________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
ર૬૫
થવાના છે, પોતે લખેલી વાત, જેમ શ્રીમદ્દે કહ્યું કે એક જ ભવ ધારિને, જાશું સ્વદેશ રે! એમ પોતે લખી ગયાને! આંહી આચાર્ય ભગવાન પોતે કહ્યું-તીર્થકર અમે થવાના છીએ. એ (પૂજ્ય) ગુરુદેવશ્રીએ કળશમાંથી બતાવ્યું!
એ ધર્માત્મા અહીંયાં કહે છે કે અમને પાંચ ઇન્દ્રિયોનો વ્યાપાર છૂટી ગયો છે જેણે એટલે કે એમણે સમસ્ત વિષયોની ચિંતાને છોડી છે–પરને જાણવાનો જે વિકલ્પ પરને જાણવાનો જે વિકલ્પ ઊઠે છે સવિકલ્પમાં એ ચિંતા છે, એમાં એકલી આકુળતા છે જેથી સપ્તમ ગુણસ્થાને શુદ્ધોપયોગ દશામાં આનંદથી ભરતી હોય છે એ પ્રકારની એમાં ભરતી હોતી નથી. છટ્ટ ગુણસ્થાને પરપદાર્થને જાણવાની (જે દશાછે) ધર્માસ્તિકાય આવું, અધર્માસ્તિકાય આવું એવી જે ચિંતા છે જેમાં છદ્રવ્યના અનેક પ્રકારના જ માનસિક વિચારો આવતા હોય એ ચિંતા છોડીને.
એ હવે ઉપયોગ અંદરમાં આવે છે, જે છઠ્ઠામાં બહાર જતો હતો એ ઉપયોગ હવે મર્યાદામાં આવે છે. “અને નિજસ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે” એમ વાંચવું એ નિજસ્વરૂપ કેવું છે? કે “દ્રવ્ય, ગુણ અને પર્યાય” દ્રવ્ય ત્રિકાળી, અકર્તા જ્ઞાયક અને જ્ઞાનદર્શન-ચારિત્ર આદિ અનંત ત્રિકાળી ગુણોને સ્વસમ્મુખ થયેલી સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર આનંદના પરિણામો (પર્યાયો) સાધકને પર્યાય હોય છે પર્યાય વિના દ્રવ્ય નહીં ને દ્રવ્ય વિના પર્યાય નહીં, અવિનાભાવ સંબંધ છે.
એકાંતે પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે નહીં. અને એકાંતે પર્યાય પણ દ્રવ્ય વિના ન હોય-જ્યાં દ્રવ્ય ત્યાં પર્યાય હોય જ એવો અવિનાભાવસંબંધ છે પ્રમાણજ્ઞાનના વિષયમાં દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ વસ્તુ છે. એ દષ્ટિપૂર્વક જ્ઞાન કેમ પ્રગટ થાય છે? એની વાત આમાં (આ શ્લોકમાં) છે, ઘણાં ઠેકાણે આધારો આનાં રહેલાં છે, સેંકડો જગ્યાએ છે આના આધાર.
(કહે છે) “નિજ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે.” હવે અહીંયા જરા ખુલાસાની જરૂર છે, ખુલાસાની...(ખૂબ) જરૂર છે. (કેટલાક કહે કે, જુઓ! અમે કહેતા હતા પહેલેથી જ કે દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ વસ્તુ છે. તમે તો કટકા કરીને એકલા ધ્રુવને વસ્તુ કહેતા 'તા ને પર્યાયને અવસ્તુ કહેતા 'તા, પરદ્રવ્ય કહેતા 'તા તો અમે કહેતા 'તા એ તમારે પાછું કહેવું પડયું! એમ (એ કહે છે )
કે ભાઈ ! તું જે રીતે સમજ્યો છો, દ્રવ્ય-ગુણ-પર્યાયને..એવું સ્વરૂપ નથી. તું જેને ઉપાદેય માની રહ્યો છો, તું જેને આત્મા માનીને એનો આશ્રય કરી રહ્યો છો, એવું આત્માનું સ્વરૂપ નથી.
જ્ઞાનીઓને આત્માના અનુભવપૂર્વક, દષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં શેય કેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com