________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૦
સર્વથા જો એકાંતે એક (રૂપ ) થઈ જાય, તો પર્યાયનો નાશ થવાથી દ્રવ્યનોય નાશ થઈ જાય. એવું આગમનું વચન છે. એટલે પર્યાય અને દ્રવ્ય સર્વથા એક થતા નથી. પણ કથંચિત્ તે અનન્ય, અનન્યપણે જણાય છે. કથંચિત્ અન્યપણે જણાય છે અને કચિત્ અનન્યપણે જણાય છે.
આ, પાણીનો ગ્લાસ એમાં રહેલ પાણીની નિર્મળ પર્યાય અને જે શક્તિરૂપ (દ્રવ્ય ) પાણી-દળ, એ અનન્યપણે જણાય છે હવે એમાં પર્યાય કઈ ને પાણીનું દળ કયું એ બતાવો ? આહા...હા ! કોઈ ( સાયન્સનો પ્રોફેસર) સાયન્ટીસ પણ એ કહી શકે નહીં આહા...હા !
એમ આ ભગવાન આત્માનું અવલંબન થયું ને-જ્ઞાયકનો આશ્રય થયો ને–ધ્રુવને ધ્યેય બનાવ્યું ને જ્ઞાનની પર્યાયનું અનન્યપણું થયું, છે તો અન્ય, સર્વથા અનન્ય નથી, પણ અન્ય છે એવું જે જ્ઞાનમાં ભેદ દેખાતો હતો એ ભેદ છૂટીને અનન્યપણે વ્યવહા૨થી અનન્ય છે, નિશ્ચયથી અન્ય છે, એક સમયમાં આવું (ભેદાભેદ) સ્વરૂપ, એના ચમત્કારિકજ્ઞાનમાં આવી જાય ! ત્યારે એને અનુભવદશા કહેવામાં આવે છે.
લ્યો કહે છે કે આરંભ છોડી-એવા સકળ વિભાવને છોડી અલ્પકાળમાં મુક્તિને પ્રાસ કરે છે. (સાધકને ) નિર્વિકલ્પ ધ્યાનની ધારાવાહી શ્રેણીમાં શુક્લધ્યાનની શ્રેણી આવી જાય તો તેની અલ્પકાળમાં મુક્તિ થઈ જાય.
*
+ ખ્યાત
=
(૫રમાર્થ પ્રતિક્રમણમાં) યથાખ્યાત ચારિત્ર આ પર્યાયની વાત નથી. યથા યથાપ્રસિદ્ધ ચારિત્ર અંદર ધ્રુવ છે. આહાહા! સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા જોયું? · એવા મને ’ આ પર્યાયની વાત નથી. આ શક્તિ સ્વભાવરૂપ ત્રિકાળ યથાખ્યાતવાળા-યથાપ્રસિદ્ધ ચારિત્ર મારામાં, અંદર સ્વરૂપમાં સ્થિરતા ત્રિકાળ...ત્રિકાળ...ત્રિકાળ...ત્રિકાળ પ્રસિદ્ધ છે.
(પૂ. ગુરુદેવશ્રી પ્ર. નવનીત ભાગ-૨ પેઈજ નં-૧૫૭)
* આહાહા! જેમ ફુવારામાંથી પાણી છૂટે (ઉડે) છે એમ અંદર ત્રિકાળી શાયક -ચૈતન્યવિલાસ ભગવાન! એને હું ભાવું છું, એની હું એકાગ્રતા કરું છું. તો પર્યાયમાં આનંદની ધારા વહે છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
(પૂ. ગુરુદેવશ્રી પ્ર. નવનીત ભાગ-૨ પેઈજ નં. ૧૬૨ ) ( કર્તાબુદ્ધિને કારણે ) કંઈ કરે નહીં તો ગમે નહિ તેવી ટેવ થઈ ગઈ છે. પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ.
*
(પૂ. સોગાનીજી દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ બોલ નં-૮૪)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com