________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVI
ચૈતન્ય વિલાસ પડી હોય તેને કર્તાનો વ્યવહાર કદી આવતો નથી. બીજું મિથ્યાત્વને શેય બનાવવાનું છોડ, જ્ઞાયકનો જ્ઞાતા થાય તેને નિર્મળ પરિણામનો જ્ઞાતા તેવો ઉપચાર આવે છે. એટલે અજ્ઞાન ગયા પછી જ બન્ને ઉપચાર આવે છે.
ગુણસ્થાન આદિ ભેદોનો કર્તા પર્યાય છે અને ઉપચારથી આત્માને કર્તા કહેવો તે ઉપચાર ખોટો જ થયો ને!? કારણ કે પર્યાયને તેના ક્ષણિક ઉપાદાનથી જોતા આત્મા વ્યવહારથી પરિણામનો કર્યા છે તેવો ઉપચાર નીકળી જાય છે.
આ કર્તાપણાનો પણ... ઉપચાર સાધકને સવિકલ્પ દશામાં આવે છે. સાધક જ્યાં સુધી સવિકલ્પમાં ઉભો છે ત્યાં સુધી ઉપચારમાં ઉભો છે. હવે ફરી નિર્વિકલ્પ થવા માટે ઉપચારકર્તાને ઓળંગે છે. ઉપચારનો વ્યવહાર પણ રાખવા જેવો નથી. તેની પણ સાધકને કેવી ખટક રહે છે તે આ ગાથામાં બતાવે છે.
પર્યાયના (પરિણમન) કર્તા ધર્મથી જુએ છે તો આત્મા કર્તા છે તેવો કર્તાપણાનો ઉપચાર આવે છે. ભાવશ્રુતજ્ઞાન પરિણત મુનિરાજ કહે છે કેઃ સંવર-નિર્જરાનો હું કરનાર છું તેવો ઉપચાર મને ન આપો. આ ઉપચાર કેમ છૂટે તેની વિધિ આ ગાથામાં છે.
પર્યાયને તેનાં કર્તા-કારણ સ્વભાવથી જુઓ તો આત્મા ઉપર ઉપચાર આવ્યો તે છૂટી જશે. આત્મા નિર્મળ પર્યાયનો કર્તા છે તે ઉપચાર હવે કાઢી નાખને! ઉપચારથી કર્તા છું તેમાં વિકલ્પની ઉત્પત્તિ થશે પણ નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે. આ તો ઘણી ગંભીર અને ઊંડા રહસ્યવાળી વાતો છે.
સાધકને પ્રવચનસારની જે કર્તાનય સવિકલ્પમાં છે તે કર્તાનયે આત્મા પરિણામને કરે છે તે ઉપચારને ઓળંગવાની આ ગાથા છે. આમાં વિધિ બતાવી છે. પર્યાયને કોણ કરે છે? પર્યાયનો કર્તા પર્યાય છે હું તો અકર્તા જ્ઞાયક છું તો ફરી શુદ્ધોપયોગ પ્રગટ થયો. કર્તાના ઉપચારનો વિકલ્પ, અને અકર્તાનો વિકલ્પ પણ ગયો. જ્યાં સુધી દ્રવ્ય ઉપર કર્તાપણાનો આરોપ આવે છે ત્યાં સુધી આત્મા કર્તાપણે દેખાતો હતો એટલે પ્રમાણમાં ઉભો હતો.
હવે સાધક ઉપચારને ઉપચાર જાણી, કર્તાધર્મને જાણવાનું બંધ કરી પ્રમાણમાંથી નયમાં આવે છે એટલે અકર્તાને જાણે છે. કર્તાધર્મ પર્યાયમાં હોવા છતાં બે ને જાણતો નથી. કર્તાધર્મને જાણવાનું બંધ કરી ફરીથી એકને જાણવામાં આવતાં શુદ્ધોપયોગ થાય છે.
પર્યાયને તેનાં પકારકથી જોતાં આત્મા તેનો કર્તા છે તે ઉપચાર નીકળી ગયો. આત્મા ઉપચારથી કર્તા છે તેવો વ્યવહાર ઉપચાર છૂટયો અને અનુપચારમાં આવ્યો શું? બસ, ઉપચારનો નિષેધ કરતાં જ અનુપચારમાં આવી ગયો.
ક્ષણિક ઉપાદાનમાં કર્તાપણું છે. ત્રિકાળી ઉપાદાન અકર્તા છે. ક્રિયાના કારકો પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com