________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૧
અયોગી જિન કેવળીને થાય છે. તેની શરૂઆત ચોથેથી થાય છે, પછી આગળ... આગળ આસ્રવનો નિરોધ થાય છે. મિથ્યાત્વનો નિરોધ થયો તો તથા પ્રકારનો યોગનો નિરોધ થાય તે બરોબર લોજીકથી બેસે છે. કેમ કે એની શરૂઆત સંવર-નિર્જરામાં થવી જોઈએ ને?! ત્યારે મોક્ષ થાય છે. સંવર-નિર્જરા વિના મોક્ષ ક્યાંથી થાય? એટલે કે મોક્ષ એકાએક નથી થતો.
આહા ! જેટલો આસ્રવ રોકાણો એટલો સંવર થયો, અને એટલી અશુદ્ધિની હાનિ થાય છે, તો એટલી નિર્જરા થાય છે. જેટલી અકંપ દશા છે એટલી શુદ્ધિની વૃદ્ધિ એટલી નિર્જરા અતિથી. આહાહા! અલૌકિક વાત છે, તત્ત્વ અભ્યાસ સિવાય શુદ્ધાત્મા હાથમાં ન આવે. તત્ત્વ અભ્યાસ એ વ્યવહાર છે, નિશ્ચય નથી. શુભભાવ કરવો એ વ્યવહાર નથી એ તો અજ્ઞાન છે.
(શ્રોતા-સંવર-નિર્જરામાં અયોગની સંધિ થાય છે.) કેમ કે અયોગ જિન કેવળી તો ચૌદમે થાય છે. એની પહેલા સંવર-નિર્જરા હોય ને? શરૂઆત ચોથેથી થઈ ગઈ તે એકદમ ન્યાયથી સિદ્ધ થાય છે. નીચલી અવસ્થામાં એટલું બધું ચોખ્ખું થઈ જાય પછી એને ઉપર જવામાં સહેલું થઈ જાય. ઉપર જવામાં એટલે શ્રેણી માંડે ત્યારે આવા વિચારો પહેલેથી જ આવી જાય. પરિપકવ સ્થિતિ થઈ ગઈ હોય, ચોખ્ખું થઈ ગયું હોય તો આગળ સહેલું થઈ જાય.
આ ગાથા શ્રેણીની સન્મુખની છે. શુદ્ધોપયોગ એટલે પરમાર્થ પ્રતિક્રમણની ગાથા છે. આ પરમાર્થ પ્રતિક્રમણ મુનિરાજને જ હોય છે. નીચે મિથ્યાત્વનું પ્રતિક્રમણ થતાં સમ્યક્દષ્ટિ થઈ જાય છે. એ આપણે લીધું હતું કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ અવ્રત, કષાય અને યોગનું પ્રતિક્રમણ.
તીર્થકરો પણ યોગનો નિરોધ કરવા માટે સમેદશિખરના પહાડ ઉપર જઈને બેસી જાય છે. પાંચસો ધનુષ ઊંચે સમોસરણમાં હોય છે. તે પણ સમોસરણમાંથી નીચે આવી જાય છે. વાણી બંધ થઈ જાય છે. યોગનો નિરોધ થતાં સિદ્ધ પરમાત્મા થયા. અરિહંત હતા ને હવે સિદ્ધ પરમાત્મા થઈ ગયા. નમો અરિહંતાણંમાંથી નમોસિદ્ધાણંમાં જતા રહ્યા.
અરિહંત પણ સશરીર-સંસારી છે ને હુજી. એ શરીર છે ત્યાં સુધી દેખાય આપણને, પછી તો પરમાણુ કપુરની ગોટીની જેમ વિખરાય જાય અને એકલો ચૈતન્ય બિંબ રહી જાય જેને ભાવતો હતો એજ રહી જાય છે. સિદ્ધ અવસ્થા રહી જાય બસ અને બધું નીકળી જાય.
નોકર્મથી હું ભિન્ન છું એમ શ્રદ્ધામાં આવતા સંયોગમાંથી નોકર્મ છૂટી જાયને? સંયોગ ક્યાં સુધી રહે! અભેદનું શ્રદ્ધાન-શાન થઈ ગયું પછી ક્યાં સુધી સંયોગ રહે? સંયોગ છૂટી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com