________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨
પ્રવચન નં-૨૫ કોઈ નય દુભાય એવી વાત આંહીંયાં છે નહીં.
(કહે છે કે પરિણામ તો થયા જ કરશે. શું લખી નાખ્યું! પરિણામ તો થયા જ કરશે. પણ, આ મારી અમુક ગુણપર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા/ વિવેક તો રાખવો કે નહીં, પરિણામ ઉપર નજર તો રાખવી કે નહીં-પરિણામ ઉપર ચેકીંગ કરવું કે નહીં?
અદ્દભૂતથી પણ અભૂત ધર્માત્માનો ખુલાસો છે આ! આહા..હા ! વાત છે ઝીણી, લોઢા કાપે છીણી! એવી વાત છે “આ” !
શું કહ્યું? કે આ મારા આવા પરિણામ થયા–એમ શા માટે જોર આપે છે? પરિણામ ઉપર શા માટે જોર આપે છે? પર્યાયમાં પલટતા અંશમાં, દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે?
અનિત્ય એવી ક્ષણવર્તી પલટતી પર્યાયમાં નિત્ય સામર્થ્યવાળો ભગવાન આત્મા જે છે એ દ્રવ્ય કાંઈ પર્યાયમાં થોડો આવી જાય છે? તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબ ને! પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય, જે ભગવાન આત્મા અનંતવીર્યનો પિંડ છે-કૃતકૃત્ય પરમાત્મા છે એનું અવલંબન લે ને!
(હવે કહે છે કેઃ) જ્ઞાનાનંદસાગરનાં તરંગોને ન જોતાં-જ્ઞાનના કલ્લોલોને ન જોતાં, તેના દળ ઉપર દષ્ટિ સ્થાપ. તરંગો તો ઉછળ્યા જ કરશે. આ જ્ઞાનની પર્યાયને હું કર્યા કરીશ એમ નહીં-તરંગો તો ઊછળ્યા જ કરશે. તે તેમને અવલંબે છે શું કામ? એનું લક્ષને એનો જ આશ્રય તું કેમ કરે છે? ત્યાં કેમ તારી બુદ્ધિ જાય છે? તારી દષ્ટિ આમાં સ્થાપ ને!
આ “આત્મધર્મ' ૨૦૧માં આવ્યું છે આજ, ઓલા હિન્દીમાં, એ પણ બહું સારૂ છે. આજ વાંચ્યું. ટૂંકાણમાં. મુદ્દાની વાત છે ને! બહુ સારી વાત આવી છે- બહેનશ્રીના વચનામૃતના વાક્યો અને એના પછી ગુરુદેવના વ્યાખ્યાનનો સાર, હિન્દી આત્મધર્મમાં પહેલે પાને આવેલ છે, બહુ સારું આવ્યું છે.
અહીંયાં કહે છે કે દષ્ટિપૂર્વક જ્ઞાન જે થાય છે એની શું સ્થિતિ હોય છે, ઈ જ્ઞાનમાં કેવો આત્મા જણાય છે. નિજ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, નિજ સ્વરૂપ કેવું છે? દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં એમાં જ્ઞાનમાં આવો આખો સ્વજ્ઞય આત્મા જ્ઞય થાય છે. આ ચિત્તને એકાગ્ર કર્યું છે એટલે જ્ઞાનમાં એ ય થયું છે. એમ એકાગ્ર થયું છે એટલે એનો આશ્રય કર્યો (એને ધ્યેય બનાવ્યું ) એમ નહીં.
મેblāતાનિરોધો ધ્યાનમ:'–શું થાય પણ સ્થિતિ! એક સમયની સ્થિતિ આવી છે. કે દ્રવ્ય સામાન્યમાં ગુણભેદ દેખાતો નથી. અને જે જ્ઞય-સ્વય જ્ઞાનમાં જ્ઞય થાય-તેમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ પણ દેખાતો નથી. આ જ્ઞાતા ને આ જ્ઞાનને આ જ્ઞય એવો ભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com