________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૭ અને “પુગલકર્મરૂપ કર્તાનો (-વિભાવપર્યાયોના કર્તા જે પુગલકર્મો તેમનો)” નિર્મળપર્યાય પ્રગટ જે થાય (તેમાં) કર્મના અભાવની અપેક્ષા જે આવે, એવો વ્યવહાર છે. કર્મના અભાવથી થાય એવી વિવેક્ષા છે. એટલે કે કર્મ ખસી જાય -કર્મનો અભાવ થાય અને મારી નિર્મળપર્યાય પ્રગટ થાવ, એનો હું અનુમોદક નથી. આહાહા ! એ કાર્ય પુદ્ગલદ્રવ્યનું છે. મારું એ કાર્ય નથી, આહાહા! સૂક્ષ્મ વાત છે. કે નિર્મળ પર્યાય પ્રગટ થાય, ત્યારે પ્રતિબદ્ધ કારણનો અભાવ હોય એમાં. એને જે ચારિત્રમોહ નામની કર્મની પ્રકૃતિ હોય ને ઉદય એનો આવતો હોય, એનો અનુદય થાય ને નિર્જરા થાય (કર્મપ્રકૃતિની) ને આંહીયાં શુદ્ધિની વૃદ્ધિ થાય, એ ચારિત્રમોહ નામનું પુદ્ગલકર્મ, એ વીતરાગભાવને સાપેક્ષતાથી કરે તો કરો પણ હું એનું અનુમોદન કરનાર નથી.
કરવું, કરાવવું ને અનુમોદવું-ત્રણેય સરખો દોષ છે. કરવું-કરાવવું ને અનુમોદવું મનથી-વચનથી ને કાયાથી! મનથી નહીં, વચનથી નહીં, કાયાથી નહીં, હું તો જાણનાર છું! એ કર્મ કરે છે એનું હું અનુમોદન કરનાર નથી. સૂક્ષ્મ વાત છે. વિભાવ પર્યાયોનો કર્તા આત્મા નથી, પર્યાયનો કર્તા પર્યાય છે-વિભાવ એટલે વિશેષભાવ એનો ઉપાદાન કર્તા પર્યાય છે, નિમિત્ત કર્તા કર્મનો અભાવ છે, નિર્મળપર્યાયમાં ને મલિનમાં અનુક્રમે કર્મનો અભાવ અને સદ્ભાવ છે. નિર્મળપર્યાયમાં કર્મનો અનુદય અને મલિનમાં કર્મનો ઉદય નિમિત છે.
આહા....હા ! આ નિશાળે જ હજી આવ્યા ન હોય તો ક્યાંથી (આની) ખબર પડે !? આ નિશાળ છે–વીતરાગી પરમાત્માની સ્કૂલ ચાલે છે, પ્રભુ! સાંભળકે નિર્મળ પર્યાય જે પ્રગટ થાય છે, એનો હું કર્તા નથી, કારયિતા નથી અને નિર્મળ પર્યાય પ્રગટ થાય (એ) કર્મના અભાવની સાપેક્ષતાથી પ્રગટ થાય છે, એનો નિમિત્ત કર્તા કર્મ છે. ઉપાદાનકર્તા પર્યાયનો કર્તા પર્યાય છે, અને ત્રિકાળી ઉપાદાન તો જાણનાર છે, કરનાર નથી. આવી સ્થિતિ જે ભજે છે-દષ્ટિ દ્રવ્ય ઉપર અકર્તા ઉપર છે, અકર્તા ઉપર દષ્ટિ રહેતાં, એને જાણતાં-જાણતાં આ પરિણામ આણે કર્યા, નિમિત્તે કર્યો (અર્થાત્ ) નિમિત્તના અભાવ કે સદ્દભાવથી થયા, થયાં તો ઠીક થયાં, એવા ઠીકપણાનું એને અનુમોદન હું આપતો નથી. અભૂતથી અદ્દભુતચમત્કારિક વાત છે. કર્તાબુદ્ધિ છૂટયા વિના, જીવને ધર્મ થવાનો નથી. આહાહા !
- જ્ઞાતા જ છે, બધાં આત્મા જ્ઞાતા છે. પણ અજ્ઞાની પોતે કર્તા માની બેઠો છે, કર્તા થતોતો નથી!
આત્મા કર્તા હોય તો કાળા વાળના ધોળાવાળ (કદિ) ન થાય, આંખમાં ઝાંખપ આવે નહીં-મોતિયો અંદર આવે નહીં, કર્તા હોય તો, મોતિયો આવે? (આવવા ઘે?) ઘડપણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com