________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
પ્રવચન નં-૨૨ ભેદજ્ઞાનનો વિચાર કરવો તે વ્યવહાર છે અને શુભભાવ કરવો તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. શુભભાવથી મારો આત્મા જુદો છે એમ વારંવાર વિચારવું તેનું નામ ભેદજ્ઞાનનો વ્યવહાર છે.
સોનગઢનાં સંતે એકલી નિશ્ચયની વાત કરી છે, વ્યવહારની વાત કરી છે કે વ્યવહારની વાત કરી નથી ?! વ્યવહારની વાત પણ કરી છે, પણ તે સાંભળી નથી. વ્યવહારની વાત દરરોજ કહેતા હતા. પુણ્ય-પાપથી ભિન્ન આત્મા છે એનું લક્ષ કરો એ શું વ્યવહાર નથી તો નિશ્ચય છે? પુણ્ય-પાપ છે એનાથી જુદો આત્મા છે એમ વિચારો એટલે એનું લક્ષ કરો, લક્ષ ન થાય ત્યાં સુધી વ્યવહાર છે. લક્ષ થાય તો તો નિશ્ચય છે ત્યારે વ્યવહાર હોતો નથી. નિશ્ચય થાય ત્યારે વ્યવહાર હોતો નથી. ભેદજ્ઞાનનો (સવિકલ્પનો ) અભાવ થાય છે. શું કહ્યું? પુણ્ય-પાપથી ભિન્ન મારો આત્મા જ્ઞાયક છે એમ વારંવાર વિચારો તો શું એ વ્યવહાર નથી ? એમાં મિથ્યાત્વ ગળે છે. જે શુભભાવ કર્તબુદ્ધિથી કરે છે એને મિથ્યાત્વ દઢ થઈ જાય છે. એવા ભેદજ્ઞાનના વ્યવહારમાં નથી આવતો તો નિશ્ચય અભેદનું જ્ઞાન તો ક્યાંથી થાય?
એક વખત રાજકોટમાં કહ્યું! ત્યારે સોનગઢનાં બે ચાર જણા બેઠા 'તા. શુભભાવ કરવો એનું નામ અજ્ઞાન. અને અનુભવ પહેલાં શુભભાવથી આત્મા જુદો છે એમ મન દ્વારા જાણવું એનું નામ વ્યવહાર છે. એમાં મિથ્યાત્વ ગળે છે.
બનારસીદાસની પરમાર્થ વચનિકો છે તેમાં કહે છે “ભેદજ્ઞાન કરતાં ગર્ભિત શુદ્ધતા પ્રગટ થાય છે.” અને એ ગર્ભિત શુદ્ધતા પ્રગટ થાય પછી જો અનુભવ કરે તો સાક્ષાત સમ્યક્દર્શન થઈ જાય.
પરમાર્થ વચનિકામાં “ગર્ભિત શુદ્ધતા” એવો શબ્દ છે. પ્રગટ શુદ્ધતા નહીં. ગર્ભિત શુદ્ધતા એટલે જ્ઞાનમાં જ્ઞાયક તરવરે છે. પુણ્ય-પાપથી ભિન્ન મારો આત્મા છે એમ અંદરમાં પક્ષમાં આવી જાય છે. પછી પક્ષીતિક્રાંત કરી અનુભવ કરી લે છે. આવી અપૂર્વ વાતો આપણા ઉપકારી ગુરુદેવ કરી ગયા છે. સર્વે એ આ કામ કરવા જેવું છે.
શું કરવું? કે કર્તા નથી એવા આત્માને જાણવો. કર્તા નથી એવા આત્માને જાણવો. કર્તા નથી એવા આત્માને જાણવો? કેઃ “હા”, એવો જ આત્મા છે. જ્ઞાતા જ છે કર્તા નથી. હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૧ પ્રવચન નં-૨૨
તા.૪-૫-૯૦ આ નિયમસારજી શાસ્ત્ર છે. એનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. પૂર્વે આ આત્મા અનાદિકાળથી પોતાની મેળે પર પદાર્થનોકર્મ-નોકર્મનો, રાગાદિનો, પરિણામનો કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com