________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૫
ચૈતન્ય વિલાસ પક્ષ છૂટે છે. નયપક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો એટલે કે ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો, આ નિર્વિકલ્પ ધ્યાનની વાત ચાલે છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ, પ્રથમ ઉપશમ સમ્યક્દર્શન થાય, ત્યારે શું સ્થિતિ હોય છે, એનું આમાં વર્ણન છે.
(અહીં કહે છે કેઃ) બને નયોના કથનને એટલે સ્વરૂપને, આમાં (લખેલું) કથન છે (ટકામાં) એનો અર્થ સ્વરૂપને એવો કર્યો છે અમૃતચંદ્ર આચાર્ય દેવે, બન્ને નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે જ છે. આહાહા! કેવળ જાણે જ છે પરંતુ નયપક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી.
નિશ્ચયનયનો વિષય જે દ્રવ્ય (આત્મદ્રવ્ય) વ્યવહારનયનો વિષય જે પ્રગટ થયો અતીન્દ્રિયઆનંદની પર્યાય-એ બેયને, પક્ષાતિક્રાંત થઈને, જેમ છે તેમ, એના જ્ઞાનમાં એ આત્મા જાણે, જાણે ને જાણે જ, કરે છે એમ લખ્યું નથી અને નયપક્ષ પણ આવતો નથી.
આહા...હા! એમ જ્યારે ઉપયોગ, ઉપયોગમાં છે. ત્યારે એ શુદ્ધ ઉપયોગમાં કોઈ ક્રોધાદિ નથી. જુઓ એ મૂળ ગાથામાં છે, ઘણે ઠેકાણે છે (આ વિષય!) જુઓ આમાં છે, છઢાળામાં છે તેમાં તો છઠ્ઠી ઢાળમાં ચાર વાત કરી છે એક હારે ધ્યાતા–ધ્યાન ને ધ્યેયનો ભેદ નથી, જ્ઞાતા-જ્ઞાન ને શેયનો ભેદ નથી, ચિત્ કર્તાને ચિવિવર્તન એવો જે ભેદ જ્યાં નથી, અને જ્યાં શુદ્ધઉપયોગની ચાલ હોય છે- શુદ્ધોપયોગ ક્યાં થાય છે એમ છઠ્ઠી ઢાળમાં છે.
જુઓ! મૂળ ગાથા વાંચું છું (શ્રીસમયસાર, સંવર અધિકાર ગાથા-૧૮૧-૧૮૨-૧૮૩) અન્વયાર્થ:- ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ફોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. આઠ પ્રકારનાં કર્મ તેમ જ નોકર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ જ નોકર્મ નથી–આવું, હવે આપણો વિષય આવે છે.
આવું-આવું, અવિપરિત જ્ઞાન જ્યારે જીવને થાય છે–એટલે આવું જ્ઞાન તો થાય છે, પણ જ્યારે થાય ત્યારે-જ્ઞાન તો આવું થાય છે ધારાવાહી અનાદિથી ચાલતું આવે છે, જ્યારે આવું જ્ઞાન થાય છે-આવું અવિપરિત જ્ઞાન જ્યારે જીવને થાય છે ત્યારે તે ઉપયોગસ્વરૂપ શુદ્ધઆત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. ક્રોધાદિભાવને એ કરતો નથી, ઉપયોગને એ કરે છે. ઉપયોગરૂપે પરિણમે છે તેથી પરિણામી તે કર્તા ને પરિણામ તે કર્મ, એ ઉપયોગ કરે છે, ક્રોધને કરતો નથી, ક્રોધનું કર્તાપણું છોડાવવા માટે એ ઉપયોગને કરે છે એમ કહેવામાં આવે છે.
પછી...આગળ, ઉપયોગમાં ઉપયોગ છે એ અભેદ છે. અભેદ ! આત્માને એ શુદ્ધોપયોગ કોઈ જુદી વસ્તુ નથી. અભેદ છે! એ જ્ઞાનનું જ્ઞય છે, તે ધ્યાનનું ધ્યેય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com