________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨.
પ્રવચન નં-૬ નિયમસારમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાંચ ગાથા છે. ટીકાકારને આ પાંચગાથાને રત્નની ઉપમા આપવાનું મન થયું છે. કોઈ ગાથામાં રત્નોની ઉપમા આપી નથી.
અનાદિકાળથી આ આત્મા જાણનાર હોવા છતાં, પોતે પોતાની મેળે કરનાર માને છે. કરનાર માને છે ત્યાં સુધી સંસાર છે. અને હું જાણનાર છું અને કરનાર નથી ત્યારે મોક્ષમાર્ગ શરૂ થાય છે. આત્મા કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી માત્ર જાણનાર એ અધિકાર છે.
જાણનાર છે તો કોનો જાણનાર છે? કે ચૈતન્ય વિલાસસ્વરૂપ આત્માને જ જાણું છુંભાવું છું ત્યારે જ જીવની શુદ્ધોપયોગદશા પ્રગટ થાય છે. કર્તા નથી અને જાણનાર છું અને જાણનારને જ જાણું છું. જાણનાર જ જણાય છે ત્યારે ઉપયોગ અભિમુખ થઈ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. અધિકાર ઊંચો છે.
હું ચૌદમાર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી”, ચૌદ માર્ગણાસ્થાન એ બધા પર્યાયનાં ભેદો છે એટલે એને કરતો નથી “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
કરવાની ક્રિયા જો હું કરતો નથી તો ક્રિયા વિનાનો તો હું રહેતો નથી, તો શું કરું છું? હું પરિણામને કરતો નથી પણ પરિણામથી ભિન્ન મારો ભગવાન આત્મા છે અને હું જાણું છું. એટલે ભાવું છું–એમાં લીન થાઉં છું એમ.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનભેદોને કરતો નથી”, ચૌદગુણસ્થાન છે એમાં પહેલું મિથ્યાત્વ નામનું ગુણસ્થાન છે. અને છેલ્લે ચૌદમું ગુણસ્થાન છે. એ ચૌદ પ્રકારના પર્યાયના ભેદોને હું કરતો નથી. કરતો નથી તો હું એને જાણું છું? કે “ના”. એને કરતો પણ નથી અને એને જાણતો પણ નથી, હું તો જાણનારને જાણું છું. એટલે ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું કહો કે જાણું છું કહો કે અનુભવું છું કહો તે એક જ વાત છે.
- મિથ્યાત્વના ગુણસ્થાનને આત્મા કરતો નથી કરવું એ આત્માનો સ્વભાવ જ નથી. કરવાનો જ નિષેધ છે. આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાનમય જ્ઞાતા હોવાને કારણે જાણનાર છે પણ કરનાર નથી. માટે હું જાણનાર છું અને કરનાર નથી. હવે એનો વિભાગ કરે છે. આનો કરનાર નથી, આનો કરનાર નથી તેમ સમજાવે છે.
કે મિથ્યાત્વ આદિથી માંડીને ચૌદગુણસ્થાન છે એમાં ક્ષાયિક સમ્યકદર્શનને હું કરતો નથી, કેવળજ્ઞાનની પર્યાયને હું કરતો નથી, માટે જેને કરતો નથી તેને હું જાણતો પણ નથી, અને અકર્તા એવા જ્ઞાયકને જ હું જાણું છું, ભાવું છું ત્યારે જ મને નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા પ્રગટ થાય છે.
આ શુદ્ધોપયોગ દશા કેમ પ્રગટ થાય તેનો અધિકાર છે. શુદ્ધપરિણતિનો અધિકાર નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com