________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૭
ચૈતન્ય વિલાસ
આચાર્ય ભગવાન દિગમ્બર સંત શું ફરમાવે છે!? તેઓ અતીન્દ્રિય આનંદના ભોજન કરતા હતા. ક્ષણમાં વિકલ્પ ક્ષણમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ધર્મધ્યાનની દશા આવે છે. આનંદનો અનુભવ કરતાં-કરતાં તાડપત્ર ઉપર મદ્રાસથી એસી માઈલ દૂર પોનૂર હીલ છે ત્યાં તેમણે આ શાસ્ત્રની રચના કરી.
- ત્યાર બાદ હજાર બારસો વર્ષ પછી એક મુનિ થયા તેમણે તેમની ટીકા વિસ્તારથી સંસ્કૃતમાં (મૂળ) પ્રાકૃતમાં લખી તે નિયમસાર શાસ્ત્રનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે.
પ્રતિક્રમણનો અર્થ ભૂતકાળનાં પુણ્ય-પાપનાં પરિણામનું લક્ષ છોડી વર્તમાનમાં પોતાના આત્મામાં લીન થઈ શુદ્ધોપયોગ દશા થવી. જેમ સમુદ્રમાં ભરતી આવે ને ઓટ આવે ? તેમ અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આનંદની ઓટ આવે છે અને સપ્તમ્ ગુણસ્થાનમાં આનંદની ભરતી આવે છે. તેમ પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં આચાર્ય ભગવાન પોતાનાં ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને ભાવે છે. - હું તો ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું તેથી હું વ્યવહાર પ્રતિક્રમણને કરતો નથી અને નિશ્ચય પ્રતિક્રમણને પણ કરતો નથી. હું કરતો નથી, હું તો જાણનાર છું. હું કરનાર નથી પણ હું તો ઓનલી જાણનાર છું. મારા શુદ્ધાત્માને જાણું છું અને શુદ્ધાત્માનાં આશ્રયે થતો નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહાર મોક્ષમાર્ગ તે બન્ને મોક્ષમાર્ગ ને કેવળ જાણું છું. મોક્ષમાર્ગને કરતો નથી આહાહા! હું તો ભગવાન આત્માને ભાવું છું.
કરવું” મારા સ્વભાવમાં નથી. કરવાની શક્તિનો જ અભાવ છે એટલે કરતો નથી અને જાણવાની શક્તિનો પૂરો સભાવ છે એટલે જાણનાર છું. “હું જાણનાર છું હું કરનાર નથી.” જેમ ચક્ષુમાત્ર દેખે છે, દેશ્ય પદાર્થને કરતું-વેદતું નથી. તેમ આ જ્ઞાનચક્ષુ, આત્મામાં જ્ઞાન છે તે કેવળમાત્ર આત્માને જાણનારપણે જાણે છે, અને જાણનારને જાણતાં-જાણતાં જે પરિણામો મોક્ષમાર્ગનાં પ્રગટ થાય તેને પણ જાણે છે પણ કરતું નથી.
સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં પરિણામ પ્રગટ થાય એનો જાણનાર છું પણ કરનાર નથી. તો શુભાશુભ ભાવને પુણ્ય ભાવને, પાપભાવને આત્મા કરે એતો દષ્ટિ વિપરીત છે. એ તો અજ્ઞાન છે. તે જાણનારને ભૂલી જાય છે. હું કરનાર છું એમ પોતે અનાદિ કાળથી માને છે તેથી ચારગતિમાં રખડે છે ને દુઃખી થાય છે.
આત્મામાં કરવાની શક્તિનો અભાવ છે આવી વાત પણ સાંભળવા મળે નહીં. આ તો વાત છે કાંઈ !! કરવાની શક્તિ તો છે પણ પુરૂષાર્થ કરતો નથી એટલે કરી શકતો નથી તેમ નથી ભાઈ !! સમજાય છે કાંઈ !?
જો પુરૂષાર્થ કરે તો તો સમ્યક્દર્શન પ્રગટ કરી શકે !! “કરવું . પુરૂષાર્થ જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com