SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૧૨૧ આહા ! તું કોની સામે જોઈને વાત કરે છે? હું નારકી ? એકદમ ખોટી વાત છે. આહાહા! ભાઈ ! શાંતિ રાખ! તું મારી સામે જોઈને પછી મને કહે? કેઃ તમારી સામે તો જોઉં છું. “ના” તું મારી સામે જોતો નથી. તું અજીવ સામે જુએ છે. તું જીવની સામે જોઈશ ત્યારે ખબર પડશે તને આ (શરીર) અજીવ તરફ જોવાથી તને મારું રૂપ ખ્યાલમાં નહીં આવે. તું અજીવને જોઈ રહ્યો છો; અને અજીવને જોતાં જીવ તિરોભૂત થઈ જાય છે. આહાહા! અજીવને જોવાનું છોડી દે! અને જીવને જો ! તને જોઈને પછી મારી સામુ જો તો મારી વાત તને સાચી લાગશે. કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે ભૂતકાળમાં હું નારકી થયો નથી, કેમ કે આરંભ અને પરિગ્રહના ભાવનો-ભાવકર્મનો મારા સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. એ જે નારકીપણું થયું હતું એ અજીવનું હતું મારું નહીં. એ નારકી કોઈ બીજો થયો હતો. કરનાર જુદો અને જાણનાર જુદો છે. કરનાર પુદ્ગલ છે અને જાણનાર જીવ છે. હું જાણનાર છું” એ સ્વભાવનો પક્ષ છે. અને જાણનાર જણાય છે એ ભેદનો પક્ષ છે. એને ઓળંગી જવાનું છે. એ સ્વભાવનો પક્ષ છે. “જાણનાર જણાય છે એ ભેદનો પક્ષ છે. એ ભેદનો પક્ષ છૂટે એટલે સાક્ષાત અનુભવ થાય છે. જાણનારો જણાય છે એટલો જ ભેદ પડતો હતો એ છૂટી જાય છે અને પ્રત્યક્ષ થઈ જાય છે, જાણનારો જણાય જાય છે પ્રત્યક્ષ. જાણનારો જણાય છે એ અનુમાન છે જાણનારો પ્રત્યક્ષ થાય છે એ અનુભવ છે. ભેદમાં ઉભો છે એટલે અનુમાનમાં આવે છે. એ ભેદ છૂટે તો પ્રત્યક્ષ થઈ જાય છે. જેવો છે એવો પરિમણી જાય છે. અકર્તાને જોતાં વેંત જ અનુભવ થાય છે. હું અકર્તા છું ત્યાં સાક્ષાત અકર્તા થઈ ગયો પરિણામમાં. કર્તુત્વ છૂટી ગયું. અકર્તાને જોતાં પરિણામ પણ અકર્તા થઈ ગયા. કર્તુત્વબુદ્ધિ છૂટી ગઇ. જેવું દ્રવ્ય એવી પર્યાય થઈ ગઈ. દ્રવ્યય અકર્તા અને પર્યાય પણ અકર્તા થઈ. હું અકર્તા છું એવો જોરદાર પક્ષ આવ્યો પછી જાણનારો જણાય છે એવો ભેદનો પક્ષ છૂટયો તો સાક્ષાત્ અકર્તા થઈ ગયો. હું જાણનાર છું એ દ્રવ્યનો પક્ષ છે અને જાણનાર જણાય છે એ શેયનો પક્ષ છે. આ બે પક્ષ છે. હું જાણનાર છું કેઃ જ્ઞાયક છું એક જ વાત છે. જાણનાર છું એ દ્રવ્યનો પક્ષ છે. જાણનાર જણાય છે એ શેયનો પક્ષ છે. હજુ શેય થયું નથી. ભેદ છૂટી જાય તો ધ્યેયપૂર્વક શેય થઈ જાય. હું જાણનાર છું એવો વિકલ્પ ઉઠયો, નિર્ણય કર્યો એણે; નિર્ણય સાચો છે પણ તે હજુ દ્રવ્યનો પક્ષ છે. જાણનાર જણાય છે એ યનો પક્ષ છે. ભેદ છૂટી જાય તો ધ્યેયને જ્ઞય એક સમયમાં થઈ જાય. બસ ભવનો અંત આવી જાય છે. પછી ફરી ફરીને શું કરે છે? એ જ પ્રક્રિયા કરે છે. જાણનાર જણાય છે...જાણનાર જણાય છે. જાણનાર જણાય છે. બીજું કાંઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy