________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૧ સાધકની દશા સાધક જાણે, અજ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે આ શું?! નિશ્ચય છોડી દીધો અને જ્ઞાનીનો વ્યવહાર પકડી લીધો. એક આવે છે કે: “મનુષ્ય ઉલટી કરે એને કૂતરા સુખે ચાટે.” સુખેથી હોં! એમ સાધકના વ્યવહારને અજ્ઞાની અપનાવી લે છે. સાધક શું કરે છે એને પૂછતો પણ નથી. જ્ઞાની જાત્રાએ જાય છે તો ધર્મ થતો હોય તો જાય ને ?! સમેદશિખર ગયા 'તા જાત્રાએ; તો એ જાત્રાએ જઈએ તો ધર્મ થાય !? કેમકે જ્ઞાની ધર્મની ક્રિયા કરે છે. તને કર્મની ક્રિયા કરતો દેખાય છે, તેને તો અંદરમાં ધર્મની ક્રિયા થતી દેખાય છે. એ ધર્મની ક્રિયા કરે છે, કર્મની ક્રિયા કરતો નથી. આહાહા ! ધર્મીને જાણે તે ધર્મ છે.
આહાહા ! પણ શું થાય?! બહારના બધા ઉપવાસનાં વિકલ્પ હોય; જાત્રાના વિકલ્પ હો! અનેક પ્રકારના શુભભાવ તો હોય! શુભભાવના પ્રકાર ઘણાં છે અસંખ્ય લોક પ્રમાણ. શુભભાવ આવે છે શુભભાવ કરવાથી થાય છે એમ નથી. એનો કાળ ફરે નહીં અને આવ્યા વિના રહે નહીં, અને એને હેય બુદ્ધિએ જાણ્યા વિના રહે નહીં. તેમાં હેય બુદ્ધિ છે ઉપાદેય બુદ્ધિ નથી આદર બુદ્ધિ નથી. જ્યારે અજ્ઞાની શુભભાવનો આદર કરે છે. એવી અપૂર્વ વાતો છે પૂ. ગુરુદેવશ્રી અગિયાર ભાગમાં ફરમાવી ગયા છે.
અગિયાર ભાગ લીધા છે? હા, સાહેબ! અગિયારેય ભાગ કબાટમાં બરોબર તાળું મારીને સાચવી રાખ્યા છે. કેટલા ભાગ વાંચ્યા? હજુ વાંચવું શરૂ કર્યું નથી. ભાઈ ! આયુષ્ય પુરૂ થશે પછી કોણ વાંચશે ?! કાલથી વાંચીશ! કાલભાઈ કાલ. વાણીયા એ બારોટને જમવાનું કહ્યું! તમને જમવાનું કહું છું, પણ આજે તો વાણિઓ ને કાલે બારોટ. બીજે દિવસે બારોટ ગયા કે આજે શું? આજે વાણિયાને કાલે બારોટ. પેલો બારોટ કહે અમારો વારો કયારે આવશે? કહે: તમારો વારો આવવાનો જ નથી. તું સમજ્યો નહીં અમારે તમને જમવાનું કહેવું જ નથી.
આજ વાણિયાને કાલે બારોટ એમ આજે વેપાર અને કાલે વાંચીશું? આહા! કાલ સ્વાધ્યાય કરીશું. એલા કાલ પડશે કે નહીં તેની તને ખબર છે? તું સૂતા પછી કાલ સવારે ઉઠવાનો છો કે નહીં? જો એમ જાણે કે કાલે હું ઉઠીશ તો તો સર્વજ્ઞ થઈ ગયો. એટલે તું સર્વજ્ઞ થઈ ગયો. જીવતો રહીશ તો ને ?! રહેવા દે ભ્રમણા. જો ભાઈ આજ આજ અત્યારે. સારા કામો “શુભસ્ય શીઘ્રમ”—સારા કામો જલ્દી કરો. તક જતી રહેશે. અત્યારે તો ૩૦-૪૦ વર્ષના હાર્ટફઈલમાં જતા રહે છે. આહા ! વખત ચાલ્યો જાય છે, સોનેરી અવસર છે આ. કમાવાની તક છે. કમાવાની એટલે જ્ઞાનની લક્ષ્મી હોં !
(શ્રોતાઃ વ્યવહાર સાથે પરમાર્થની લ્હાણી થાય છે.) ખરી વાત છે. આ ગુરુદેવનો આપેલો બોધ છે. આહા! એ બોધને વારંવાર ઘૂંટીને-ભેદજ્ઞાનની પ્રક્રિયામાં આવી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com