________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
પ્રવચન નં-૧૭ બુદ્ધ ! એમ એમાં એનો અર્થ અધ્યાર આવી ગયો.
પ્રમાણજ્ઞાનના વિષયમાંથી, નિશ્વનય કાઢે તે જિનવચનમાં કુશળ છે. મોસંબી ઘરમાં આવી, એ પ્રમાણજ્ઞાનનો વિષય છે. (આ દષ્ટાંત આપું છું કે) બધાને સમજાય એટલે, મોસંબી (ઘરમાં આવી) એ પ્રમાણજ્ઞાનનો વિષય છે મોસંબીમાં રસ પણ છે, છાલાં છે છોતરાં (-રેસા) પણ છે, પણ ખવાય નહીં આહાહા! તો પ્રમાણનો વિષયભૂત જે મોસંબી (છાલાં-છોતરા સહિત છે) એમાંથી જે નિશ્ચયન, (–પ્રયોજનભૂત) કાઢે, એમાં જે રસ છે એને ખેંચી કાઢે અને છાલ-છોતરાને ફેંકી દે એ કુશળ છે! પણ (આખે-આખી) મોસંબીને બટકા ભરે તો? આ ક્યાંનો આવ્યો છે, આ ઢોર જેવો લાગે છે! છાલાં-છોતરાં સહિત ખાય તો ઢોર કહેવાય. મોસંબીને ઢોર તો બટકાં ભરે એમ ખાય તો ઢોર જ કહેવાય ને!
આહાહા! આહા! એમ જ્ઞાનની હારે રાગને મેળવીને ( જે ) અનુભવ કરે છે હાથીનો દાખલો આપ્યો છે હોં! શ્રી સમયસાર શાસ્ત્રમાં ઘાસ અને ચૂરમું ભેળવીને (એકસાથે) ખાયને એમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને ભેળસેળ કરીને ખાય છે (-અનુભવે છે.) રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન પાડીને એકલા જ્ઞાનનો સ્વાદ લ્ય તેને જ્ઞાની કહેવામાં આવે છે.
“વિવિધ વિકલ્પોથી-ભેદોથી કરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું તેનો કર્તા નથી.” કેમકે જે સત્ હોય-સ્વયંસિદ્ધ હોય-નિરપેક્ષ હોય, પર્યાય સત્ છે-પર્યાય સત્અહેતુક છે. દ્રવ્ય સત્! ગુણ સત્! પર્યાય સત્! હવે કેટલા” કે તો (આ) દ્રવ્ય –ગુણપર્યાયના નામેય ન સાંભળ્યા હોય!
આહા..! (આત્મા) જ્ઞાતા છે એ કર્તા કેમ બને?! જ્ઞાતાને કર્તા માનવો એ અજ્ઞાન છે. ચક્ષુ છે એ માત્ર દશ્યપદાર્થને, દૂરથી દેખે! (ચક્ષુ ) કરે ને ભોગવે, એવો અનુભવ કોઈને આજસુધીમાં છે નહીં આંખ શું કરે? દેખે. થાય એને જાણે-દેખે બાકી કરે નહીં.
એમ આત્મામાં જ્ઞાન નામનો વિશિષ્ટ પ્રકારનો, અસાધારણ એક ગુણ છે એનાં પરિણમનમાં-ઉપયોગ-જાણવાની ક્રિયા ચાલે છે, એ જાણવાની ક્રિયા માત્ર જાણનહારને અભેદ થઈને જાણે, એ જાણનહારને જાણતા-જાણતા પર એમાં જણાય જાય, એને પણ જાણે એમ ઉપચારથી કહેવાય છે. અણ ઉપચારે તો જ્ઞાન જ્ઞાયકને જાણે છે.
આહાહા ! (કહે છે કે, “(વિભાવ૫ર્યાયોનો) નિશ્ચયથી હું કર્તા નથી કારયિતા નથી”-આ પરિણામ પ્રગટ થાય છે ને તેનો હું સીધો-ડાયરેકટ કર્તા નથી, અને ઇનડાયરેકટ પણ કર્તા નથી બીજાની પાસે એ પરિણામને હું કરાવું એ પણ મારો ધરમ નથી.
હવે, એક સૂક્ષ્મ વાત કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com