________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૫ આહાહા! કરવાની વાત તો દૂર રહો પણ પરનો જાણનાર એવો પક્ષ રહેશે ત્યાં સુધી ઉપયોગ બહાર ભમશે. મિથ્યાષ્ટિ અર્થાત્ પહેલું ગુણસ્થાન; જે જીવને મિથ્યાત્વના પરિણામ છે એ આત્મા પણ... એ અજ્ઞાની આત્મા પણ એમાં થતાં પરાશ્રિત આગ્નવોમિથ્યાત્વભાવ-વિભાવભાવ એનો કર્તા નથી, પણ... “” મિથ્યાત્વનો કર્તા છું એમાં મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. શું કહ્યું?!
જ્યારે મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે ત્યારે જ તું તારા આત્માને મિથ્યાત્વનો અકર્તા જો ! જ્ઞાયક છું એમ જો ! જ્ઞાયક/જ્ઞાતા એટલે મિથ્યાત્વનો જ્ઞાતા એમ નહીં. જ્ઞાયકનો જ જ્ઞાતા છું એમ જ ! અકર્તા છું એમ જો! જોઈને પછી જોઈ લે કે મિથ્યાત્વની પર્યાય છે કે નથી !? જો લેજે! તો મિથ્યાત્વનો વ્યય અને સમ્યકદર્શનનો ઉત્પાદ થઈ જશે. આ મિથ્યાત્વના નાશનો ઉપાય.
“હું” મિથ્યાદષ્ટિ છું એમાં મિથ્યાદષ્ટિ રહી ગયો. “હું” જ્ઞાતા પરમાત્મા છું એમાં મિથ્યાત્વ જતું રહે છે. “હું” પણું જતું રહે છે. આ મિથ્યાત્વના પરિણામ મારા છે, હું એને કરું છું, હું એના ફળને ભોગવું છું આહાહા! એ તારી પર્યાય દષ્ટિ છે. એવું આત્માનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન આત્મા અકર્તા છે.
કર્તા બુદ્ધિનું ઝેર બહુ ખરાબ છે. આખો કર્તાકર્મ અધિકાર લખવો પડ્યો. આવો કર્તાકર્મ અધિકાર કોઈ દિગમ્બર શાસ્ત્રમાં સળંગ નથી. છૂટું છવાયું કર્તાકર્મનું સ્વરૂપ તો બધા દિગમ્બર શાસ્ત્રોમાં છે, પણ....સળંગ આખો કર્તાકર્મ અધિકાર સ્પેશ્યલ લીધો. જીવને-અજીવ અધિકાર લીધા પછી કર્તાકર્મ અધિકાર લખ્યો. કે: આ જીવ, અજીવનો કર્તા નથી તે બતાવવા માટે લખ્યો. અજીવનો હું કર્તા છું એ માન્યતા હતી. અજીવનો વિસ્તાર ઘણો છે. એકલા પુલકર્મ અને દેહ મન વાણી એ અજીવ નહીં. અજીવના લક્ષે થતાં ગુણસ્થાનના ભેદો, માર્ગણાસ્થાનનાં ભેદો એ બધા અજીવમાં જાય છે.
જીવ, અજીવનો કર્તા છે એ માન્યતા હતી એટલે આખો કર્તાકર્મ અધિકાર લખવો પડ્યો સ્પેશ્યલ. નહીંતર નવતત્ત્વોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર છે. તેમાં નવ પદાર્થનું યથાર્થ સ્વરૂપ છે. પણ એને ભૂતાર્થનયે જાણજે. આહાહા ! તેરમી ગાથામાં લાલબત્તી ધરી છે. અમે નવતત્ત્વનું સ્વરૂપ તો કહેશું પણ એકેક અધિકાર ઉપર તું લખજે સોનેરી અક્ષરથી; આમ્રવને બંધ જ્યાં શબ્દ હોય ત્યાં લખજે કેઃ આ આસ્રવને અને બંધને ભૂતાર્થનયે જાણીશ તો આસ્રવનો અને બંધનો અભાવ થશે ને મોક્ષ થઈ જશે.
ભૂતાર્થના એટલે સ્વયં થવા યોગ્ય થાય છે, આત્મા પરિણામનો કર્તા નથી. પરિણામ સ્વયં થાય છે, એ એના પકારકથી થાય છે એની ક્ષણિક ઉપાદાન શક્તિથી થાય છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com