________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪)
પ્રવચન નં-૨૧ અકર્તા જ્ઞાતા અને માને કર્તા. પરનું કરી દઉં, સમાજનું કરી દઉં, આને સુખી કરી દઉં તારી કલ્પના છે. હું તો ચૈતન્ય વિલાસ સ્વરૂપ/જ્ઞાન સ્વરૂપ આત્મા છું. હું જ્ઞાયક છું. જાણનાર છું અને જાણનાર મને જણાય છે. જાણનાર જણાય છે એવો ભેદ પણ અંદરમાં નથી. સમજાવવા માટે-તું કરનાર નથી પણ જાણનાર છો અને જાણનારને જાણ ! પછી જાણનાર અને જાણે તેમ બે વસ્તુ નથી એક વસ્તુ છે.
હું એકેન્દ્રિય આદિ જીવસ્થાન ભેદોને કરતો નથી.” ઈશ્વરવાદી કહે છે કે હું બધાને જીવાડું છું, સુખી દુઃખી કરું અને આ કહે છે-આ બધા એકેન્દ્રિય જીવને, બે ઇન્દ્રિયજીવને હું બચાવું છું. એ તો તારી કર્તા બુદ્ધિ થઈ. તારામાં અને ઈશ્વરનાં કર્તાવાદમાં કોઈ ફેર નથી. પછી તે લૌકિકજનો હો કે લોકોત્તર હો! ઊંધી ભ્રમણા છે. દ્રવ્યલિંગી લોકોત્તર જૈનના સાધુ એને કહે છે અને શ્રાવકને કહે છે.
દયાનો ભાવ, કરુણાનોભાવ આર્યજીવને આવે; કરે નહીં પણ આવે. અજ્ઞાનદશામાં આવે અને જ્ઞાનદશામાં સાધકને આવે. આવે છે એને એક એમ માને છે કે હું કરું છું. બીજો એમ જાણે છે કે થવા યોગ્ય થાય છે તેનો જાણનાર છું કરનાર નથી. આ છકાય જીવની રક્ષાનો ભાવ, પંચમહાવ્રત, અહિંસા, બ્રહ્મચર્ય પાળ્યા, ભાઈ ! એ બધા પરિણામનો આત્મા કર્તા નથી. એ બધા પરિણામ સ્વયં થવા યોગ્ય એના કાળે ક્ષણિક ઉપાદાનથી થાય છે. તે એની જન્મક્ષણ છે. એ ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. કર્તા બુદ્ધિવાળાને કઠણ લાગે છે. ભલભલાને કઠણ લાગે છે. ભાઈ ! તું આત્માને કરનાર જો મા! આત્મા કેવળ અકર્તા જ્ઞાતા છે અને જો ને? એમાં તને શાંતિ થશે. કરવામાં આકુળતા થશે. કરવાની બુદ્ધિથી અભિમાન થાય; અને કરવાની બુદ્ધિથી પોતાનું ધાર્યું ન થાય તો પણ આકુળતા. આમ આકુળતા... આકુળતાને આકુળતા છે.
(પ્રશ્ન) તમે છકાય જીવની રક્ષા કરો છો; તમે સાડાત્રણ હાથ જોઈને ચાલો છો! (ઉત્તર) એ સાડાત્રણ હાથ જમીનને જોઈને સાધક ચાલે છે કે નથી ચાલતો તેની તને ખબર પડતી નથી “દેખે છતાં નહીં દેખતો, બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત્ત્વ સ્થિર અડોલ.”
કોણ જાણે છે કે જ્ઞાની જમીનને જાણે છે કે જાણનારને જાણે છે!? પગ ચાલે છે એમ જાણે છે કે જાણનારને જાણે છે!? એનું લક્ષ પગ ઉપર પણ નથી અને જમીન ઉપર પણ નથી. તને અજ્ઞાનમાં એમ લાગે છે. ચક્ષુઇન્દ્રિયની આંખ ત્યાં (પરયો ) ઉપર જાય છે, ત્યારે જ્ઞાન આત્માને જાણે છે. ચક્ષુઈન્દ્રિય પરને જાણે છે. ત્યારે જ્ઞાન આત્માથી છૂટતું નથી આત્માને જાણ્યા જ કરે છે. એવી દશા સાધકની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com