________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
પ્રવચન નં-૨૧ ત્રિકાળી શક્તિ પરિણામનો કર્તા નથી.
તો કહે છે-કે- આ તેરમે ગુણસ્થાને ભગવાન બિરાજમાન છે અને તેમની વાણીમાં એમ આવ્યું કે તેરમું ગુણસ્થાન પણ સંસાર છે. કેમકે ત્યાં અઘાતિકર્મનો ઉદય છે, અને થોડી પ્રતિજીવી ગુણની વિપરીતતા પણ છે. માટે અહીંથી કોઈએ કહ્યું કેઃ હે! પ્રભો! અમારી વિનંતી છે અને આપ એટલું કામ કરો કે મોક્ષની પર્યાય કરી ઘો! કેમકે આ તેરમું ગુણસ્થાન સંસાર છે. અમારાથી સહન થતું નથી. કારણ કે તેમાં ગુણસ્થાનની કેવળજ્ઞાનની પર્યાયને તમે કરો છો તો એને બદલે સિદ્ધની પર્યાય કરી ધો.
આ કોણે પ્રશ્ન કર્યો છે?! કર્તબુદ્ધિવાળાએ; અહીંયાં (પોતાનામાં) પણ કર્તાબુદ્ધિ અને ત્યાં પણ કર્તાબુદ્ધિ સ્થાપી એણે ઠેઠ આઘો જતો રહ્યો. સર્વજ્ઞને પણ કર્તા સ્થાપ્યા. પોતાની બુદ્ધિ પ્રમાણે આરોપ આપ્યો. કે પ્રભુ! આ તેરમાં ગુણસ્થાનની પર્યાયનો વ્યય કરીને “નમો સિદ્ધભ્ય”. નમો સિદ્ધાણમાં આપ ચાલ્યા જાવ. તો ત્યાંથી ઉત્તર આવ્યો કે તારો પ્રશ્ન મુર્ખાઈ ભરેલો છે. તું તારા આત્માને કર્તા દેખી રહ્યો છો માની રહ્યો છો ! અને અમને પણ તું કર્તા બનાવવા માગે છે!? અમે તો જ્ઞાતા છીએ. અરે! અમે પણ જ્ઞાતાને તમે પણ જ્ઞાતા છો.
જુઓ! તમને અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે. કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અને તમને સારું કામ કરવાનું અમે કહીએ છીએ તો કરી ઘો! અમે તમને નીચેના ગુણસ્થાને જાવ એવું કહેતા નથી. (દિવ્ય ધ્વનિમાં ઉત્તર આવ્યો) તારો પ્રશ્ન મુર્ખાઈ ભરેલો છે. અનંતવીર્ય પ્રગટ થાય તો પણ એ પરિણામ થાય એને જાણે પણ કરે નહીં એનું નામ વીર્ય છે. આહાહા ! વીર્ય એનું નામ કે જે સ્વભાવની રચના કરે. હું તો જ્ઞાતા છું અને કર્તા નથી.
આત્મામાં વીર્ય નામની એક શક્તિ છે. વીર્ય નામનું આત્મામાં બળ છે જે સ્વભાવની રચના કરે. રાગને રચે એ આત્માનો સ્વભાવ નથી. માટે આત્મા અકર્તા જ્ઞાતા છે. હું પણ જ્ઞાતા અને તે પણ જ્ઞાતા. મિથ્યાત્વના પરિણામનો કર્તા આત્મા નથી એમ અહીંયા કહે છે. મિથ્યાત્વ છે ત્યારે અકર્તા છે!! હું!? કર્તા બની ગયો છે? કર્તા માની બેઠો છે. કર્તા બની શકતો નથી. (શ્રોતા-રહસ્યવાળી વાત કરી.) રહસ્યવાળી વાત છે.
એક વખત રાજકોટ શિબિરમાં પંડિત હુકમચંદજી ભારિલ્લ બાજુમાં બેઠા 'તા ત્યારે કહ્યું તું અજ્ઞાની જીવ રાગને કરે છે એમ નથી. રાગ થાય ત્યારે રાગને હું કરું છું એમ માને તો અજ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની રાગને કરે છે એમ નથી. રાગ થાય ત્યારે એની દષ્ટિ રાગ ઉપર છે ને? કેઃ રાગને હું કરું છું તો અજ્ઞાની થાય છે. આ રાગને હું જાણું છું તો જ્ઞાની થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com