________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬
પ્રવચન નં-૨૫ થાય છે. એની આ વાત ચાલે છે.
ધ્યાનમાં ધ્યેય તો એકલો ધ્રુવ થાય છે, આ દ્રવ્ય-ગુણ-૫ર્યાય સ્વરૂપ જે સ્પશેય છે એ વસ્તુ ધ્યાનનું ધ્યેય નથી-દષ્ટિનો વિષય નથી એ ભૂતાર્થસ્વભાવ નથી-(એ ખરેખર આત્મા નથી) એ પરિણામી દ્રવ્ય છે, અપરિણામીને લક્ષે પરિણામી દ્રવ્યનું જ્ઞાન (જ્ઞાનીઓને) કેમ થાય છે, એની આ સંધિની વાત કરે છે. લક્ષ અપરિણામીનું છે, અને જ્ઞાન પરિણામીનું થાય છે. સમય એક છે. અપરિણામીનું “લક્ષ” અને પરિણામીનું જ્ઞાન, સમય એક છે બે સમય નથી. ધ્રુવનું અવલંબન લેતાં જ ઉત્પાદવ્યયબ્રુવયુક્ત સતનું જ્ઞાન એક સમયમાં જ થાય. બે સમય થાય-ક્રમ પડે તો નયપક્ષ છે.
આ ધ્રુવ છે પહેલા સમયે ધ્રુવનું જ્ઞાન થયું ને બીજા સમયે આનંદ આવ્યો એનું જ્ઞાન બીજા સમયે થાય? અતીન્દ્રિય આનંદ હો? એમ નથી, તો તો નયપક્ષ છે ક્રમે જ્ઞાન થાય છે નયપક્ષ છે-બેયનું અક્રમે એક સમયે જ્ઞાન થાય એ નયપક્ષાતિકાન્તજ્ઞાન છે. એ અતીન્દ્રિયજ્ઞાન છે. ક્રમે થતું જ્ઞાન, નય પક્ષવાળું જ્ઞાન એ ઇન્દ્રિયજ્ઞાન છે.
દ્રવ્ય-ગુણ ને પર્યાય આહાહા! આખો આત્મા! અભેદ ! પર્યાયથી અનન્ય! પર્યાયથી અન્ય હતો ને? પર્યાયથી અન્ય શ્રદ્ધામાં કાયમ છે, અને જ્ઞાનમાં પર્યાયથી અનન્ય એવી પણ છે વસ્તુની સ્થિતિ, એ પ્રકારનો એક નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. સમજો ! પર્યાયથી અન્ય તે નિશ્ચય ને પર્યાયથી અનન્ય તે વ્યવહાર.
એ નિશ્ચય ને વ્યવહાર બેયનો વિકલ્પ છૂટીને, જેમ છે તેમ જાણવામાં આવે. તેને મધ્યસ્થ જ્ઞાન–વીતરાગી જ્ઞાન કહેવામાં આવે છે. આ વિષય જરા ડેલીકેટ છે એટલે કે નાજુક છે, પણ સમજવા જેવો છે. આહા...હા!
અત્યારે કદાચ એને પૂરેપૂરું સ્વરૂપ ખ્યાલમાં ન આવે, વિકલ્પ ઊઠે ઉભડક રહે..તર્કવિતર્ક ઉઠે તોપણ એને આ વાત, ખ્યાલમાં રાખીને પછી ચિંતનમાં લેવા જેવી છે. આ અનુભવી પુરુષનું લખાણ છે. જેની દષ્ટિના વિષયમાં માસ્ટરી, એમ કહીએ તોય ચાલે.....ટીકાકારની અને છતાં પણ જ્ઞાનનો વિષય, જેવો છે તેવો-જેવો છે તેવો પક્ષપાત રહિત, પોતાને અનુભવમાં જ્ઞાનમાં શેયપણે આવ્યું એવું કહી દીધું છે!
કહે છે કે નિજ દ્રવ્ય-ગુણપર્યાયના સ્વરૂપમાં (ચિત્તને એકાગ્ર કર્યું છે) બીજાના દ્રવ્યગુણ-પર્યાયની વાત નથી. પોતાના આત્માની વાત ચાલે છે (કહે છે) બીજા દ્રવ્ય-ગુણપર્યાય તો ઉપર (પ્રથમ જ ) કાઢી નાંખ્યું, ઉપર કાઢી નાખી, પારકી ચિંતા તો (સમસ્ત ) છોડી દીધી. આહાહા! કે આનું શું થાતું હશે ને આ દ્રવ્યનું શું થાતું હશે, એ કાંઈ નહીં.
અટાણે તો એકલો આત્માની સન્મુખ થયો જ્યાં ઉપયોગ અંદરમાં ગયો-સ્વરૂપમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com