________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૯ જીવ નારકી ન થાય, કેમ કે જે ત્રિકાળ સ્વભાવ છે અકારક અવેદક-જ્ઞાયકભાવ એમાં આરંભ અને પરિગ્રહનો અભાવ હોવાથી જો સદ્દભાવ હોય તો! અભાવ થાય. પર્યાયાર્થિકનયે સભાવ છે તો પર્યાયાર્થિકનયે અભાવ થાય છે. પણ દ્રવ્યાર્થિકનયે જોવામાં આવે તો-એમાં આરંભ અને પરિગ્રહનો એ પર્યાયનો ત્રિકાળ અભાવ છે. એટલે આત્મા કોઈ કાળે નારકી થઈ શકે જ નહીં.
એ નારક પર્યાયને હું કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન આપતો નથી. આહાહા ! આરંભ અને પરિગ્રહનો અભાવ હોવાથી થવાથી એમ નહીં, શરૂઆતથી જ અભાવ હોવાથી. એનો અભાવ થાય તો સ્વર્ગમાં જાય. પણ આતો કહે છે કે નારક કે સ્વર્ગમાં જતો જ નથી જીવ. જીવ, જીવમાં રહે કે નારકી પર્યાયમાં જાય ?
નારક પર્યાયના કારણભૂત આરંભ અને પરિગ્રહ એનો સ્વભાવમાં અભાવ છે, એટલે નારકી થતો નથી. નારક પર્યાયનું નિમિત્ત કારણ આરંભ અને પરિગ્રહ જીવના મિથ્યાત્વ સહિતના વિભાવભાવ એ આરંભ અને પરિગ્રહ છે. એ ભાવકર્મનો સ્વભાવમાં અભાવ છે. તેથી ભાવકર્મના કારણે એ નારક પર્યાય આવતી 'તી એ નારક પર્યાય મને નથી.
પછી મનુષ્ય પર્યાય આવશે. મનુષ્ય પર્યાયમાં હું ઉભો છું, પણ મનુષ્ય પર્યાયનું કારણ મારામાં નથી, તેથી હું અત્યારે મનુષ્ય નથી. કુંદકુંદાચાર્ય ભગવાન એમ કહે છે અને મનુષ્ય ન કહો. હું તો અકર્તા આત્મા છું. અહીં હું નારક પર્યાય નથી એનું કારણ આપે છે. જે આરંભ અને પરિગ્રહ એ પરિણામનો ધર્મ છે કે જે નારક પર્યાયનું નિમિત્ત કારણ થાય છે તે ભાવકર્મનો મારામાં અભાવ છે. એટલે ભૂતકાળમાં હું નારકી થયો નથી. આહા ! હું નારક પર્યાયનું પ્રતિક્રમણ કરું છું. આ યથાર્થ પ્રતિક્રમણ છે.
બહુ ઊંચી ગાથા છે. શું ઊંડાણથી ભાવો ભર્યા છે. નારક પર્યાયનું કારણ જે આરંભ અને પરિગ્રહ એ પરિણામના ધર્મો છે, એ વિભાવ છે. વિકાર છે, કષાય છે, એનો મારામાં અભાવ હોવાથી હું નારક પર્યાય નથી. પૂર્વે જે અનંતી નરકની પર્યાય વીતી ગઈને! એ વીતેલી પર્યાય એ હું નથી એનું પ્રતિક્રમણ કરું છું. આ તો પ્રતિક્રમણનો પાઠ છે ને? ભૂતકાળમાં મને નારક પર્યાય થઈ નહોતી એવા સ્વભાવને હું વર્તમાનમાં ભાવું છું તો ભૂતકાળમાં નારકની પર્યાય નથી એનું પ્રતિક્રમણ થઈ જાય છે. તે હતી-નહોતી થઈ ગઈ. હતી ખરી પણ મને નહોતી એનું નામ પ્રતિક્રમણ છે.
આતો પ્રતિક્રમણ છે ને? ભૂતકાળમાં હું નારકી થયો નથી, વર્તમાનમાં હું નારકી છું નહીં એવું શ્રેણિક મહારાજા કહે છે. અને હું ભવિષ્યમાં નારકી થવાનો નથી એમ શ્રેણિક મહારાજા કહે છે. હું નારકી થાઉં એવું કારણ જ મારામાં નથી ને! કારણનો જ અભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com