________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
પ્રવચન નં-૧૭ આવે? લાકડી ન લેવી પડે ! કર્તા નથી પ્રભુ! તું તો જ્ઞાતા છો ને!
કોના જેવો જ્ઞાતા? સિદ્ધભગવાન જ્ઞાતા છે (તેની જેમ જ) તું પણ જાણનાર છો, સિદ્ધભગવાનથી જરાય જુદો પડ્યો અને હું કર્તા છું એમ માન્યું, તો ચારગતિમાં રખડી મરીશ! આહા...હા ! જેમ...સિદ્ધ (ભગવાન) જ્ઞાતા-દષ્ટા એમ હું પણ જ્ઞાતા-દેટા!
પણ...કાંઈ ટકાવારી કરો ને! સોએ સો ટકા (જ્ઞાતા-દષ્ટા સ્વભાવે છે.) જેમ એ જ્ઞાતા (દા) એમ સર્વ જીવ જ્ઞાતા-દષ્ટા છે. જ્ઞાતાનો સ્વીકાર કરે તો પ્રત્યક્ષ જ્ઞાતા (દરા) થઈ જાય છે. કર્તાબુદ્ધિ છૂટી જાય છે. મિથ્યા શલ્ય છૂટી જાય છે.
એમ? કાંઈક કરે છે. આત્મા એમ તમે માનો છો ? કે: “હા.” આત્મા શું કરે? ઈ સાંભળ! કરતો નથી, રાગને કરતો નથી (પરિણામને કરતો નથી તો) કરે છે શું? “કે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” આહાહા! “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન” (મુનિરાજ !) છઠ્ઠી ગુણસ્થાને શાસ્ત્ર લખે છે, ત્યારે એ પોતે કહે છે કે આ કલમ ચાલે છે એનો કર્તા હું નથી, આ વિકલ્પ ઊઠયો લખવાનો એનોય હું કર્તા નહીં. આત્માને જાણનારું જે જ્ઞાન પ્રગટ થાય છે એનોય કર્તા નહીં આહાહા ! અને એનો જાણનારોય નહીં.
ત્યારે કરો છો શું? પર્યાયને કરતો પણ નથી ને પર્યાયને જાણતો પણ નથી. અભેદ સામાન્ય-ટંકોત્કીર્ણ-પરમાત્મા અંદર જ્ઞાયકભાવ બિરાજમાન છે એવા આત્માને જ હું ભાવું છું આહા ! સહજ ચૈતન્યનો જેમાં વિલાસ છે જેમાં રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી જેમાં પર્યાયનો પ્રવેશ નથી, એવો અભેદ-સામાન્ય-ટંકોત્કીર્ણ- એક ચિદાનંદ આત્મા, ચૈતન્યનો જ જેમાં વિલાસ છે એવા ચૈતન્યના વિલાસસ્વરૂપ..આત્માને જ ભાવું છું આહાહા! દ્રવ્યસ્વભાવને જ ભાવું છું! હું નિર્મળપર્યાયનીય ભાવના કરતો નથી. પર્યાયની ભાવના તો કરતો નથી પણ પર્યાયને જાણવાનું બંધ કરીને હું મારા આત્મામાં (અંતરમાં જાણવા જાઉં છું! આહાહા ત્યાં તો પરમાત્મામાં પરમાર્થ પ્રતિક્રમણ-શુદ્ધોપયોગ પ્રગટ થઈ જાય છે. અલૌકિક વાત છે!
કે “થાય એને જાણું” એમાં આનંદ આવે ! કે “છે એને જાણું” એમાં આનંદ આવે?
( શ્રોતા:-) છે એને જાણું તો આનંદ આવે. (ઉત્તર) હા, થાય અને જાણે એમાં આનંદ આવે? કે “છે ' એને જાણે એમાં આનંદ આવે? તારો અનુભવ શું કહે છે?
થાય એને કરું એમાંય આનંદ આવ્યો, થાય એને જાણું, એમાં પણ આનંદ તો આવ્યો નહીં, તો કુંદકુંદની વાણી અપનાવી લે કે “છે' એને જાણ ! “થાય એને જાણવાનું બંધ કરી દે! શું કહ્યું? પરિણામ પ્રગટ થાય છે ને અનંતગુણોની અનંતપર્યાય આહા ! એ જ્ઞાનનું શેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com