________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧
તા. ૨૬-૫-૭૯ તથા ૨૭-૫-૭૯
ઝવેરી બજાર મંદિરમાં મુંબઈ-પ્રવચન નં. ૧ હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે.”
શું કહ્યું? કે શ્રીસમયસાર શાસ્ત્ર-અધ્યાત્મ શાસ્ત્ર ઘણું ઊચું છે. સમયસાર પછી આ શ્રીનિયમસાર શાસ્ત્ર ઘણું ઊંચું છે. સમયસાર ભણીને જ પછી નિયમસાર ભણે તો એને વધારે સમજાય. અને એમાં પણ, નિયમસાર શાસ્ત્રમાં શુદ્ધભાવ અધિકાર ઘણો ઊંચો ! શુદ્ધઆત્માનો અધિકાર, પણ એમાં ક્યાંય, કોઈ ગાથાઓ ઉપર મથાળું રતનનું ન બાંધ્યું, ૩૮ મી ગાથાને રતનની ઉપમા ન આપી, તો આચાર્ય ભગવાન ફરમાવે છે કે, આ પાંચ ગાથા છે (૭૭ થી ૮૧) એ રતન જેવી છે એમ. રત્નોની ઉપમા કેમ આ પાંચ ગાથા ને આપી?
કે: અનાદિકાળથી આત્મા, સ્વભાવે બધાના આત્મા, નિશ્ચયથી અકર્તા હોવા છતાં પણ.... એવા અકર્તા આત્માનો સ્વીકાર નહીં કરીને, એનો અનાદર કરીને-એનું લક્ષ નહીં કરીને-અકર્તા છું એવું શ્રદ્ધાન-જ્ઞાન ઉત્પન્ન નહીં કરીને-આત્મા સ્વભાવે અકર્તા હોવા છતાં પણ, એવા પોતાના નિજ આત્માને, પરનો અને પરભાવનો અને પરિણામના ભેદોનો કર્તા માને છે, તેથી તે ચારગતિમાં-સંસારમાં રખડે છે.
માટે, અહીંયા આત્મા અકર્તા છે, કોનો અકર્તા છે એ વિગતથી કહેશે. પણ અકર્તા કહીને, કર્તા નથી-કારયિતા નથી-કર્તાનો અનુમોદક નથી ને કારણ પણ નથી, (આમ) ચાર પ્રકાર પાડીને અકર્તાનું સ્વરૂપ સમજાવશે.
આત્મા, સ્વભાવથી ત્રણેકાળ અકર્તા છે, એ જીવ માને કે હું મારા પરિણામનો કર્તા છું તો (એનામાં) અજ્ઞાન ઊભું થશે. પણ સ્વભાવ... પોતે.... કર્તા. બની શકશે નહીં. જેમ કોઈ એમ માને કે સંસારદશામાં હું સંસારી છું ત્યાં સુધી અશુદ્ધ છું એ માને ભલે! જીવતત્ત્વ અશુદ્ધ થવા અશક્ય છે. ભલે માને કે હું દુઃખી છું પરંતુ જીવતત્ત્વ દુઃખના ભાવરૂપે થાય તે અશક્ય છે એ સુખના સ્વભાવને છોડતો નથી, અને દુઃખના ભાવને ગ્રહી શકતો નથીઅશક્ય છે. એમ આત્મા પોતાની નિશુદ્ધતાને છોડતો નથી અને અશુદ્ધતાને એ ગ્રહતો નથી. એમ ભગવાન આત્મા, બધાના આત્મા, ભવી હો કે અભવી હો-બધાના આત્મા કે જે શુદ્ધનયનો વિષય છે, જે સમ્યગ્દર્શનનો વિષય (–ધ્યેય ) છે એવો જે (ત્રિકાળી) શુદ્ધ આત્મા, ચિદાનંદ આત્મા, સ્વભાવથી અનાદિ-અનંત અકર્તા છે.
શું કહ્યું? અનાદિ-અનંત અકર્તા છે. અકર્તા એનો મૂળસ્વભાવ છે. ખરો સ્વભાવ એનો અકર્તા છે. આવા અકર્તા સ્વભાવને દષ્ટિમાં નહીં લેતો-હું આનો કરનાર છું, કરનાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com