________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૨૨
જણાતું નથી તો સમ્યક્દષ્ટિ ચારિત્રવંત થઈ જાય છે.
પંકજ ! જાણનારો જણાય છે એ પંદર વર્ષ પહેલા કહ્યું તું! (હા, ભાઈ! જાણનાર જણાય છે એમ કહ્યું 'તું. )
પ્રવચન નં-૯
અકર્તા કહો કે જાણનાર કહો એક જ વાત છે. જ્ઞાયક કહો કે અકર્તા કહો એક જ વાત છે. અકર્તાથી કેમ કહ્યું કે: કર્તાબુદ્ધિ છે ને એને એ છોડાવવા માટે અકર્તા આપ્યો. કહેવો છે તો જ્ઞાયક જ. અકર્તા છે એવો જાણનાર છે. અકર્તા છે એવો જ્ઞાયક છે. જ્ઞાયક તો છે પણ અકર્તા એવો જ્ઞાયક છે. કર્તા નથી એવો જ્ઞાયક છે. જ્ઞાયકને પરિણામ ન હોય. પરિણામથી રહિત કહ્યો ને? પ્રમત્ત અપ્રમત્તથી રહિત. જીવને પરિણામ ન હોય. અકર્તાને કર્મ ન હોય માટે કર્મ જ્ઞેય પણ થાય નહીં. પર્યાયાર્થિક ચક્ષુબંધ થઈ જાય છે અને દ્રવ્યાર્થિકચક્ષુ ઉઘડી જાય છે. એ મારું કર્મ નથી તો હું એનો જ્ઞાતા કેવી રીતે હોઉં? એ કર્મ હોય તો મને શૈય થાય ને? કર્મ જ નથી મારું કોઈ. હું અકર્તા છું તેથી અકર્તાને કર્મ ન હોય. અકર્તાને કર્મ હોય તો અકર્તા રહેતો નથી.
(શ્રોતા:- બન્ને બાજુથી ભાઈ ! નિશ્ચય બતાવ્યો.) અકર્તા છે માટે કર્મ નથી અને કર્મ નથી તો હું એનો જ્ઞાતા નથી. જ્ઞાતા નથી તો એ મારું કર્મ જ નથી. માટે પાછો હું અકર્તામાં આવી ગયો. કર્મ નથી માટે અકર્તા છું. અકર્તા સાબિત કર્યો. (શ્રોતા—અહીંથી જાય તો પણ પાછો આવે ) મૂળમાં પાછો આવી જાય.
આજે નારકીનો બોલ ચાલ્યો. એક નારકીના બોલમાં કેટલું ભર્યું છે હૈ! (શ્રોતા:- તું કોની સામે જોઈને વાત કરે છે.) કે પ્રભુ! તમે આજે નારકી નથી પણ મેં આગમ વાંચ્યા છે. મને એ ખબર છે કે જીવ ચારેય ગતિમાં રખડયો છે અને નારકની પર્યાય પણ અનંતવાર આવી છે. પ્રભુ! આપ અત્યારે નારકી છો એમ હું કહેતો નથી. અત્યારે તો તમે મનુષ્ય છો.
(ઉત્તર) એ તારી ભૂલ છે. તું નારકીની વાત કરે છે ને? મૂર્ખા હું નારકી થયો જ નથી, કોની સામે જોઈને તું વાત કરે છે? કેઃ તમારી સામે! આતો (શરીર) તો અજીવ છે, તું અજીવની સામે જોવે છે? અજીવની સામે જોઈશ તો આત્મા નહીં જણાય. મારી સામે જો ? કે તમારી સામે કેમ જોઉં? કેઃ તું તારી સામે જો! પછી મારી સામે જો તો અમારો ભગવાન વ્યવહારે તને દેખાશે. નિશ્ચય ભગવાન તારો દેખાશે ત્યારે આ વ્યવહાર ભગવાન છે એમ દેખાશે અને મને નારકની પર્યાય નથી થઈ એમ તું તારા મોઢેથી કહીશ કે પ્રભુ! આપનું કથન સાચું છે એનો આજે મને ખ્યાલ આવ્યો.
મેં અકર્તાને જોયોને એટલે તમે અકર્તા છો એમ દેખાય છે. હું કર્તાને જોતો તોને એટલે હું અકર્તા દેખાણો નહીં મને ત્યાં સુધી લાગતું'તું કે ભવિષ્યમાં ચારગતિમાં જીવ ૨ખડશે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com