________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫
ચૈતન્ય વિલાસ અનુભવ થઈ જાય છે!
આહાહા ! અનુભવજ્ઞાનમાં સ્યાદ્વાદ હોય, અજ્ઞાનમાં ય ન હોય અને દ્રવ્યમાંય ન હોય, દ્રવ્યમાંય સ્યાદ્વાદ નથી, જે શ્રદ્ધાનો વિષય છે. આહાહા ! એને અજ્ઞાનીને પણ સ્યાદ્વાદ ન હોય! એ તો (આત્મ) અનુભવ થતાં એને (અનુભવીને) બે પડખાનું જ્ઞાન યથાર્થ હોય છે પર્યાયથી આત્મા કથંચિત્ સહિત અને કથંચિત્ રહિત !
પણ...કથંચિત્ સહિત-રહિતથી ન ઊપડ, રહિત જ છું-ત્યાંથી ઉપાડ કરે ને સમ્યગ્દર્શન થતાં, સમ્યગ્દર્શનશાનચારિત્ર પર્યાયથી સહિત છું એવું જ્ઞાન ધ્યાનમાં પ્રગટે છે. સહિત-રહિતનું જ્ઞાન એ અનુભવમાં થાય છે, અનુભવજ્ઞાનમાં સ્યાદ્વાદનો જન્મ થાય છે.
આહાહા! આ વાત કુદરતી (આવી ગઈ ) ભાઈ એ કહ્યું કે પહેલી આંહીયાં નીકળી, શાસ્ત્રમાં તો હતી. આહાહા! શાસ્ત્રમાં તો હતી જ. (શ્રોતા:-) કુદરતી જ બહાર આવી ગઈ ! (ઉત્તર:-) હા, બહાર આવી. શાસ્ત્રમાં તો હતી જ ને થોડો અફસોસ એ રહી ગયો કે આ પાનું ગુરુદેવ (શ્રીને) આપ્યું હોત, તો એનું (એ ઉપરનું) વ્યાખ્યાન પણ થઈ જાત આહાહા ! આ તો મુનિરાજનું (કથન) છે હો ! કોઈના ઘરની વાત છે નહીં.
સ્યાદ્વાદના નામે પ્રમાણના પક્ષમાં ( લોકો ) અટવાતા “તા (માનતા 'તા કે ) કથંચિત સહિત ને કથંચિત રહિત ! કથંચિત્ રહિત-સહિત (માની-માનીને) એમાં ગોથું ખાઈ ગયો (જીવ!) સર્વથા રહિત સુધી ન પહોંચ્યો, સર્વથા રહિતમાં અનુભવ થાય, અને અનુભવ થતાં, કથંચિત્ સહિત, રહિત બેયનું જ્ઞાન એકસમયમાં થાય. આહા..હા ! સમય એક! રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન, સમય એક. આહાહા! અંતરમાં ગયો પર્યાયથી ભિન્ન, પર્યાયનું લક્ષ છૂટી ગયું અને હું તો ત્રિકાળ સામાન્ય છું, વિશેષને જાણવાનું (સર્વથા ) બંધ કરી દીધું, (ત્યારે) વિશેષનું કર્તુત્વ તો છૂટયું-વિશેષ નામ પર્યાયને જાણનારી ચક્ષુ સર્વથા બંધ કરી.
ત્યાં તો આત્માને જાણનારું જ્ઞાન અંદરથી ઊઘડી ગયું. અનુભવ થયો અનુભવ થતાં ત્યાં નિર્મળપર્યાયથી મારો આત્મા કથંચિસહિત છે એવું જ્ઞાન પણ અનુભવ થતાં થાય છે. આહા...હા ! એને સ્યાદ્વાદ કહેવાય (છે.).
આહા..હા! ભાઈ ! કો'ક વિરલા પામે છે ધરમને એનું કારણ આ છે, (જીવો). ક્યાંકને ક્યાંક અટકી જાય છે. આહાહા! શાસ્ત્રપાઠી અનેકાન્ત અને સ્વાવાદમાં અટકી ગયા. અનેકાન્તમાંથી (સમ્યક) એકાંત કાઢતા ન આવડ્યું! એક “કાર્તિકેયઅનુપ્રેક્ષા' નામનું શાસ્ત્ર છે, આહા! કાર્તિકસ્વામી થઈ ગયા છે બહુ જૂના, ભાવલિંગી સંત! તેઓશ્રીએ એમ ફરમાવ્યું કે જે પ્રમાણજ્ઞાનમાંથી આવીને, “પ્રમાણજ્ઞાનમાંથી જે નિશ્ચયનય કાઢે છે તે જિનવચનમાં કુશળ છે” કુશળ છે! બાકી શું? એ આપણે કહેવાની જરૂર નથી, બાકી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com