________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
પ્રવચન નં-૯ પછી ક્ષય થતો જાય છે સંજ્વલનના ક્રોધ-માન-માયા-લોભ છે તેમાંથી દશમે સંજ્વલનનો લોભ જતો રહે છે.
તીર્થંકર પરમાત્મા પણ યોગનો વિરોધ કરવા જાય છે બોલો! પણ પ્રભુ! તમે તો પરમાત્મા થઈ ગયા છો ને? ભાવે પરમાત્મા થયા છીએ, દ્રવ્ય પરમાત્મા થયા નથી. દ્રવ્ય પરમાત્મા થવાનું હજુ બાકી છે. હજુ દેહનો સંયોગ, ચાર અઘાતિકર્મનો સંયોગ, તેનાં નિમિત્તે કંપનનો સંયોગ છે. કંપનનો સંયોગ એ સંકરદોષ છે. સંકરદોષનો અર્થ સંયોગ સંબંધ, એકતાબુદ્ધિ નથી.
સામાન્યની સાથે વિશેષનો વિભાવરૂપ સંબંધ છે. હજુ છે એ વિભાવ. યોગને આસ્રવમાં લીધો છે. યોગનું નામ સંવર-નિર્જરામાં નથી આવતું. તેના નિમિત્તે કર્મનું આવાગમન થાય છે. કષાયથી બંધ થાય એવો પાઠ છે. આ અકષાય યોગ છે. દસમાં. ગુણસ્થાને સકષાય યોગ છે. બારમ તેરમ અકષાય યોગ છે.
તીર્થકરને યોગનો વિરોધ કરવા પ્રતિક્રમણ કરવું પડે છે, બોલો! આ તો કોઈ શાસ્ત્રો છે. જૈનદર્શન પરિપૂર્ણ દર્શન છે ખલાસ વસ્તુ દર્શનને પ્રત્યક્ષ જોઈને દિવ્ય ધ્વનિમાં આવ્યું ને? તેને ગૌતમ ગણધરે ઝીલ્યું અને તેમની પરંપરામાં આ આવ્યું.
ટીકા- “અહીં શુદ્ધાત્માને” જો ! શુદ્ધાત્મા લીધો પણ એકલો આત્મા ન લીધો. ત્રિકાળી દ્રવ્ય, સામાન્ય નિષ્ક્રિય, અપરિણામી શુદ્ધાત્માને “સકળ” એટલે બધા પ્રકારના કર્તુત્વનો અભાવ દર્શાવે છે. અકર્તા એ ખરેખર કર્તા થતો નથી. અકર્તામાં કર્તાપણાનો સર્વથા અભાવ છે. અકર્તા અકર્તાપણે છે તે કર્તા થતો નથી. અહીં સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી.” કેમકે નારકની પર્યાય જે સંયોગરૂપે આવે છે જીવને એમાં આરંભ અને પરિગ્રહ મુખ્યપણે હોય છે. આરંભમાં અને પરિગ્રહમાં એને પાપનો આરંભ હોય છે બહુ. વળી ઘણાં પ્રકારના પાપ કરતા હોય, જેવા કે દારૂ-માંસ-તીવ્ર ત્રસની હિંસા એવો આરંભ અને પરિગ્રહ એટલે કે મૂછ પરિગ્રહ, બધા પર પદાર્થમાં-પરભાવમાં પોતાપણાની કલ્પના કરીને બેઠો છે.
બહુ આરંભ અને પરિગ્રહ એનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી. અભાવ થવાને લીધે એમ નહીં. આત્મા કોઈ દિ નારક પર્યાયરૂપ થતો નથી. કેમ થતો નથી ? કે આરંભ પરિગ્રહનો એના સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. એટલે નારકની પર્યાય અજીવને આવે પણ જીવને ન આવે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com