________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
પ્રવચન નં-૨૧ પરિણામમાં મારાપણું જ્યાં સુધી માને છે એટલે કે વિભાવ પરિણામથી આસ્રવથી ભેદજ્ઞાન કરતો નથી ત્યાં સુધી અજ્ઞાની થાય છે. જે સમયે મિથ્યાત્વ છે તે સમયે જ્ઞાન પણ પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં મિથ્યાત્વના પરિણામ જ્ઞયપણે જણાય છે. અને જાણવાના કાળે ભૂલે છે કે હું મિથ્યાષ્ટિ છું. આ એમાં મરી ગયો.
આહા ! હું જ્ઞાનમય આત્મા છું તો જીવે છે.
“હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” મિથ્યાત્વના પરિણામને કરતો નથી તો સ્વચ્છંદી થઈ જશે. “ના”, એ સ્વતંત્ર થઈ જશે. ભાવકર્મનો કર્તા હું છું એનું નામ જ મિથ્યાત્વ છે.
મિથ્યાત્વ કોનું નામ ?! પુણ્ય-પાપનો કરનાર છું એમ માને છે એનું નામ મિથ્યાદર્શન છે. ઈશ્વરના કર્તાવાદી અને તારા કર્તામાં કાંઈ ફેર નથી. પુણ્ય-પાપ થાય છે એ હકીકત પણ એનો અકર્તા આત્મા છે એમ તું શ્રદ્ધા જ્ઞાનમાં લે તો એકત્વબુદ્ધિ છૂટી જશે, અને જ્ઞાયકનો જ્ઞાતા થશે. પછી થોડો ટાઈમ પુણ્ય-પાપના પરિણામ થશે, પણ....એ મારાથી ભિન્ન છે એમ જણાશે. અભિન્ન છે એમ નહીં જણાય.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” ટંકોત્કીર્ણ વાકય છે આ, આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત શ્રીકુંદકુંદઆચાર્ય ભગવાન ફરમાવે છે. હે! આત્મન ! તું જ્ઞાતા છો કર્તા નથી. હું જ્ઞાતા છું તો કોનો? કેઃ જ્ઞાયકનો. જેનું જ્ઞાન છે અને હું જાણું છું. જ્ઞાન શાસ્ત્રનું નથી, જ્ઞાન તો આત્માનું છે, તો જ્ઞાન આત્માને જાણે કે શાસ્ત્રને જાણે?! આહાહા !
હું મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને-પર્યાયના ભેદોને કરતો નથી. એમાં કેવળજ્ઞાન આવી ગયું. ચૌદગુણસ્થાનમાં કેવળજ્ઞાનનો કરનાર આત્મા નથી. ક્ષાયિક સમ્યફદર્શનનો કરનાર આત્મા નથી. આહાહા! શુદ્ધોપયોગનો કરનાર આત્મા નથી આ ચૌદ ગુણસ્થાનમાં બધું આવી ગયું. સાતમું, આઠમું, નવમું, દસમું ગુણસ્થાન શુક્લધ્યાનની શ્રેણીમાં શુદ્ધોપયોગ છે એનો કરનાર હું નથી. ખરેખર તો એનો જાણનાર પણ નથી. ભેદને જાણવું એમ કહેવું એ વ્યવહાર છે, અને ભેદને કરવું એમ માનવું એ અજ્ઞાન છે.
આહા! ભેદને હું કરું તો અજ્ઞાન. અભેદને જાણ્યા પછી ભેદને જાણે તો વ્યવહાર. અભેદને ચુકીને ભેદને જાણે એ પણ અજ્ઞાન. ભેદને કરે તોય અજ્ઞાન, અભેદને ચુકીને ભેદને જાણે તોય અજ્ઞાન. અભેદને જાણે તે નિશ્ચય. અભેદને જાણ્યા પછી સવિકલ્પ દશામાં આવે ત્યારે પરિણામ જ્ઞાનમાં જણાય તો એને વ્યવહાર કહેવામાં આવે છે. તત્ત્વનો ઊંડો અભ્યાસ નહીં આહા ! એકાદ બે કલાક તો કાઢવા જોઈએ પોતાના હિતને માટે, બાકી તો આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com