________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XV
ચૈતન્ય વિલાસ ને અલગ નય તરીકે લીધેલ નથી. એક રીતે એ જોઈએ તો વ્યવહાર નિશ્ચયની અપેક્ષા રાખે છે અર્થાત્ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર ખોટો લાગશે. આમ વ્યવહારમાં સાપેક્ષતા છે. જ્યારે ઉપચાર કહેતાં જ તેને ખ્યાલ આવી જાય છે કે ઉપચાર રાખવા જેવો નથી પરંતુ તે ઓળંગવા જેવો છે.
જેમ કર્તબુદ્ધિ, જ્ઞાતાબુદ્ધિ રાખવા જેવી નથી તેમ કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર રાખવા જેવો નથી. સમયસાર કળશટીકામાં ૧૭૩ કળશમાં કહ્યું છે કે આપે અધ્યવસાન છોડાવ્યું છે તો અમે એમ સમજીએ છીએ કે આપ સર્વ પ્રકારનો વ્યવહાર છોડાવ્યો છે.
| નિશ્ચય વ્યવહારમાં તો એક નય સાચી અને એક નય જુથી લાગશે જ્યારે ઉપચાર શબ્દમાં સીધું જુઠું લાગશે.
(૧) વ્યવહારથી આત્મા પરિણામને કરે છે. (૨) ઉપચારથી આત્મા પરિણામને કરે છે. (૩) વ્યવહારથી જ્ઞાન પરને જાણે છે. (૪) ઉપચારથી જ્ઞાન પરને જાણે છે.
આની અંદર વ્યવહાર અને ઉપચાર બન્ને શબ્દોને પ્રયોગ કર્યો છે તેમાં વ્યવહાર કરતાં ઉપચાર શબ્દ વધારે તીખાશવાળો જણાશે.
આત્માને વ્યવહારથી પરિણામનો કર્તાભોક્તા કહેવો તે જ ઉપચાર છે. આ ઉપચારનો નિષેધ કરતાં અજ્ઞાનીને કર્તા ભોક્તાની બુદ્ધિ છૂટી જાય છે, અને કર્તા ભોક્તા ધર્મનું જ્ઞાન થઈ જાય છે. જ્યારે આત્માને આત્માનો અનુભવ થયો તો આનંદનું વેદન આવ્યું તો (ધ્રુવ) આત્માએ આનંદને ભોગવ્યો તેમ ઉપચારથી કહેવાય છે. સાધક અભોક્તાને અભોક્તા માને છે અને ભોક્તાને ભોક્તા જાણે છે.
(૯) નિર્મળ પરિણામનો ઉપચારથી કર્તા અને ઉપચારથી જ્ઞાતા નથી
ઉપચારથી કર્તા નથી એટલે ખરેખર કર્તા નથી. પર્યાયનો કર્તા પર્યાય છે તેને બદલે તેનો કર્તા ભોક્તા આત્મા છે તો અજ્ઞાની ને કર્તાપણાની મિથ્યાભ્રાંતિ વિશેષ દઢ થાય છે.
સાધક ઉપચારથી તો કર્તા છે ને? તે વાતને જો આગળ કર્યા કરે તો તેના લક્ષમાંથી ઉપચારનું વાસ્તવિક સ્વરૂપ છૂટી જાય છે. ઉપચાર અસત્યાર્થ છે તેમ છૂટી જતાં તેને કહ્નબુદ્ધિ થાય છે. ઉપચારના નામે પણ કર્તબુદ્ધિ થાય છે. માત્ર તે બોલે છે કે: આત્મા વ્યવહારથી પરિણામનો કર્તા છે. પણ અભિપ્રાયમાં તો તેને નિશ્ચયથી પરિણામનો કર્તા લાગે છે.
માટે ધ્રુવ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ વિના કર્તબુદ્ધિ કદી જતી નથી. કર્તબુદ્ધિ જેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com