________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૭ આ રાગાદિ થાય તેની જાણનાર છું કરનાર નથી. રાગ તો ઉત્પન્ન થશે પણ..તેનો હું કરનાર નથી, હું તો જાણનાર છું બસ. આ મિથ્યાત્વ આદિ ભાવો થાય તેના કરનાર આત્મા નથી. જ્યાં સુધી આત્મા એમ માને છે કે આ પરિણામનો (રાગનો) હું કર્તા છું ત્યાં સુધી મિથ્યાદષ્ટિ રહેવાનો છે. આહાહા! અરે ! આ રાગનો જાણનાર છે એમ પણ કહેવું પડે છે. કર્તા નથી માટે એનો જ્ઞાતા છે. ખરેખર એનો જ્ઞાતા નથી એ તો જ્ઞાયકનો જ્ઞાતા છે. મિથ્યાત્વ દશા લીધી એનો આત્મા કર્તા નથી. “સકળ કર્તુત્વનો અભાવ” તો સકળ કતૃત્વમાં મિથ્યાત્વ આવી ગયું કે નહીં !? આહાહા! મિથ્યાત્વનો કર્તા નથી, કર્તા હોય તો મિથ્યાત્વ થાય એમ નથી. કર્તા માને તો મિથ્યાત્વનો દોષ આવે.
આહાહા! ભાવકર્મને હું કરું છું એમ માને તો મિથ્યાદષ્ટિ થાય! ભાવકર્મ મારાથી ભિન્ન છે. જાણનારને જાણું છું તો મિથ્યાત્વનો અભાવ થઈ જશે. પછી પંડિતજીએ કહ્યું!
હા” , આ વાત સાચી છે. અજ્ઞાની રાગને કરે છે એમ ન લેવું. રાગ થાય ત્યારે જ્ઞાનમાં જણાય એવી સ્વચ્છતા છે અજ્ઞાનીના જ્ઞાનમાં; પણ ત્યારે એ ભૂલે છે કે “જ્ઞાનમય આત્મા હું છું' , એને બદલે કરનાર છું એમ માને છે એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. રાગનો કર્તા છું એમ પ્રતિભાસે છે રાગનો કર્તા થતો નથી એવો પાઠ છે. કેમકે શાસ્ત્રના આધાર વિના ન સમજાય.
અજ્ઞાની રાગને કરે છે ને ભોગવે છે તેમજ અજ્ઞાની રાગનો કર્તા છે એમ નથી. રાગનો કર્તા થાય એમ માને એ અજ્ઞાની હોય. રાગ તો સાધકને પણ હોય! સાધકની દશામાં રાગ છે તો એનો કર્તા છે એ? “નહીં” , કર્તાનું કાર્ય થયું છે એ એના કરવાથી થયું છે? થવા યોગ્ય થાય છે એમ માને છે એને કર્તાપણું ન હોય. બીજો જાણે છે કે હું આનો કર્તા છું. આહાહા ! મોક્ષમાર્ગને બંધમાર્ગ બેય અંદર છે.
હું મિથ્યાદષ્ટિ આદિ”. આહાહા! મિથ્યાત્વનાં પરિણામ પહેલાં લીધા મિથ્યાત્વ ગયા પછી તો બધા કહે આત્મા કર્તા નથી અને અકર્તા છે. મિથ્યાત્વના સભાવમાં આત્મા અકર્તા રહેલો છે. એક છે માટે શુદ્ધ છે. કર્તા થાય તો અશુદ્ધ થઈ જાય. શું કહ્યું આ? આ મિથ્યાત્વના નાશનો ઉપાય બતાવે છે. તું મિથ્યાત્વની સામે શા માટે જોવે છે? પર્યાયમાં હો ભલે! પણ... “હું કોણ છું' એ જો ને!? હું મિથ્યાષ્ટિ છું કે પરમાત્મા છું એમ જોને !? આહા ! પરમાત્માને જોઈ લેને!? હું તો પરમાત્મા છું,-હું તો જ્ઞાનમય-દર્શનમય આત્મા છું, જ્ઞાયક છું-, ચિદાનંદ આત્મા હું છું. આ મિથ્યાત્વના પરિણામ મારા નથી ત્યાં તે પરિણામ ભાગી જશે, પણ તે મિથ્યાત્વના પરિણામ મારા, એમાં એ ચીટકી જાય છે તો પરિણામમાંથી આસ્રવનો અભાવ નહીં થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com