો કે ક્ષાયિકભાવનોય કર્તા બની શકતો નથી.
આહા.... હા. ! એવો અકર્તા સ્વભાવ જ્યાં આવ્યો, કુંદકુંદભગવાને પાંચ ગાથાઓનું અવતરણ જ્યાં કર્યું, ત્યાં ટીકાકારે (-પદ્મપ્રભમલધારિદેવ ) એને એમ ઉપમા આપી કે, કુંદકુંદઆચાર્ય ભગવાન, આત્માનું અકર્તાપણું બતાવે છે.
જે સમયસારમાં કર્તાકર્મ અધિકાર જે એ વ્યવહારનો છે, આ અકર્તાનો અધિકાર (ગાથા-૭૭ થી ૮૧) નિશ્ચયનો અધિકાર છે.
(શ્રી સમયસારમાં) કર્તા-કર્મ-અધિકારનો મહિમા, એટલા પૂરતો મર્યાદિત રાખ્યો છે, કે એમના વખતમાં ઈશ્વરના કર્તાવાદી જન્મ્યા હતા. કે બધું ઈશ્વર જ કરે ત્યારે કહ્યું કે ઈશ્વર કર્તા નથી, આત્મા જ પોતે પોતાના પરિણામનો કર્યા છે, અને જ્યાં એક બીજો મત નીકળ્યો (સાંખ્યમત કે જે એમ માને છે કે રાગાદિ પરિણામ થાય એનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે ઈ ક્રોધ કરાવે છે હું શું કરું! એ મને રખડાવે છે એમ કર્મને (-પ્રકૃતિને) કર્તા માનનારાના મતનું ખંડન કરવા માટે, વ્યવહારનયે આત્માને કર્તાપણે સ્થાપીને, એનાં પરિણામ સાથે એને વ્યવહારનયે વ્યાપ્ય-વ્યાપક સંબંધ હોવાથી કર્તા-કર્મ સંબંધ (સ્થાપ્યો) છે, પણ નિશ્ચયથી તો.... પોતાના પરિણામ સાથે પણ વ્યાપ્ય-વ્યાપક સંબંધનો અભાવ હોવાથી આત્મા ત્રણેકાળ અકર્તા છે. એક સમય માત્રપણ પરિણામનો અશુદ્ધપરિણામ હો કે શુદ્ધપરિણામ હો, એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com