________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૭૩
શુદ્ધપરિણતિ હોય તો સાથે વ્યવહાર ચારિત્ર ઉભુ થાય છે. શુદ્ધઉપયોગમાં વ્યવહાર ચારિત્ર ન હોય. શુદ્ધઉપયોગમાં તો વ્યવહાર ચારિત્રનો નિષેધ હોય. વ્યવહારચારિત્રનાં અધિકારમાં શુદ્ધપરિણતિ હોય સાથે ત્યારે જ વ્યવહારચારિત્ર ઉભું થાય છે. શુદ્ધોપયોગ હોય તો વ્યવહાર ચારિત્ર ઊભું જ ન થાય.
આ નિશ્ચય ચારિત્રનો અધિકાર છે. વ્યવહાર ચારિત્રનો અધિકાર પૂરો થયો. તે ૭૬ ગાથા સુધી છે. ૭૭ ગાથાથી આચાર્યભગવાને કહ્યું નિશ્ચય ચારિત્રને હું કહીશ. અગાઉ પ્રતિજ્ઞા કરી હતી. વ્યવહાર ચારિત્ર-નિશ્ચય ચારિત્ર વર્ણવીશ. વ્યવહાર ચારિત્ર પૂરો થયો હવે નિશ્ચય ચારિત્રની વાત કરે છે. અને આપણે આમાં પહેલા વાંચ્યું “તું એમાં આવ્યું તું, કે: વ્યવહાર ચારિત્રથી પ્રતિપક્ષ એવો નિશ્ચય ચારિત્રનો અધિકાર હું કહીશ. એમ કહ્યું તું જુઓ!
હવે સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ કેમકે એનું ફળ દુઃખ છે. વ્યવહાર ચારિત્રનું ફળ દુ:ખ છે. એનાથી પ્રતિપક્ષ અતીન્દ્રિય સુખ કેમ પ્રગટ થાય! એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર ઓલું જે અપરમ વ્યવહાર છે. એ અપરમ છે ને આ પરમ છે. તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. આહાહા! આ ચારિત્ર અધિકારનો પહેલો જ ભેદ પરમાર્થ પ્રતિક્રમણ છે. પછી આલોચના છે પછી પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, ભક્તિ વગેરે ચારિત્રના જ ભેદો છે. આ ચારિત્ર અધિકાર હવે અહીંથી શરૂ થયો.
પ્રતિક્રમણ અધિકાર પહેલો પછી પ્રત્યાખ્યાન અધિકાર આવશે, પછી આલોચના અધિકાર, ભક્તિ અધિકાર, પછી સમાધિ અધિકાર પછી પરમ સમાધિ અધિકાર, પરમ આવશ્યક વગેરે એ બધા નિશ્ચય ચારિત્રનાં ભેદો છે. પછી શુદ્ધોપયોગ અધિકાર. નિશ્ચય ચારિત્રનું ફળ શુદ્ધોપયોગ-કેવળજ્ઞાન. મોક્ષમાર્ગનું ફળ મોક્ષ. નિશ્ચય મોક્ષમાર્ગ એનું ફળ મોક્ષ. નિયમસારની શરૂઆતમાં એમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું માર્ગ અને માર્ગનું ફળ એમ કહીશ. માર્ગ એટલે નિશ્ચય મોક્ષમાર્ગ એ માર્ગ છે. અને માર્ગનું ફળ મોક્ષ છે.
અહીંથી નિશ્ચય ચારિત્ર અધિકાર શરૂ થાય છે. નિશ્ચય ચારિત્ર કહો કે શુદ્ધોપયોગ કહો ! શુદ્ધોપયોગમાં ન ટકાય ત્યારે શુદ્ધપરિણતિની સાથે વ્યવહાર ચારિત્ર હોય છે. શુદ્ધોપયોગની સાથે વ્યવહાર ચારિત્ર ન હોય. કેમકે શુદ્ધઉપયોગ હોય ત્યારે શુભઉપયોગ ન હોય પરંતુ શુભઉપયોગ હોય ત્યારે શુદ્ધપરિણતિ હોય અને એ શુદ્ધપરિણતીની સાથે શુભ ઉપયોગ છે ત્યારે તો એનું નામ વ્યવહાર ચારિત્ર કહેવાય. નહીંતર વ્યવહાર ચારિત્ર ન કહેવાય. મિથ્યાદષ્ટિને વ્યવહાર ચારિત્ર ન હોય કેમકે તેને શુદ્ધપરિણતિ નથી. અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com