________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
પ્રવચન નં-૨૫ એટલે ધ્રુવ પરમાત્મા જે ઉપાદેય છે એ એમાં ગર્ભિત છે. એ ધ્યેયપૂર્વક જ્ઞાનમાં આખો આત્મા ઉત્પાદ-વ્યય ધ્રુવયુક્ત સત્ ય આખો આત્મા થાય છે.
કેવળી ભગવાન જેમ એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સને પ્રત્યક્ષ જાણે છે, એમ સાધકનો આત્મા, શ્રુતજ્ઞાન, એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સને જાણે છે એમાં જો કાળભેદ હોય તો ઈન્દ્રિયજ્ઞાન થઈ જાય છે, નયપક્ષ થઈ જાય છે. થવા યોગ્ય થાય છે (શ્રીસમયસાર) તેરમી ગાથામાં આવ્યું છે. ટીકામાં છે-ખુલાસો છે. જુઓ! સમયસારની તેરમી ગાથા છે, ઘણીવાર આપણે આંહી લઈએ છીએ. ફરીથી, વિષય અત્યારે જરા એવો આવ્યો છે, પણ અત્યારે તો એને સાંભળીને થોડો ડીપોઝીટ રાખવા જેવો છે પછી એનો વિશેષ વિચાર કરવો ને પરસ્પર કોઈ વખતે ચર્ચા પણ થઈ શકે છે.
નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ વસ્તુમાં-વસ્તુ કેવી છે? દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ છે. એકલી દ્રવ્યરૂપ ને એકલી પર્યાયરૂપ વસ્તુ નથી. (ત્યાં) દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે જ્ઞાન કરાવે અનુભવ એટલે જ્ઞાન લેવું સવિકલ્પ, પહેલા લ્ય છે પછી સવિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થાય, એ બધું આમાં છે.
તે મુખ્યપણે દ્રવ્યનો અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકાય છે. દ્રવ્યાર્થિકનયનો અર્થ એમ છે ને! જે જ્ઞાનનું (જ્ઞાનના અંશનું) પ્રયોજન દ્રવ્ય સામાન્યને મુખ્યપણે જાણવાનું હોય એ જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે, પર્યાયનો મુખ્યપણે અનુભવ એટલે જ્ઞાન કરાવે તે પર્યાયાર્થિક નય છે.
નય એટલે જ્ઞાન, જેનો વિષય પર્યાય-ભેદને જાણવાનું પ્રયોજન હોય જે સમયે જ્ઞાનની પર્યાયને, વિષયના ભેદને કારણે તેને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
- જ્ઞાન તો જ્ઞાન જ છે. જ્ઞાન તો...જ્ઞાન છે, પણ એનો વિષય અભેદ હોય કે ભેદ હોય, (વિષયના ભેદે ) જ્ઞાનનું નામ બદલી જાય છે. અભેદને વિષય કરે તે દ્રવ્યાર્થિકનય ને ભેદને વિષય કરે તે પર્યાયાર્થિકનય. જ્ઞાનતો જ્ઞાન જ છે.
(કહે છે કે, તે બન્ને નયો, દ્રવ્યો અને પર્યાય બને નયો-દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક બે નય થઈને! તે બે નયો-બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી- (ભેદથી ક્રમથી) પહેલાં દ્રવ્યને જાણવાનો ઉપયોગ હોય ને ત્યાંથી છૂટીને પછી પર્યાયને જાણવાનો વિચાર આવે ને પર્યાયનું સ્વરૂપ જાણવા જાય એવા ભેદથી-કમથી અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે.
એમ નયવિવિલાથી–સવિકલ્પ નથી, જોતાં ક્રમે ક્રમે એનું જ્ઞાન થાય પહેલાં સીધો નિર્વિકલ્પ અનુભવ ન આવે-આત્માના અધિગમના ઉપાયો ભગવાને નય-નિક્ષેપ ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com