________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
પ્રવચન નં-૯ છે. એવા ભાવકર્મ મારામાં છે જ નહીં ને! કે જેનાથી નારકી થઈ શકું. હું નારકી થઈ શકતો જ નથી ને!? હું તો અકર્તા છું ને? અને જે નારકી થાય છે એ તો અજીવતત્ત્વ છે. તે જીવ ક્યાં છે? એનો તો મારામાં અભાવ છે એનું તો હું પ્રતિક્રમણ કરું છું.
શ્રેણિક મહારાજા અત્યારે પ્રતિક્રમણ કરે છે. અત્યારે નારકીની સ્થિતિમાં છે ને? એ પ્રતિક્રમણ કરે છે કે ભૂતકાળમાં હું નારકી ન હતો. વર્તમાનમાં નારકી નથી. ને ભવિષ્યમાં નારકી થઈશ નહીં. કેમ કે આરંભ પરિગ્રહનો મારા ત્રિકાળ સ્વભાવમાં અભાવ છે. કાર્યના કારણનો મારામાં અભાવ હોવાથી કાર્ય મારામાં થયું નથી, થવાનું નથી થતું નથી.
આ તો કોઈ ગાથા છે. બહુ સરસ ગાથા છે. સીધું જોડાયું છે કુંદકુંદભગવાનની સાથે. મને તો મુનિઓના ગંભીર વચનો એનું અધ્યયન કરવું મને બહુ ગમે છે. જેટલું ઊંડાણથી આપે એટલું મને ગમે. આજે ભલે થોડું કાઢી શકુ- કાલ વધારે કાઢી શકીશ પણ એમાં જ મન રહ્યા કરે છે.
એક તો આ ગાથા મને પ્રિય અને એમાં માંગણી કરવાવાળા એવા હોય. સમજી ગયા. મેં કહ્યું, એક નિયમ છે, તમે જેમ વેપાર કરો છો, ગ્રાહક જ્યારે આવે; અને સાચો ગ્રાહક આવે તો માલ છૂટથી બતાવો! એમ કોઈ માંગવાવાળો હોયને તો દેવાવાળો દઈ દે! મને કોઇ 'દિ પ્રમોદ નથી આવ્યો એવો પ્રમોદ આવ્યો છે સહેજે. એનું કારણ કોઈ ઘરાક આવે ને એ મારા હિત માટે છે.
હું નારકી વર્તમાનમાં છું નહીં. ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્ય કોઈ કાળે થઈશ નહીં. કેમ? કે એ નારકી છે એ કાર્ય છે અને કાર્યનું કારણ આરંભ અને પરિગ્રહ છે. એ આરંભ અને પરિગ્રહનો મારામાં અભાવ હોવાથી...ત્રણેકાળ અભાવ છે. પણ ભૂતકાળમાં પ્રભુ આપ નારકી થયા હતા ને? “નહીં'. તું કોની સામે જુએ છે! કોની સામે જોઈને તું વાત કરે છે? મારા ભગવાન આત્માને જોઈને વાત કરે છે તું? તું તારી સામે જોતો નથી એટલે તને આ થાય છે, પણ તું મારી સામે ક્યારે જોઇશ કે તારી સામે જોઈશ ત્યારે જ હું દેખાઇશ! તું તારી સામે જોઈશ નહીં ત્યાં સુધી હું ભગવાન છું એમ તને દેખાશે નહીં. અને તું તારા ભગવાનના દર્શન કરીશ, ત્યારે જ તને ખાત્રી થશે કે હું કોઈ દિ' નારકી થયો જ નથી. તો પછી તને મારો વિકલ્પ નહીં રહે.
આ ગાથા કણાથી પ્રેમથી આપે છે (શ્રોતા-આપ પણ બહુ કરુણાથી આપો છો.) હું તો મારો સ્વાધ્યાય કરું છું. તમે સાંભળો છો તો તમારો સ્વાધ્યાય થાય છે. આ જીવનમાં ગુરુદેવે જે સ્વાધ્યાયની પદ્ધતિ દાખલ કરી છે એ બહુ હીતનું કારણ છે. પરાધીનતા છૂટી જાય અને સ્વાધીનતા આવી જાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com