________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
ર૬૭ ચિત્તને એટલે જ્ઞાનને જ્ઞાનની પર્યાયને એટલે ભાવશ્રુતજ્ઞાનની પર્યાયને એકાગ્ર કર્યું છે એટલે અભેદ સામાન્યવિશેષાત્મક દ્રવ્યગુણપર્યાય-સ્વરૂપ (આત્મા) જ્ઞાનનું શેય થાય છે. ને બીજો કોઈ પદાર્થ જ્ઞાનનું ઝેય એટલે કે ઉપયોગમાં આવતો નથી.
- સહવર્તી ને કમવર્તી એવો આખો પદાર્થ (આત્મપદાર્થ) પ્રમાણનો છે. આ તો સેંકડો જગ્યાએ આ વાત છે, દષ્ટિપૂર્વક જ્ઞાનની વાત તો સેંકડો જગ્યાએ છે. એક બે જગ્યાએ જ નથી, પ્રવચનસારના તો આખા ય અધિકારમાં એમ આવ્યું છે.
બીજો એક વિષય છે કે પ્રવચનસારના શયઅધિકારમાં જયસેન આચાર્ય ભગવાને, અધિકાર પૂરો કરતાં-કરતાં એમ કહ્યું કે હવે આ જ્ઞય અધિકાર પૂરો થયો, એમ કહો કે સમ્યકદર્શનનો અધિકાર પુરો થયો એમ કહો-આ દ્રવ્યગુણ પર્યાયની વાત ચાલે છે. દષ્ટિના વિષયની વાત આપણે છ-સાત દિવસ ચાલી. હવે...એ કઢેલું દૂધ હોય તો એમાં મેળવણ પડે તો દહીં થાય ને પછી માખણ નીકળે ને પછી ઘી થાય-એકાંત દષ્ટિના વિષયના લોભમાં કોઈ ચઢી જાય ને, જ્ઞાનનો દ્રોહ કરે તો એને જ્ઞાન અંતર્મુખ થઈને (આત્માની) અનુભૂતિ થઈ શકતી નથી. (એ તો) એકાંત થઈ ગયું! આ તો...સમ્યક એકાંતપૂર્વક અનેકાંત કેમ થાય? સમ્યફ એકાંતપૂર્વક અનેકાંતિક જ્ઞાન કેમ પ્રગટ થાય, એનો વિષય હવે અત્યારે ચાલે છે. આ તો મોટો દરિયો છે!
આપણે તો માત્ર આપણા થોડાક સમુદ્રમાં બિંદુ જેટલા ક્ષયોપશમ જ્ઞાન દ્વારાયથાશક્તિ આપણે એનું વર્ણન (સ્પષ્ટીકરણ) કરીએ છીએ. બાકી વિશેષ સંજ્ઞ હોય એ વધારે વિસ્તારથી જાણી શકે.
(કહે છે કે:) અને નિજ સ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એકાગ્ર કર્યું છે. એકાગ્ર કર્યું છે એટલે? એનું ધ્યાન કરે છે એમ નહીં (ધ્યાનનું લક્ષણ આ બાંધ્યું છે) એપ્રિવિંતાનિરોધો ધ્યાનમ' :- એકને અગ્ર કરીને એને ઉપાદેયપણે ધ્યાન કરવું એની વાત નથી. એવા ધ્યેયની આ વાત નથી આ તો ધ્યેયપૂર્વક જ્ઞાનનાં યની વાત ચાલે છે.
કે નિજસ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એટલે ભાવશ્રુતજ્ઞાનમાં ભગવાન આખો આત્મા/જ્યાં જ્ઞાયકનું અવલંબન લીધું ને શાયકનું અવલંબન લેતાં સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રનાં વીતરાગી પરિણામ પ્રગટ થયાં ને અતીન્દ્રિયઆનંદ આવ્યો, એ અતીન્દ્રિયઆનંદ પર્યાય પરિણત આખો આત્મા સ્વય આખો આત્મા એક સમયમાં જ્ઞાનમાં શેય થાય છે ધ્યેયપૂર્વક! આ શેયમાં ધ્યેય ગર્ભિત છે! દ્રવ્યગુણને પર્યાય સ્વરૂપ જે સ્પશેય થાય એમાં ધ્યેય ગર્ભિત છે! શેયમાં ગર્ભિત નથી. ધ્યેય તો એકલો ધ્રુવ પરમાત્મા છે, એમાં ઉત્પાદવ્યય નથી. પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્” એમાં ધ્યેય ગર્ભિત છે. જે સ્વય જ્ઞાનમાં થાય એમાં ધ્યેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com